ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (14:34 IST)

દુનિયાના 10 સૌથી તાકતવર લોકોમાં પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ફરી ટૉપ પર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાના 10 સૌથી તાકતવર લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે. વિશ્વની પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્બ્સએ બુધવારે વર્લ્ડ્સ મોસ્ટ પાવરફુલ પીપલ નામથી દુનિયાના 74 સૌથી તાકતવર લોકોની યાદી રજુ કરી છે. જેમા પ્રધાનમંત્રી મોદીને નવમા સ્થાન પર મુક્યા છે. 
 
સવા કરોડની વસ્તીવાળા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે મોદી 
 
ફોર્બ્સ મેગેઝીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે લખ્યુ છે કે ભારતના પ્રધાનમંત્રી લગભગ સવા અરબની વસ્તીવાળા દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમા લખવામાં આવ્યુ છે કે બરાક ઓબામા અને શી જિનપિંગ સાથે સત્તાવાર મુલાકાત કરી તાજેતરના સમયે મોદીએ પોતાની પ્રોફાઈલ એક ગ્લોબરલ લીડરના રૂપમાં બનાવી છે. તે જળવાયુ પરિવર્તનનો નિપટારો કરવા માટે ચાલી રહેલ આંતરરાષ્ટીય પ્રયત્નોમાં પણ  મુખ્ય વ્યક્તિ બનીને ઉભર્યા છે. મેગેઝીને નોટબંધીની પણ ચર્ચા કરતા કહ્યુ કે પીએમ મોદીએ મની લૉંંડ્રિંગ અને ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે અચાનક આ પગલુ ઉઠાવ્યુ. 
 
રૂસિ રાષ્ટ્રપતિ પુતિન સતત ચોથા વર્ષે ટોપ પર 
 
ફોર્બ્સની આ લિસ્ટમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સતત ચોથા વર્ષે ટોપ પર છે. બીજી બાજુ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને યાદીમાં બીજા સ્થાન પર મુકવામાં આવ્યા છે. આ લિસ્ટમાં જર્મન ચાંસલર એંજેલા મર્કેલ ત્રીજા સ્થાન પર, ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ ચોથા સ્થાન પર, જ્યારે કે પોપ ફ્રાંસિસ પાંચમા નંબર પર છે. 
 
આ ઉપરાંત રિલાયંસ ઈંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી 38માં સ્થાન પર છે. તો માઈક્રોસોફ્ટના ભારતવંશી સીઈઓ સત્યા નડેલાને યાદીમાં 51મુ સ્થાન મળ્યુ છે. બીજી બાજુ ગયા વર્ષે આ યાદીમાં બીજા નંબર પર રહેનારા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આ વખતે યાદીમાં 48માં સ્થાન પર મુકવામાં આવ્યા છે. 
 
ફોર્બ્સની યાદીમાં આ છે દસ તાકતવર લોકો 
 
1. વ્લાદિમીર પુતિન (રૂસના રાષ્ટ્રપતિ) 
2. ડોનાલ્ડ ટ્રંપ (અમેરિકાના નવાચૂંટાયેલા રાષ્ટ્રપતિ) 
3. એંગેલા મર્કેલ (જર્મની ચાંસલર)
4. શી જિનપિંગ (ચીનના રાષ્ટ્રપતિ) 
5. પોપ ફ્રાંસિસ (વેટિકનના પોપ) 
6. જેનેટ યેલન (યૂએસ ફેડની પ્રમુખ)
7. બિલ ગેટ્સ (માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક) 
8. લૈરી પેજ (ગૂગલના સહ સંસ્થાપક)
9. નરેન્દ્ર મોદી (ભારતના પીએમ) 
10. માર્ક જકરબર્ગ (ફેસબુકના સીઈઓ) 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષના ટાઈમ પર્સન ઓફ ધ ઈયરના રીડર્સ પોલમાં ટોપ પર રહ્યા હતા. જો કે અમેરિકાની ટાઈમ મેગેઝીનના પર્સન ઓફ ધ ઈયરના રૂપમાં અમેરિકાના નવાચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પસંદ કરવામાં આવ્યા હતા.