Widgets Magazine
Widgets Magazine

નલિયા દુષ્કર્મની ઘટનામાં કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહિ આવે - ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:12 IST)

Widgets Magazine


નલિયા દુષ્કર્મની ઘ

rape
ટના અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટનાને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે જેમાં સંડોવાયેલી ગમે તે ચમરબંધી વ્યક્તિ હશે તો પણ તેને છોડવામાં નહીં આવે. કાયદો કાયદાનું કામ કરશે જ. આ પ્રકરણમાં અત્યાર સુધીમા ૧૦૦થી વધુ વ્યક્તિની પૂછપરછ કરી દેવામાં આવી છે અને ૨૦ જગ્યાએ છાપા પણ મારવામાં આવ્યા છે. આ ઘટનાને ભાજપના પ્રશિક્ષણ વર્ગ સાથે કોઈ સંબંધ નથી.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કેસના આરોપીઓને જેર કરવાની સૂચના આપી દીધી છે. પોલીસે પાંચ જેટલા મુખ્ય આરોપીઓને પકડી લેવાયા છે તેમને ૧૪ દિવસના રીમાન્ડ પર લેવાયા છે. પીડિતાની અરજીઆવતાની સાથે જ તુરંત પગલા લેવાનું શરુ કરાયું હતું CRPC ની કલમ ૧૬૪ હેઠળ જ્યુડિશિયલ મેજિ. ફર્સ્ટ ક્લાસ જજ દ્વારા પીડિતાનું નિવેદન લેવાયું છે જેમાં ૯ નામોનો ઉલ્લેખ છે.
સમગ્ર કાંડની નિષ્પક્ષ તપાસ તે માટે સ્પેશ્યલ સીટની રચના કરાઈ છે. જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ જ છે અનેે પીડિતાને રક્ષણ પણ અપાયું છે. પીડિતા દ્વારા જે કાર્ડ બતાવવામાં આવ્યું છે તેની અંદર પ્રવેશ કાર્ડમાં ફોટો છે જ્યારે ભાજપના અધિકૃત કાર્ડમાં ફોટો ક્યારેય રાખવામાં આવતો નથી. કાર્ડ ઉપર જિલ્લા ભાજપ પ્રમુખની સહી પણ નથી કાર્ડ પર કાર્ડ પર સ્પેશ્યલ લેડીનો હોદ્દો લખવામાં આવ્યો છે. આવો કોઈ હોદ્દો ભાજપમાં હોતો નથી. તેઓએ કહ્યું કે જિલ્લા ભાજપ દ્વારા આવા બનાવટી કાર્ડ બનાવનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને ભાજપ સાથે જોડવાનો હીન પ્રયાસ કરાઈ રહ્યા છે. કોંગ્રેસ આ ઘટનાને રાજકીય રૃપ આપી રહી છે જે નીંદનીય છે. દુષ્કર્મવાળી જગ્યાના સ્થળ પંચનામા કરવામાં આવ્યા છે. પીડિતાના નિવેદનને આધારે દુષ્કર્મમાં વપરાયેલી કાર પણ કબ્જે લેવાઈ છે. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે ઇમિગ્રેશનને પણ મેસેજ અપાયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વોટિંગ પછી આ શુ બોલ્યા અમર સિંહ કે SP માં મચી ખલબલી

સાહિબાબાદ વિધાનસભા સીટ માટે થઈ રહેલ ચૂંટણીમાં વોટ નાખવા પહોંચ્યા સમાજવાદી પાર્ટીના ...

news

રાજકોટ - બોયફ્રેન્ડ સાથે મળી પોળમાં જ રહેતી યુવતીએ કરી 6 લાખની લૂંટ

શહેરમાં થોડા દિવસ પહેલા મુળ કેશોદની છાત્રાએ દોઢસો ફુટ રીંગ રોડ પર જોલી પેલેસમાં મોચી ...

news

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, અનેક દિગ્ગજો મેદાનમાં

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજથી તબક્કાવાર શરૂઆત થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં પાંચ ...

news

બહુચરાજી મંદિરમાં ફૂલોનું નિર્માલ્ય અને વધેલા ખોરાકમાંથી ખાતર બને છે

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના ભોજનાલયમાં કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેકટ હાથ ધરવામાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine