Widgets Magazine
Widgets Magazine

Top 10 Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (11:08 IST)

Widgets Magazine

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પ્રવેશી રહેલો હાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુઃખાવો બનશે?
ડિસેમ્બર-2017માં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ભાજપની વિજયકૂચને જારી રાખવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પર ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છે. બીજીબાજુ જાન્યુઆરીમાં બે મહાસભાઓ યોજીને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ભાજપ સામે બાંયો ચઢાવીને અનામત આંદોલનનો રણટંકાર કરશે. તાજેતરમાં જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મહેસાણામાં જનમેદની વચ્ચે મોદીને પડકારી ગયા છે ત્યારે રાહુલને ‘બાળક’ માનીને કરેલી ભૂલની જેમ હાર્દિકને પણ ‘હળવાશ’થી લેવાની ભૂલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે વધુ આકરી સાબિત થઈ શકે છે તેમાં કોઈ જ બેમત નથી. હાર્દિક પટેલની ગુજરાત-બંધીની મુદ્દત 13મી જાન્યુઆરીએ પૂરી થશે પરંતુ તે કમૂરતા બાદ 17મીએ સવારે 11 વાગ્યે ગુજરાતમાં પ્રવેશશે. તેમના ગુજરાત પ્રવેશને શાનદાર બનાવવા માટે 17મીના બપોરે ત્રણ વાગ્યે હિંમતનગર ખાતે વિશાળ જાહેરસભા યોજાશે. તેમાં 2 લાખ જેટલા પાટીદારોને એકત્રિત કરવાનું લક્ષ્યાંક રખાઈ રહ્યું છે. આ ઉપરાંત 28મીએ બોટાદ ખાતે કિસાન રેલી-વિશાળ જાહેર સભા યોજવાનું આયોજન કરાયું છે. આ સભામાં તો સંભવતઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પણ હાજર રહીને મોદીને તેમના જ ગઢમાં પડકારે તેવી શક્યતા છે. 

 
અમદાવાદમાં બૂટલેગરોને નાથવા થ્રી-ટાયર એક્શન પ્લાન, ‘નશાની શોખીન’ મહિલાઓને પકડવા મહિલા પોલીસ મેદાને

 
નવા કાયદાથી દારૂબંધીની કડક અમલવારી માટે પોલીસ કડક બની છે. એમાં’ય 31 ડિસેમ્બર એટલે કે ‘ન્યૂ યર નાઈટ’ આવી રહી છે ત્યારે બૂટલેગરો ઉપર પસ્તાળ પાડવામાં આવી રહી છે. પોલીસના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ શહેરમાં 1050 બૂટલેગરો નોંધાયેલાં છે. આ બૂટલેગરોને નાથવા માટે શહેર પોલીસે થ્રી-ટાયર એક્શન પ્લાન બનાવ્યો છે. SP રિંગ રોડ અને SG હાઈવે ઉપર નાકાબંધી ઉપરાંત ચોર રસ્તા ઉપર સરપ્રાઈઝ ચેકિંગ કરી દારૂની હેરાફેરીને નિયંત્રિત કરવાનો પોલીસનો પ્લાન છે. તા. 31 ડિસેમ્બરની રાત્રે શહેરના મુખ્ય માર્ગો ઉપર CCTVથી વોચ રખાશે અને 10,000થી વધુ પોલીસનો કાફલો પેટ્રોલિંગ અને નાકાબંધી કરશે.‘ન્યૂ યર નાઈટ’ નિમિત્તે પશ્ચિમ વિસ્તારમાં લાખોની સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવે છે. પાર્ટીઝમાં હજારો લોકો જાય છે. આ સંખ્યામાં ગણ્યાગાંઠ્યા લોકો દારૂનો નશો કરીને પરેશાની સર્જતા હોય છે. આવા નશાખોરો અને તેમને દારૂ સપ્લાય કરવા સક્રીય 1050 જેટલા બુટલેગરો ઉપર અંકુશ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. 
 
જામનગરમાં આકાશમાંથી ચીજવસ્તુઓ પડતાં લોકોમાં ફફડાટ ફેલાયો

જામનગર નજીકના સરમત ગામના વાડી વિસ્તારમાં સોમવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુ પડતાં ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ પોલીસને કરાતાં પોલીસ દોડી આવી હતી. આ પદાર્થ એરફોર્સ વિભાગનું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં એરફોર્સના અધિકારીને જાણ કરાઇ હતી. એરફોર્સ અધિકારીઓ દ્વારા આ પદાર્થ રોકેટ લોન્ચર હોવાનું જણાવાયું હતું અને પરીક્ષણ દરમિયાન અહીં પડી ગયું હોવાનું જણાવ્યું હતું.જામનગરના સરમત ગામમાં રહેતાં કરણાભાઈ લીંબાભાઈ નામના ખેડૂતની વાડી પાસે બપોરના બે વાગ્યા આસપાસ આકાશમાંથી એક વસ્તુ ધડાકાભેર જમીન પર પડી હતી અને ખૂંચી ગઈ હતી. આથી ગભરાયેલા  ખેડૂતે પ્રથમ ગ્રામજનોને અને બાદમાં પોલીસને આકાશમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ કરી હતી.

 

નવા વર્ષમાં સોનુ સસ્તુ અને પેટ્રોલ મોંઘુ ! 
 
