Widgets Magazine
Widgets Magazine

PM મોદી આર્થિક સંબંધો સુધારવા આજથી 4 દેશની મુલાકાતે

સોમવાર, 29 મે 2017 (11:48 IST)

Widgets Magazine

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સના પ્રવાસ પર રવાના થશે. પ્રવાસનો ઉદ્દેશ આ દેશો સાથે આર્થિક સંબંધો વધારવાનો છે જેથી વધુમાં વધુ રોકાણ મેળવી શકાય. મોદી પોતાના છ દિવસની પ્રવાસના પ્રથમ તબક્કામાં જર્મની જશે જ્યાં તે ભારત-જર્મની અંતર-સરકારી વિમર્શ (આઈજીસી) અંતર્ગત ચાન્સલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરશે. દે જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેક વોલ્ટર સ્ટીનમીયર સાથે પણ મુલાકાત કરશે.
 
મોદી આજે અને કાલે જર્મનીમાં રહેશે ત્યાંથી તેઓ સ્પેન જશે અને તા. 1 અને 2 જુનના રોજ રૂસમાં રહેશે. 2જી રાત્રીએ ફ્રાન્સ પહોંચશે. ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ મેક્રોના મોદી પહેલા મહેમાન બનશે. આ મુલાકાત બાદ મોદી કઝાકિસ્તાનમાં સાંઘાઇ સહયોગ સંગઠનની મીટીંગમાં પણ સામેલ થશે ત્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગને પણ મળશે.
 
30 મેની સાંજ સુધી મોદી સ્પેન પહોંચી જશે. અહીં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે મુલાકાત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને એનર્જી સેક્ટર વિશે પણ સ્પેનમાં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે વાત થઈ શકે છે. સ્પેનમાં મોદી કિંમગ ફેલિફ સાથે પણ મુલાકાત કરશે. તે સિવાય દેશમાં વિદેશી રોકાણ લાવવા માટે બિઝનેસ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

J&K -પત્થરબાજો પર પહેલીવા ગુસ્સામાં જોવા મળ્યા આર્મી ચીફ - હથિયાર ઉઠાવે જેથી હુ તે કરુ જે કરવા માંગુ છુ

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર અને બોર્ડર પર સતત તનાવની સ્થિતિ રહી છે. ઘાટીમાં પત્થરબાજોનુ ...

news

ધોરણ 10નું પરિણામ જાહેર, પરિણામ જોવા ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની ...

news

અલ્પેશ ઠાકોર રાજકારણમાં સક્રીય, રાજનીતિને શુદ્ધિકરણ કરવા વિજય સંકલ્પ યાત્રા શરુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજકારણમાં સક્રીય થયો ...

news

મુસાફરી દરમિયાન મહિલાઓએ બનાવ્યું 14.09 કિમી લાંબું મફલર

દેશની 500 ઉપરાંત મહિલાઓના જૂથ મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા 14.09 કિમી લાંબા મફલરનો ...