શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હીઃ , ગુરુવાર, 25 મે 2017 (07:54 IST)

ભારતીય પોસ્ટ ઉડાવવાનો દાવો કરનારા PAKવીડિયો Fake - Indian Army

નૌશેરા સેક્ટરમાં ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઇ ગયું છે. બુધવારે સવારે સિયાચીન પાસે સ્કર્દૂમાં  પાકિસ્તાની એરફોર્સના વિમાને ઉડાણ ભરી હોવાનો પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો. સ્કર્દૂ પાકિસ્તાનનો સરહદી વિસ્તાર છે. પાકિસ્તાની એરફોર્સના અધ્યક્ષ સોહેલ આમેને બુધવારે સ્કર્દૂની મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીતમાં એ ધમકી આપી છે કે ભારત જો પાકિસ્તાન પર કોઇ કાર્યવાહી કરે છે તો આપણા જવાબને ભારતની અનેક પેઢીઓ યાદ રાખશે.
 
પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે,  પાકિસ્તાની વાયુસેનાના ચીફ સોહેલ અમને સિયાચીન નજીકના ફોરવર્ડ એરબેઝની મુલાકાત લીધી. અને વાયુસેનાના અભ્યાસમાં ભાગ લીધો. અમને ભારતને ધમકી આપતા એવુ પણ કહ્યું કે પાકિસ્તાન ભારતની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું પાકિસ્તાન એવો જવાબ આપશે કે ભારતની આવનારી પેઢીઓ યાદ રાખશે. મળતી માહિતી મુજબ પાક એર ચીફે જ્યારે તેમના ફોરવર્ડ એરબેઝની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે પાક વાયુસેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ હતાં. સિયાચિન પાસે કરવામાં આવેલા આ યુદ્ધઅભ્યાસ દરમિયાન અમને પોતે પણ એક મિરાજ જેટ ઉડાવ્યું.
અત્રે જણાવવાનું કે મંગળવારે એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સેનાએ નૌશેરા અને નૌગામ સેક્ટરમાં પાકિસ્તાનની કેટલીક ચોકીઓ અને બંકરો તબાહ કર્યાં હતાં. ભારતીય સેના દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન પાકિસ્તાન તરફથી થનારા યુદ્ધવિરામના ભંગ અને ઘૂસણખોરીના જવાબમાં કરવામાં આવ્યું હતું . સેનાએ આ ઓપરેશનમાં રોકેટ લોન્ચર, એન્ટી ટેન્ક મિસાઈલ અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.