ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (14:49 IST)

સાર્વજનિક થશે ગાંધીની હત્યા પર ગોડસેનું નિવેદન, CICએ આપ્યા આદેશ

કેન્દ્રીય સૂચના આયોગે આદેશ આપ્યો કે મહાત્મા ગાંધીની હત્યા સાથે જોડાયેલ નાથૂરામ ગોડસેનુ નિવેદન સહિત અન્ય સંબંધિત રેકોર્ડ તરત રાષ્ટ્રીય અભિલેખાગારની વેબસાઈટ પર સાર્વજનિક કરવામાં આવે.  સૂચના આયુક્ત શ્રીઘર આર્ચાર્યુલુએ કહ્યુ, કોઈ નાથૂરામ ગોડસે અને તેના સહ આરોપીથી ઈત્તેફાક ભલે ન રાખે પણ અમે તેના વિચારોનો ખુલાસો કરવાથી ઈનકાર નથી કરી શકતા. 
 
તેમને પોતાના આદેશમાં કહ્યુ, ના નાથૂરામ ગોડસે અને ન તો તેમના સિદ્ધાંતો અને વિચારોને માનનારા વ્યક્તિ કોઈના સિદ્ધાંતથી અસહમત થવાની સ્થિતિમાં તેની હત્યા કરવાની હદ સુધી જઈ શકે છે. દક્ષિણપંથી કાર્યકર્તા ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. 
 
અરજી દાખલ કરનારા આશુતોષ બાદલે દિલ્હી પોલીસથી આ હત્યાકાંડનો આરોપપત્ર અને ગોડસેના નિવેદન સહિત અન્ય માહિતી માંગી છે. દિલ્હી પોલીસે તેમના આવેદનને રાષ્ટ્રીય અભિલેખાગાર, ભારતની પાસે મોકલતા કહ્યુ છે કે રેકોર્ડ તેમને સોંપી દેવામાં આવ્ય છે. રાષ્ટ્રીય અભિલેખાગારે બંસલને કહ્યુ કે તે રેકોર્ડ જોઈને ખુદ સૂચનાઓ પ્રાપ્ત કરી લો.  સૂચના મેળવવામાં સફળ રહ્યા પછી  બંસલ કેન્દ્રીય સૂચના આયોગ પહોંચ્યા છે. 
 
આચાર્યુલુએ રાષ્ટ્રીય અભિલેખાગારના કેન્દ્રીય જન સૂચના આયુક્તને નિર્દેશ આપ્યો છે કે તે ફોટો પ્રતિ માટે ત્રણ રૂપિયા પ્રતિ પુષ્ઠ ફી ન લે. જો કે દિલ્હી પોલીસ અને રાષ્ટ્રીય અભિલેખાગારે સૂચના સાર્વજનિક કરવામાં કોઈ આપત્તિ નથી બતાવી. આચાર્યુલુએ કહ્યુ કે માંગવામાં આવેલ સૂચના માટે છૂટની જરૂર નથી. તેમણે કહ્યુ કે જો કે સૂચના 20 વર્ષથી વધુ જૂની છે.   આવી સ્થિતિમાં જો એ આરટીઆઈ કાયદાની જોગવાઈ 8(1)એ ના હેઠળ ન આવે તો તેને ગોપનીય નથી રાખી શકાતુ.