NDA ઉમેદવાર હરિવંશસિંહ બન્યા ઉપસભાપતિ, મોદીએ પ્રશંસા કરતા કહ્યુ હવે સૌની પર કાયમ રહે હરિકૃપા

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (13:04 IST)

Widgets Magazine
vice president election

રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે મતદાન થયું. એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહે આ ચૂંટણીમાં મોટી જીત પ્રાપ્ત કરી છે. હરિવંશ સિંહ જેડીયુમાંથી રજ્યસભાના સાંસદ છે. તેમણે વિપક્ષની તરફથી કૉંગ્રેસના બીકે હરિપ્રસાદને માત આપી. હરિવંશના પક્ષમાં કુલ 125 મત પડ્યા તો બીકે હરિપ્રસાદના હકમાં કુલ 105 વોટ પડ્યા. વોટિંગમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો. જ્યારે બે સભ્યો વોટિંગમાં ગેરહાજર રહ્યાં
 
આ રીતે એનડીએએ યૂપીએના ઉમેદવારને 20 મતથી હરાવ્યા છે. રાજ્યસભામાં હાલમાં 244 સાંસદ છે, પરંતુ 230 સાંસદોએ જ વોટિંગમાં ભાગ લીધો હતો. એનડીએના ઉમેદવારને બહુમતના આંકડા 115થી 10 વોટ વધારે મળ્યા.
 
મોદીએ આપી શુભેચ્છા 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિવંશને રાજ્યસભાના ડિપ્ટી ચેયરમેન તરીકે પસંદગી થવા બદલ શુભેચ્છા અપી છે. ચૂંટણી પછી મોદી પોતે હરિવંશને મળવા તેમની સીટ સુધી ગયા. તેમણે મજાકમાં કહ્યુ કે હવે અબ્ધુ સદનમાં હરિને ભરોસે છે. મોદીએ તેમના વખાણમાં કહ્યુ કે હરિવંશજી કલમના ધનવાન છે. હરિવંશજી ચંદ્રશેખર જીના લાડલા હતા. જે ભૂમિ પરથી તેઓ આવ્યા છે આઝાદીની લડાઈમાં તેની મોટી ભૂમિકા રહી. ઓગસ્ટની ક્રાંતિમાં બલિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મોદીએ કહ્યુ કે હરિવંશે પત્રકારિતાને જન આંદોલનની જેમ લીધુ. 
 
 
જાણો હરિવંશરાય વિશે.. 
 
ભાજપના નેતૃત્વવાળી NDAએ જેડીયુના હરિવંશ નારાણય સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. તે બિહારથી સાંસદ છે અને પૂર્વ પત્રકાર છે. જેડીયુના ઉમેદવારને નોમિનેટ કરી ભાજપ પોતાના સહયોગી દળોની નારાજગીને દૂર કરવાની કોશિષ કરી તેની ફરિયાદ રહે છે કે તેમને અલગ છોડી દેવામાં આવ્યા છે. રાજ્યસભામાં હાલનો આંકડો 244નો છે. પરંતુ ગૃહમાં 2 સભ્યો ગેરહાજર હતા.આ ચૂંટણીમાં જીતથી બાજપને બેવડો ફાયદો થવા જઇ રહ્યો છે કારણ કે ચેરમેન વેંકૈયા નાયડુની સાથે જ ડેપ્યુટી ચેરમેન પણ તેની પસંદના થઇ ગયા છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના OBC પંચને વિખેરી નાંખવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

સરદાર પટેલ ગુ્રપના એક આગેવાને ગુજરાતના ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસ) પંચની રચનાની કાયદેસરતાને ...

news

અમદાવાદ-બોટાદ ટ્રેન માટે લોકોએ વધુ રાહ જોવી પડશે

બોટાદ અમદાવાદ બ્રોડગેજ કન્વર્ઝન યોજના પૂરી થવા આડે શંકા સેવાઇ રહી છે. વર્ષ ર૦૧૮ સુધીમાં ...

news

રિક્ષાચાલકોને સાથે રાખી ટ્રાફિક પોલીસ પિકઅપ પોઈન્ટ નક્કી કરશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસ હવે ‌રિક્ષાચાલકોના આડેધડ ...

news

દર્શક સિનેમા હૉલમાં શા માટે નથી લઈ જઈ શકતા ખાવા-પીવાનો સામાન દિલ્હી હાઈકોર્ટએ સરકારથી પૂછ્યું

દેશની અદાલતએ ઘણી વાર આ ફેસલો સંભળાવ્યું છે કે સિનેમા હૉલની દર્શકો તેમની સાથે ખાવાપીવાની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine