Exclusive - જાણો કોણ છે PNB કૌંભાંડના આરોપી અરબપતિ વેપારી નીરવ મોદી

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (10:31 IST)

Widgets Magazine
nirav modi

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી 48 વર્ષીય નીરવ મોદી દુનિયાની ડાયમંડ કેપિટલ કહેવાતા બેલ્જિયમના એંટવર્પ શહેરના જાણીતા ડાયમંડ બ્રોકર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 
 
ત્રીજી પેઢીના આ વેપારી ક્યારેય બનવા માંગતા નહોતા. તેમની ઈચ્છા હતી સંગીતમાં નામ કમાવવાની. કારણ કે તેમને લાગતુ હતુ કે તેના દ્વારા લોકોની અંદર બદલાવ લાવી શકાય છે.  પણ એક મિત્રના કહેવાથી તેમણે પ્રથમ જ્વેલરી ડિઝાઈન કરી અને તેની ખુશી જોઈને તેમણે આ જ કામને આગળ વધારવાની પ્રેરણા મળી. 
એ મિત્રના કહેવા પર તેમણે જે પ્રથમ ઈયરિંગ્સ ડિઝાઈન કરી હતી તેમા જડેલા હીરાની શોધમાં તેઓ અનેક શહેરોમાં ભટક્યા અને તેમની આ શોધ મોસ્કોમાં પુર્ણ થઈ. એ ડાયમંડને જોઈને તેમના મિત્ર ખૂબ જ ખુશ થઈ ગયા. બસ અહીથી જ તેમના ડિઝાઈનર બનવાની સ્ટોરી શરૂ થઈ. આજે તેઓ એકમાત્ર ભારતીય જ્વેલરી બ્રાંડના માલિક છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચિત છે. 
 
તેમના ડિઝાઈન કરવામાં આવેલા ઘરેણા હોલીવુડની હસ્તિયોથી લઈને દેશી ધનકુબેરોની પત્નીઓના શરીરની શોભા વધારે છે. તેમના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ગોલકોંડા 2010માં થયેલ લીલામીમાં 16.29 કરોડમાં વેચાયા હતા. જ્યારે કે 2014માં એક નેકલેસ 50 કરોડ રૂપિયામાં લીલામ થયો હતો. 
અમેરિકાના જાણીતા વાર્ટન સ્કુલનો અભ્યાસ વચ્ચે છોડનારા નીરવ મોદીના નામથી તેમની જ્વેલરી બ્રાંડ એટલી ફેમસ છે કે તેમના દમ પર તેઓ ફોર્બ્સની ભારતીય ધનકુબેરોની 2017ની યાદીમાં 84મું સ્થાન ધરાવે છે. તેમની મિલકત 1.73 અરબ ડોલર એટલેકે લગભગ 110 અરબ રૂપિયા છે અને તેમની કંપનીનુ રાજસ્વ 2.3 અરબ ડોલર એટલે કે લગભગ 149 અરબ રૂપિયા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નીરવ મોદી અરબપતિ વેપારી જ્વેલરી ડિઝાઈનર ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ Pnb કૌંભાંડ Nirav Modi Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News Know Everything About Nirav Modi #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગિફટ સિટી ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ ...

news

જખૌ પાસેથી 7 પાકિસ્તાની ઘૂસણખોરો બોટ સાથે કોસ્ટગાર્ડના હાથે ઝડપાયાં

કચ્છનાં અખાતમાં જખૌ પાસેથી મંગળવારે ઈન્ડિયન કોસ્ટગાર્ડની ‘મીરાંબાઈ’ નામની ઈન્ટરસેપ્ટર ...

news

ગુજરાતમાં સ્ત્રીઓ પર ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો

જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ ...

news

જાણો કેમ AIIMS મેળવવાની સ્પર્ધામાં રાજકોટ કરતા વડોદરા આગળ નીકળ્યુ?

મેડિકલ ક્ષેત્રે દેશની સર્વોચ્ચ સંસ્થા એઇમ્સ(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ)ની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine