શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 જૂન 2017 (12:08 IST)

શું શંકરસિંહ હાઈકમાન્ડને મળ્યા પછી પણ શક્તિપ્રદર્શન કરશે ?

ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા જોરદાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે ત્યારે કોંગ્રેસમાં હજુય જૂથવાદ શમ્યો નથી. શંકરસિંહે હવે ખુલ્લેઆમ પ્રદેશ કોગ્રેસ પ્રમુખ સામે તલવાર ખેંચી છે . પ્રદેશ પ્રભારીના મનામણા છતાંયે બાપુએ ૨૪મીએ ગાંધીનગરમાં સમર્થકોનું સંમેલન યોજ્યુ છે. સૂત્રોના મતે ગુરૃવારે શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં એહમદ પટેલ સહિત સોનિયા ગાંધીને મળીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની કામ કરવાની   નિતી સામે ફરિયાદો કરી હતી.

ગુજરાતમાં કોંગ્રેસની સંગઠનાત્મક સ્થિતી શું છે તે અંગેની વાસ્તવિકતા વિશે વાત કરી હતી. બાપુએ જો ભરતસિંહને હટાવાય તો વિપક્ષપદ છોડવા પણ તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત પાટીદાર કે ઓબીસીને આ પદ સોંપવા જણાવ્યું છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં જવાની ના પાડી ચૂક્યા છે ત્યારે તેઓ ભરતસિંહ સામે ખુલ્લી બગાવત કરવાના મૂડમાં છે એટલે શંકરસિંહ વાઘેલાના કટ્ટર સમર્થકો હવે કોંગ્રેસ પક્ષની બાપુની અવગણનાને લઇને આરપારની લડાઇ લડવા આતુર છે.  સમર્થકોના મત બાદ બાપુ શું નિર્ણય લે છે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. હાલ શંકરસિંહની ભરતસિંહ સામેની લડાઇમાં ઘણાં કોંગ્રેસી એમએલએ પણ જોડાયા છે. તેમણે પણ પ્રદેશ પ્રમુખની કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરી છે. આમ, અત્યારે તો ૨૪મીએ સમર્થકોના મત બાદ શંકરસિંહ વાઘેલા શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે.  ગેહલોતે ભરતસિંહને કાર્યશૈલી સુધારવા સલાહ આપી કોંગ્રેસમાં જૂથવાદ વકરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે ગુજરાતમાં ધામા નાખ્યાં છે. ખુદ પ્રદેશ પ્રભારીએ જ પ્રદેશ પ્રમુખને સાથે રાખીને વિધાનસભા મત વિસ્તારોને પ્રવાસ શરૃ કર્યો છે જેથી કોંગ્રેસના સંગઠનની વાસ્તવિકતાનો અંદાજ આવી શકે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની કાર્યશૈલી સામે ધારાસભ્યોથી માંડીને આગેવાનો,કાર્યકરો નારાજ છે જેના પગલે પ્રદેશ પ્રભારી ગેહલોતે ભરતસિંહ સોલંકીને પોતાની કાર્યશૈલી સુધારવા સલાહ આપી છે . પ્રદેશ પ્રભારીએ શંકરસિંહના ટેકેદારો સાથે બેઠક કરી આજે સરકીટ હાઉસમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે શંકરસિંહ વાઘેલાના કેટલાંક સમર્થકો સાથે બેઠક કરી હતી. પ્રદેશ પ્રભારીને બાપુનું ૨૪મીએ ગાંધીનગરમાં સમેલન ન યોજાય તે માટે પ્રયાસો કર્યા હતાં. સાંસદ દિનશા પટેલ સાથેપણ પ્રભારીએ બેઠક કરી હતી. આમ દિવસભર પ્રભારીએ ધારાસભ્યો સાથે બેઠકોનો દોર જમાવ્યો હતો.