મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: વારાણસી. , ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (15:59 IST)

સારુ થયુ રાહુલ ગાંધી બોલ્યા, ન બોલતા તો ભૂકંપ આવી જતો - મોદી

નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ પર વ્યંગ્ય કર્યો. રાહુલ ગાંધીના ભૂકંપ અને પર્સનલ કરપ્શનના પુરાવા પર કહ્યુ, મને ખુશી છેકે તેઓ બોલવાનુ શીખી રહ્યા છે. તેમને બોલવુ શરૂ કર્યુ તો જાણ થઈ કે ભૂકંપની શક્યતા ખતમ થઈ ગઈ છે.  2009માં જાણ નહોતી થઈ કે આ પેકેટમાં શુ છે. હવે જાણ થઈ રહી છે.  બીજી બાજુ નોટબંધીની ત્રાસદી બતાવે છે કે મનમોહન સિંહના નિવેદન અને ગામમાં કેશલેશ ટ્રાંજેક્શનસ પર ઉઠાવેલ પી. ચિદંબરમના સવાલોનો પણ તેમણે જવાબ આપ્યો.  મોદીએ વિપક્ષના વિરોધની તુલના આતંકવાદીઓને આપનારા  પાકિસ્તાનના કવર ફાયર દ્વારા કરી. 
 
જાણો મોદીના ભાષણની મુખ્ય વાતો 
 
1. રાહુલ ન બોલતા તો ભૂકંપ આવતો 
 
- મોદી ગુરૂવારે કાશીના પ્રવાસ પર પહોંચ્યા. બીએચયૂમાં સંસ્કૃતિ મહોત્સવમાં તેમણે કહ્યુ - મને ખુશી છે કે તે બોલવાનુ શીખી રહ્યા છે. જ્યારથી તેમણે બોલવાનુ શીખ્યુ છે. બોલવુ શરૂ કર્યુ છે મારી ખુશીનો પાર નથી રહ્યો. 2009માં જાણ જ ન થતી કે આ પેકેટની અંદર શુ છે ?  હવે જાણ થઈ રહી છે કે શુ છે. 
 
- મોદીએ કહ્યુ - સારુ થયુ કે તેઓ કશુ તો બોલ્યા. ન બોલતા તો મોટો ભૂકંપ આવી જતો. આટલો મોટો ભૂકંપ કે દેશ 10 વર્ષ સુધી તેમાંથી બહાર ન આવી શકતો. બોલવા લાગ્યા તો ભૂકંપની શક્યતા પણ ખતમ થઈ ગઈ. 
 
- તેઓ કહે છે કે જે દેશમાં 60% લોકો અભણ છે ત્યા મોદી ઓનલાઈ બેંકિંગની વાત કેવી રીતે કરી શકે છે ? મને બતાવો, કોઈ ભણેલુ હતુ તો મે કોઈ જાદૂ ટોણો કર્યો કે તેઓ અભણ થઈ ગયા ? આ 60 ટકા અભણ હતા આ કોણુ રિપોર્ટ કાર્ડ તમે આપ્યુ ? જરા બતાવો તો ?  તે શુ કરી રહ્યા છે એ તેમને પણ ખબર નથી. કોઈનુ કાળુધન ખુલી રહ્યુ છે તો કોઈનુ કાળુ મન. 
 
રાહુલે શુ કહ્યુ હતુ   ?
 
- 9 ડિસેમ્બર - સંસદ ચોકમાં રાહુલે કહ્યુ હતુ નોટબંધી હિન્દુસ્તાનના ઈતિહાસનો સૌથી મોટો સ્કૈમ છે. મને બોલવા નથી દેવાતો. બોલીશ તો જોજો કેવો ભૂકંપ આવી જાય છે. 
-14 ડિસેમ્બર - રાહુલે ફરી સંસદ ચોકમાં કહ્યુ, મારી પાસે મોદીજીના પર્સનલ કરપ્શનની ઈંફોર્મેશન છે. પણ અમને સંસદમાં બોલવા નથી દેવાતા. 
- 21 ડિસેમ્બર - રાહુલે ગુજરાતના મેહસાણાની રેલીમાં કહ્યુ, સહારા કંપની પર રેડ પડી હતી. ત્યાથી મળેલી ડાયરીમાં લખ્યુ હતુ કે 6 મહિનામાં મોદીને 9 વાર પૈસા આપવામાં આવ્યા. અઢી વર્ષ દરમિયાન તેની તપાસ કેમ ન થઈ ? 
 
 
2. મનમોહન મારુ રિપોર્ટ કાર્ડ આપી રહ્યા છે કે તેમનુ ? 
 
- મોદીએ કહ્યુ મનમોહન સિંહ 1971-72 થી લગભગ હંમેશા દેશની અર્થવ્યવસ્થાની કોર ટીમમાં રહી ચુક્યા છે. તેમણે કહ્યુ કે જે દેશમાં 50 ટકા લોકો ગરીબ હોય ત્યા આ પ્રકારની ટેકનોલોજી કેવી રીતે આવી શકે છે ? હવે તમે મને બતાવો કે આ પોતાનુ રિપોર્ટ કાર્ડ આપી રહ્યા છે કે મારુ. આ 50 ટકા ગરીબી કોણી વિરાસત ભોગવી રહી છે  ? 
 
મનમોહને શુ કહ્યુ હતુ  ?
 
- 24 નવેમ્બર મનમોહન સિંહે રાજ્યસભામાં કહ્યુ હતુ, "લોકોની બચતને બ્લેકમનીના રૂપમાં કલંકિત કરવી અને સેકડો લાખો ગરીબ લોકોના જીવનને પરેશાનીમાં નાખવુ એક મોટી ત્રાસદી છે."