Widgets Magazine
Widgets Magazine

પીએમ મોદીએ મહાત્મા ગાંધીને કર્યા રિપ્લેસ, બબાલ મચી

નવી દિલ્હી., શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (12:59 IST)

Widgets Magazine

  નવા વર્ષ સાથે મોદી સરકારને લઈને એક વધુ વિવાદ શરૂ થઈ ગયો છે. તાજેતરના વિવાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર નિશાના પર છે. આશ્ચર્યની વાત છે કે આ વખતે આ વિવાદ કોઈ જીવિત ગાંધી નહી પણ બાપૂ ગાંધી સાથે થયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની ખાદી ગ્રામ ડાયરી અને કેલેન્ડર પરથી મોદી સરકારે મહાત્મા ગાંધીને હટાવીને પીએમ મોદીને ચરખો ચલાવતા બતાવતી તસ્વીર લગાવી દીધી છે. 
 
મોદી સરકારના આ નિર્ણયથી ખુદ ખાદી ગ્રામ ઉદ્યોગના કર્મચારી પણ ખુશ નથી. તેમને જુદા જુદા ઢંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખાઈ ગ્રામોદ્યોગ પંચના કેલેંડર પરથી મહાત્મા ગાંધીની તસ્વીર ગાયબ થવાથી નારાજ તેમના કર્મચારીઓના એક ભાગે વિરોધ રજુ કર્યો અને જાણવા માંગ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર પ્રકાશિત કરવા દરમિયાન રાષ્ટ્રપતિની તસ્વીર કેમ ન કરવામાં આવી. સંક્ષિપ્ત પ્રદર્શનમાં કેવીઆઈસી સાથે જોડાયેલ ડઝનો શ્રમિક ઉપનગરીય વિલે પારલે પર જમા થયા અને તેમણે કહ્યુ કે તેઓ આ મુદ્દે એ માટે ઉઠાવી રહ્યા છે કારણ કે ગાંધી ખાદી આંદોલન પાછળ મહત્વપૂર્ણ માર્ગદર્શક શક્તિ રહ્યા છે. 
 
પ્રદર્શનકારીઓમાંથી એકે કહ્યુ અમે ડાયરી અને કેલેન્ડરમાં મોદીજીની તસ્વીર સામેલ કરવા વિરુદ્ધ નથી પણ ગાંધીજીની તસ્વીર ન જોઈને અમે દુખી છીએ. અમે ફક્ત એ જાણવા માંગીએ છીએ કે કેમ ગાંધીજીને અહી સ્થાન નથી આપવામાં આવ્યુ. શુ ગાંધીજી ખાદી ઉદ્યોગ માટે હવે પ્રાસંગિક નથી રહ્યા. પ્રદર્શનકારીઓએ ગાંધીજીની તસ્વીરો સાથે ફરીથી કેલેન્ડર પ્રકાશિત કરવાની માંગ કરી. આયોગના એક વરિષ્ઠ અધિકારીએ જોકે આ મુદ્દાને મહત્વ નથી આપ્યુ. 
 
મહાત્મા ગાંધીના પરપૌત્રએ આ મામલાને લઈને પોતાનો વિરોધ નોંધાવતા નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે પીએમ મોદીને KYIC ને બંધ કરી દેવી જોઈએ. કારણ કે આમ પણ ખાદીના વિકાસ માટે કોઈ કાર્ય નથી કરવામાં આવી રહ્યુ. બાપૂની ખાદીથી ખાદી એકદમ જુદી છે અને ગરીબોની પહોંચથી દૂર પણ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પીએમ મોદી મહાત્મા ગાંધી રિપ્લેસ બબાલ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સપા દંગલ - સૌની નજર હવે ચૂંટણી પંચના આજ આવનારા નિર્ણય પર

મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર તેમજ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે ચાલી રહેલ વિવાદને ...

news

2 ઈંચનું અનોખું CPU બનાવનાર યુવાને સરકાર સાથે કર્યાં 13 કરોડના MoU

વાઈબ્રન્ટ ગુજરાતમાં યુવાનોની એક ટીમે સરકાર સથે 13 કરોડના MoU કર્યા છે. આ યુવાનોની ટીમે બે ...

news

રાજકોટમાં બુલેટટ્રેનનું કન્ટેનર યાર્ડ બનશે, વાઈબ્રન્ટમાં 67,000 Crના MoU થયાં

વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ...

news

રાજકોટમાં ડબલ એન્કાઉન્ટર: PI - PSI સહિત 5 પોલીસ કર્મીની ધરપકડ

રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine