ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 24 માર્ચ 2017 (12:16 IST)

વેબદુનિયાની સ્મૃતિ આદિત્યને ત્રીજી વખત ''લાડલી મીડિયા એવોર્ડ"

નવી દિલ્હીના ચિન્મય મિશન સભાગારમાં 8માં લાડલી મીડિયા એવોર્ડ્સ ફોર જેંડર સેસેટિવિટી 2015-16 (ઉત્તરીક્ષેત્ર)નુ આયોજન કરવામાં આવ્યુ. બિન સરકારી સંસ્થા પોપુલેશન ફર્સ્ટની તરફથી આયોજીત સમરંભમાં યૂએનએફપીએના રાષ્ટ્રીય પ્રતિનિધિ ડીએગો પૈલાસિયોજે મીડિયા જગતની અનેક હસ્તિયોને મહિલાઓ અને બાલિકાઓના ઉત્થાનમાં સકારાત્મક ભૂમિકા નિભાવવા માટે લાડલી મીડિયા એવોર્ડસથી સન્માનિત કર્યા. 
વિશ્વના પ્રથમ હિન્દી પોર્ટલ વેબદુનિયા ડૉટ કોમ. ઈંદોરની ફિચર સંપાદક સુશ્રી સ્મૃતિ જોશી(સ્મૃતિ આદિત્ય)ને બેસ્ટ વેબ ફીચર 'અકેલી  યુવતી આજમાતી હૈ સુરક્ષા કે કૈસે કૈસે ઉપાય' માટે સન્માનિત કરવામાં આવી. રાષ્ટ્રીય બાળ આયોગની ચેયરમેન સ્તુતિ કક્કડ પોપુલેશન ફર્સ્ટની ટ્રસ્ટી એસવી વિસ્તા, નિદેશક ડો. એએલ શારદાએ સ્મૃતિને આ એવોર્ડ પ્રદાન કર્યો. આ અવસર પર પોપુલેશન ફર્સ્ટની એસબી વિસ્તા, નિદેશક ડો. એએલ શારદા નેશનલ લાડલી મીડિયા એવોર્ડની કો-ઓડીનેટર ડૉલી ઠાકોર અને સમન્વયક રાખી બક્ષી અને માઘવીશ્રીની સાથે મોટી સંખ્યામાં મીડિયા કર્મચારી હાજર હતા. 

 
સ્મૃતિને લાડલી મીડિયા એવોર્ડસ ત્રીજી બાર મળ્યો છે. સ્મૃતિએ પોતાના ફીચરમાં નાના શહેરોની એ યુવતીઓને રોજબરોજીની જીવનનુ રેખાંકન કર્યુ છે જે આસપાસના ગામથી ભણવા અને નોકરી માટે આવે છે અને ઘરે પરત ફરતી વખતે એકલી પડતા સમૂહમાં જવુ પસંદ કરે છે. સ્મૃતિએ આ માટે પોતાનુ વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ છે. 
 
આ ઉપરાંત સ્મૃતિએ બે અન્ય કિસ્સાઓ દ્વારા આ સવાલ ઉઠાવ્યો છે કે અજ્ઞાતનો આ ભય સ્ત્રીઓના ભાગે જ વધુ કેમ છે ? રાજધાનીથી લઈને નાના ગામ સુધી સામાન્ય નારીને કેટલા જતન કરવા પડે છે. સામાન્ય જીવ જીવવા માટે પોતાના અધિકારો કાયમ રાખવા માટે.  ક્યાક કોઈ એવી યુવતી જે ઓછી વયે વિધવા થઈ ચુકી છે જેને મદદને બહાને નિકટના વધારનારી ઈચ્છા રાખનારાઓથી બચવા માટે મંગલસૂત્ર પહેરવુ પસંદ કરે છે.  ક્યાય એવી કિશોર બાળકીઓ છે જે પર્સમાં મરચુ અને રેજર બ્લેડ રાખવા માંડી છે. 
 
સ્મૃતિ છેલ્લા 10 વર્ષથી વેબદુનિયામાં કાર્યરત છે અને સતત મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાને ઉઠાવતા રહી છે. આ પહેલા તેમને વેબ મીડિયા શ્રેણીમાં શ્રેષ્ઠ આલેખ માટે લાડલી મીડિયા એવોર્ડ વર્ષ 2008-2009માં ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના હાથે મળી ચુક્યો છે.  બીજી વાર લાડલી મીડિયા એવોર્ડ 2009-10 વેબ મીડિયા શ્રેણીમાં બેસ્ટ વેબ ફીચર માટે કિરણ બેદી અને એશિયા પેસીફિક જાપાનાની ડાયરેક્ટર નોબૂકો હોરિબેના હસ્તે નવી દિલ્હીમાં મળ્યો છે.  આ તેમનો ત્રીજો એવોર્ડ છે.