શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (12:54 IST)

જો તમે સાચે જ બાલા સાહેબના પુત્ર છો તો.... જાણો કોણે આપ્યો ઉદ્ધવને આ પડકાર

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) નિકટ આવતા જ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે નિવેદનબાજી તેજ થવા માંડી છે. થોડા દિવસ પહેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહ  (Amit Shah)  એ કહ્યુ હતુ કે સમય રહેતા જો તેમના સહયોગી તેમની સાથે ગઠબંધન નહી કરે તો તે તેમને ચૂંટણીમાં હરાવી પણ શકે છે. શાહના આ નિવેદન પછી જ અન્ય પાર્ટીઓએ ઉદ્ધવ ઠાકરે તરફથી પ્રતિક્રિયાની આશા કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જયંત પાટિલે અમિત શાહના આ નિવેદન પછી શિવસેના પ્રમુખને પડકાર આપતા કહ્યુ કે જો તમારા શરીરમાં બાલા સાહેબ ઠાકરેનુ લોહી છે તો તમે સવાર થતા જ રાજ્ય કેબિનેટથી અલગ થવાની જાહેરાત કરો. ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે અમિત શાહે કહ્યુ હતુ કે જો લોકસભા ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારનુ ગઠબંધન નહી થાય  તો ભાજપા પૂર્વ સહયોગીને હરાવી દેશે. 
 
બીજી બાજુ પાટિલે એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે શિવસેના સતત બીજેપીને લઈને આક્રમક થઈ રહી છે.  થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. તેમણે કહ્યુ કે અમે જાણવા માંગીએ છીએ કે છેવટે બંને વચ્ચે એ દરમિયાન શુ વાત થઈ. પાટિલે કહ્યુ કે વર્તમાન સમયમાં દેશમાં બીજેપી અને પીએમ મોદીની કોઈ લહેર નથી. અમે બીજેપી સાથે દેશ અને રાજ્યને બચાવવા માટે પરિવર્તન યાત્રાની શરૂઆત કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે શિવસેના પણ કેટલાક સમયથી બીજેપીને લઈને હુમલાવર રહી છે. થોડા સમય પહેલા જ શિવસેનાએ રામ મંદિરને લઈને કહ્યુ હતુ કે બીજેપી પાસે હાલ પૂર્ણ બહુમત છે અને જો આવામાં અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ નથી થતુ તો આગળ પણ ક્યારેય નહી થાય.  રામ મંદિરનુ નિર્માણ આ વર્ષે થનાર લોકસભા પહેલા થવુ જોઈએ.  સંજય રાઉતે કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ દગો આપ્યોછે.  લાંબા સમયથી અમે રામ મંદિરના નામ પર વોટ માગતા રહ્યા છે. 
 
લોકસભા ચૂંટણી 2019 પહેલા રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ થઈ જવુ જોઈએ. જેથી લોકો ધર્મની રાજનીતિ કરવી બંધ કરી શકે.  ઉલ્લેખનીય છે કે શિવસેનાનુ આ નિવેદન એવા સમયે આવ્યુ હતુ જ્યારે તાજેતરમાં જ નવા વર્ષ પર એક ઈંટરવ્યુ દરમિયાન પીએમ મોદી સ્પષ્ટ કરી ચુક્યા હતા કે  જ્યા સુધી કાયદાકીય પ્રક્રિયા પુરી નથી થઈ જતી ત્યા સુધી અયોધ્યામાઍં ન તો રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ થઈ શકે છે કે ન તો સરકાર તેના પર અધ્યાદેશ લાવી શકે છે. સાથે જ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ કાર્યમાં મોડી થવા બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.