Widgets Magazine
Widgets Magazine

રાષ્ટ્રગીત જો ફિલ્મ કે ડોક્યુમેંટરીનો ભાગ હોય તો ઉભુ થવુ જરૂરી નથી - SC

નવી દિલ્હી., મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (17:58 IST)

Widgets Magazine

મામલે સુપ્રીમ કોર્ટે આદેશ રજુ કરતા કહ્યુ કે જો રાષ્ટ્રગીત કોઈ ફિલ્મ કે કોઈ ડોક્યુમેંટ્રીનો ભાગ હોય તો ઉભા થવાની જરૂર નથી. જોકે ફિલ્મના શરૂઆતમાં રાષ્ટ્રગીત આવતા ઉભા થવુ જરૂરી છે. મંગળવારે મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લોકોને ફિલ્મ દરમિયાન રાષ્ટ્રગીતમાં ઉભા થવા માટે મજબૂર નથી કરી શકાતા. આ મુદ્દા પર ચર્ચા થવી જરૂરી છે. 
 
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું કે કોર્ટ નૈતિકતાની ચોકીદાર નથી. આ બાજુ કેન્દ્ર સરકારે પણ કોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રગીત પર ઊભા થવા અંગે હાલ કોઈ કાયદો નથી. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રગીત મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે થિયેટરો કે મલ્ટિપ્લેક્સમાં જ્યારે ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીત વગાડવું જરૂરી છે. આ ઉપરાંત રાષ્ટ્રગીત વખતે સ્ક્રિન પર તિરંગો પણ દર્શાવવો જરૂરી છે અને રાષ્ટ્રગીતને સન્માન આપવા માટે દર્શકોએ પોતાની જગ્યા પરથી ઊભા થવું પણ જરૂરી છે. કોર્ટે રાષ્ટ્રગીતને ફાયદા માટે ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દુબઈમાં લોંચ થશે ફ્લાઈંગ ટેક્સી, અડધો કલાક રિચાર્જ કરી જઈ શકાશે 50km સુધી

અહી ફ્લાઈંગ ટેક્સીનો ટેસ્ટ સફળ રહ્યો. જુલાઈ સુધી તેને લોન્ચ કરવાનો પ્લાન છે. ખાસ વાત એ ...

news

સાણંદમાં ખેતી માટે પાણી ન મળતાં ખેડૂતોએ યોજી રેલી, પોલીસનો લાઠીચાર્જ

આજે ખેડૂતોએ પાણી ન મળતાં સરકાર સામે મોરચો માંડ્યો હતો. નળકાંઠાના વિસ્તારના અનેક ગામોને ...

news

બીજેપીએ દેશને બોલનારો નેતા આપ્યો છે - અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સપા અને કોંગ્રેસના ગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. ...

news

મહિલાએ પોસ્ટકાર્ડ લખી મોદીને કહ્યું મારી રાખડી પાછી મોકલો

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે પણ તે બહેનોને કહેતા હોય છે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine