Widgets Magazine

પાકિસ્તાની બાળક બન્યો ભારતનો સૌથી નાનો બોન મૈરો ડોનર

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (12:52 IST)

Widgets Magazine
doctors day

પાકિસ્તાનનો 8 મહિનાનો બાળક રયાન પોતાનાથી 2 વર્ષ 4 મહિનાની મોટી બહેન જીનિયાને બોન મૈરો દાન કરીને ભારતનો સૌથી ઓછી વયનો ડોનર બની ગયો છે.  જીન્યા એક દુર્લભ બીમારી હીમોફૈગોસિટિક લિમ્ફોહિસ્ટિઓસાઈટોસિસ(એચએલએચ)થી પીડિત હતી. જેમા તેની બોન મૈરો કંઈક એવી અસામાન્ય કોશિકાઓનુ નિર્માણ કરી રહી હતી જે તેની સામાન્ય મૈરો કોશિકાઓને નષ્ટ કરી રહી હતી. આ બીમારીનો ઈલાજ ફક્ત બોન મૈરો ટ્રાંસપ્લાંટના દ્વારા જ કરી શકાતો હતો. 
 
જીનિયાના પિતા જિયા અલ્લાએ જણાવ્યુ, પાકિસ્તાનમાં એવુ માનવામાં આવે છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. અમે બધી આશાઓ છોડી દીધી હતી પણ પછી અમને જાણ થઈ કે આ બીમારીની સફળતાપૂર્વક સારવાર થઈ રહી છે. જીનિયાની સારવાર કરનારા નારાયણા હેલ્થ સિટીના સીનિયર ડૉક્ટર સુનીલ ભાટે જણાવ્યુ, 'બોન મેરો ટ્રાંસપ્લાંટના બે મહિના પછી બંને બાળકો સ્વસ્થ છે અને થોડા જ દિવસમાં પાકિસ્તાનના સાહીવાલ સ્થિત ઘરે પરત ફરી શકે છે. 
 
જીનિયાને ખરાબ સ્થિતિમાં ભારત લાવવામાં આવી હતી. ડોક્ટરો મુજબ ફક્ત તેનો નાનો ભાઈ રયાન સાથે જ જીનિયાના બોન મૈરો મેચ કરી રહ્યા હતા. આ એક ખૂબ જોખમભર્યુ ઓપરેશન હતુ કારણ કે ફક્ત આઠ મહિનના રયાનને પણ જીવનુ જોખમ હતુ. ડોક્ટર ભાટે જણાવ્યુ આ અનોખા ટ્રાંસપ્લાંટ પછી રયાન ભારતનો સૌથી ઓછી વયનો બની ચુક્યો છે.  બીજી બાજુ બાળકોના પિતા જિયા અલ્લાહે જણાવ્યુ કે હવે તેઓ લોકોને આ બીમારી પ્રત્યે જાગૃત કરવા માટે ફેસબુક પેજ બનાવશે.  સાથે જ પાકિસ્તાનમાં પણ આ બીમારીની સારવાર માટે જાગૃતતા ફેલાવશે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બ્લેકમની પર સરકારનો મોટો નિર્ણય, 31 માર્ચ સુધી વ્હાઈટ કરવાની અંતિમ તક

નોટબંધી પછી મોદી સરકારે કાળાનાણા રાખનારાઓને એક તક વધુ આપી છે. રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ ...

news

પેટ્રોલ ડિઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર

તેલ વિતરણ કંપનીઓએ આજે અડધી રાતથી પેટ્રોલની કિમંતમાં 2.21 રૂપિયા અને ડીઝલના ભાવમા% 1.79 ...

news

જરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ : દારૃબંધીનો કાયદો કડક,કાયદાનો ભંગ કરનારાને એકથી ત્રણ વર્ષની સજા : 20થી 50 હજાર સુધીનો દંડ

ગુજરાતનાં યુવાનો-યુવતીઓને નશાખોરીમાં ધકેલાતી બચાવવા માટે આખરે રાજ્ય સરકાર જાગી છે. ...

news

વસુંધરાની "અન્નપૂર્ણા રસોઈ" શરૂ : માત્ર 5 રૂપિયામાં મળશે સ્વાદિષ્ટ ભોજન

રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજી ગુરૂવારે રાજધાની જયપુરમાં 8 રૂપિયામાં ભોજન અને 5 ...