શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (16:06 IST)

શિવસેનાનો પીએમ મોદી પર વાર. બોલ્યા બાથરૂમ છાપ રાજનીતિથી ન કરશો

શિવસેનાના મુખપત્ર સામનામાં મંગળવારે પ્રકાશિત એક લેખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને તેમના રેઈનકોટ વાળા નિવેદન પર નિશાન તાક્યુ છે. સામનાએ એ લેખને પોતાની વેબસાઈટ પર પણ પ્રકાશિત કર્યુ છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે 'બાથરૂમ છાપ રાજનીતિક બંધ થાય' આ ઉપરાંત લેખમાં પ્રધાનમંત્ર્રીએ એ પણ કહ્યુ કે તેઓ વિરોધીઓની કુંડળીઓ કાઢવાની ધમકી આપવી બંધ કરે. એકબીજા પર કીચડ ફેંકવાને બદલે તમારા પદની ગરિમા બનાવી રાખો. 
 
સત્તાનો ખોટો ઉપયોગ ન કરો ? 
 
લેખમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ખૂબ નીચલા સ્તર પર જતો રહ્યો છે. એકબીજા પર કીચડ ફેંકવામાં દેશના પ્રધાનમંત્રીથી લઈને રાજ્યના મુખ્યમંત્રીનો પણ સમાવેશ છે.  બધા પોતાના પદોની ગરિમા બનાવી રાખે. પ્રધાનમંત્રીનુ આ નિવેદન કે બધા વિરોધીઓની કુંડળીઓ તેમના હાથમાં છે. આ એક ચૂંટણી પ્રચાર નથી પણ એક પ્રકારની ધમકી આપવા જેવી વાત છે. કારણ કે બીજેપી આજ સત્તામાં છે. કુંડળીઓ કાઢીને તમે એક રીતે સત્તાનો ખોટો ઉપયોગ કરી જ રહ્યા છો ને ? લોકોએ તમને પાર્ટીઓની કુંડળીઓ કાઢવાની સત્તા નથી આપી. 
 
મહિલાઓનુ નીકળવુ મુશ્કેલ 
 
શિવસેનાએ સામનામાં કહ્યુ કે પ્રધાનમંત્રીનુ કહેવુ છે કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે સાંજના સમયે ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઈ ગયુ છે.  સવાલ એ છે કે બીજેપીના લગભગ 70 સાંસદો જે ઉત્તર પ્રદેશમાં છે તેઓ શુ કરી રહ્યા છે.  શુ તેઓ પણ સાંજના સમયે પોતપોતાના દરવાજા બંધ કરીને બેસી જાય છે.   તેમણે ત્યાની સ્ત્રીઓની રક્ષા માટે ઘરની બહાર નીકળવુ પડશે.  બાથરૂમમાં ડોકિયા કાઢવા કોઈને પણ શોભા નથી આપતુ. આ ટાળવુ જોઈએ.