ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (10:44 IST)

જાપાનના PMના સ્વાગતમાં જુઓ અમદાવાદની રોનક - સીધા ગુજરાત પહોંચશે મોદીના મિત્ર આબે, કરશે રોડ શો, જાણો સમગ્ર કાર્યક્રમ

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે બુધવારે બપોર સુધી ભારત પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે શિંજો આબેનુ સ્વાગત કરશે.  જ્યાર પછી બને દેશના નેતા રોડ શો કરશે.  આબે પોતાના આ મુલાકાતમાં પીએમ મોદી સાથે મળીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પાયો મુકશે. બંને નેતા બુધવારે જાણીતા સ્મારક સીદી સૈયદ મસ્જિદ પણ જશે. 
જાણો 13 સપ્ટેમ્બરનો પૂર્ણ શેડ્યૂલ 
 
3.30 PM - શિંજો આબે પોતાની પત્ની સાથે અમદાવાદ એયરપોર્ટ પહોંચશે 
 
3.45 PM - પીએમ મોદી આબેનો સ્વાગત કરશો. બંને નેતા એયરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. 
4:30 PM - બંને નેતા સાબરમતી આશ્રમ પહોંચશે 
 
5.00 PM - પીએમ મોદી, શિંજો આબે હોટલ હયાત પહોંચશે 
 
6:00 PM - હોટલથી સીદી સૈયદ મસ્જિદ માટે રવાના 
 
6.30 PM - ગુજરાતી ટ્રેડિશાનલ રેસ્ટોરેંટ 
7.45 PM - હોટલમાં ડિનર 
 
9.00 PM - હયાત હોટલ માટે રવાના 
 
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ અનાવરણ 
 
- 14 સપ્ટેમ્બરના બંને નેતા સૌ પહેલા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનુ અનાવરણ કરશે. આ ભારતનો  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. 
 
- ત્યારબાદ બંને નેતા ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ભારત-જાપાઅન એનુઅલ સમિટમાં ભાગ લેશે. અહી તેઓ  ભારત અને જાપાનની ઈંડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. 
8 કિમી લાંબો રોડ શો 
ગુજરાતમાં પીએમ મોદી અને શિંજો આબે 12મા ભારત-જાપાન વાર્ષિક સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી સાથે તેમનો લાંબો કાર્યક્રમ છે.