વર્ષ 2017 ભારતીયો માટે સોના અને પેટ્રોલના મુદ્દે આનંદ અને ઉદાસી બંને લઇને આવશે. તેમાં સોનામાં તેનો ભાવ હજી પણ પ્રતિ દસ ગ્રામ રૂ. 1,000 સુધી ઘટીને રૂ. 26000 થઇ શકે છે અને પેટ્રોલનો ભાવ પ્રતિ બેરલ 55  ડોલરની સપાટીને આંબી શકે છે. ભારત સોનું અને ફૂડ બંનેની મોટા પાયે આયાત કરે છે અને તેને લીધે ચાલુ ખાતાની ખાધ વધે છે તથા રૂપિયાને પણ ફટકો પડે છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 67.90 રહેવાનો અંદાજ મૂકાયો છે
 
 
ગ્રામ પંચાયતોની ચૂંટણી, મતદાન શરૂ.... 29મી એ આવશે પરિણામ 
 
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન રાજ્યની 8954 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરના મંગળવારે એટલે કે આજ રોજ યોજાશેૢ  એકંદરે કુલ 1.66 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 1,47,749 ઉમેદવારોનુ ભાવિ નક્કી કરશે. મતદાન બાદ 29મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણીજંગ ખરાખરીનો બની રહેવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ લીલીયા ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર ગોબરભાઈ જીજવાડિયાનું ચૂંટણી દરમિયાન જ હાર્ટએટેક આવતાં નિધન થયું છે. આથી લીલિયાના વોર્ડ નં.12ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. 
 
વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે... આ અઠવાડિયે જાહેરાત થવાની શક્યતા 
 
નોટબંધી પછી ગરમાયેલા રાજકારણમાં ભાજપાની સાચી પરીક્ષાની ઘડી આવી રહી છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને તારીખોની જાહેરાત આ અઠવાડિયે થઈ શકે છે. સૂત્રો અનુસાર, ચૂંટણીપંચ 28મી ડિસેમ્બરના રોજ થનારી બેઠકમાં, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે યૂપીમાં સાત ચરણોમાં તથા અન્ય રાજ્યોમાં એક જ ચરણમાં ચૂટણીઓ યોજવામાં આવશે. પાંચ રાજ્યોમાં એકસાથે જ ચૂંટણી કરાવવામાં આવે તેવી શક્યતા છે.
 
ગોવા એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાનને અકસ્માત, 15 ઘાયલ 
 
પણજી તા.ર૭ : ગોવા એરપોર્ટ ઉપર આજે સવારે જેટ એરવેઝનું એક વિમાન અકસ્માતનો ભોગ બન્યુ છે. રન-વે પર ઉભેલુ જેટ એરવેઝનું વિમાન માટે ઉપડે કે તરત જ વિમાનનું પ્રથમ પૈડુ રન-વે ઉપર ફસકી ગયુ. અકસ્માત બાદ આગલા ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો પરંતુ પાઇલોટની આવડતને કારણે મોટો અકસ્માત ટળી ગયો.
 
ભજીયાવાળા ભાઈ બચી શકે નહી... ભરવો પડશે 20 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ 
 
લોકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ સમયસર વ્યાજની પઠાણી ઉધરાણી કરતા ભજિયાવાલાએ ક્યારેય સમયસર ટેક્સ ભર્યા જ નથી. ત્યારે આઇટીના સર્ચ ઓપરેશન દરમિયાન ભજિયાવાલાને ત્યાંથી કોથળાઓ ભરીને 1000થી વધુ મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા હતા. 
 
નોટબંધી પછી માયાવતીના ભાઈના ખાતામાં જમા થયા 1.44 કરોડ રૂપિયા, BSP પાસે 104 Cr. 
 
નવી દિલ્હી. યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયાની કરોલ બાગ બ્રાંચમાં બસપાના ખાતામાં 104 કરોડ અને માયાવતીના ભાઈ આનંદ કુમારના ખાતામાં 1.43 કરોડ રૂપિયાની રકમ જમા કરવાનો ખુલાસો થયો છે.  ઈન્કમ ટેક્સ વિભાગે તેમના વિરૂદ્ધ બેનામી સંપત્તિ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીના કરોલ બાગ સ્થિત યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી
 
દિલ્હી એયરપોર્ટ પર બે વિમાન સામ-સામે અથડાતા બચ્યા, મોટી દુર્ઘટના ટળી 
 
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ પર બે વિમાન બિલકુલ સામ-સામે આવી ગયા અને અથડાતા બચી ગયા નહી તો મોટી દુર્ઘટના બની શકતી હતી. ડીજીસીએએ તેની તપાસ શરૂ કરી દીધી છે. 

નવસારીમાં ફરિદા મીરના ડાયરામાં નોટોનો વરસાદ, એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન મળ્યું

થોડા સમય પહેલા ગુજરાતમાં કેશલેશ ડાયરો પ્રકાશમાં આવ્યો હતો જેમાં લોકોએ ચેક ઉછાળીને રંગત જમાવી હતી. એ પહેલા એક ડાયરામાં કરોડો રૂપિયાની નોટો ઉછાળવામાં આવી હતી. ત્યારે નોટબંધી બાદ સામાન્ય માણસને પડતી હાંલાંકીને જોતાં એક નવો ડાયરો ફરીવાર પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યાં હતાં. લોકગાયિકા દ્વારા યોજાયેલો આ ડાયરો પણ હાલ ચર્ચામાં છે
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આજના ટોપ 10 ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News Top 10 Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી: અત્યાર સુઘીની અપડેટ

અમદાવાદના ધામતવાન ગામે ચૂંટણીનો મામલો ગરમાયો છે. ધામતવાનના સરપંચના પુત્ર નિમેશ ઠાકોરે ...

news

પ્રજાને સ્વચ્છ પાણીના સાંસા છે ત્યારે વાઈબ્રન્ટમાં ૧૫ લાખનું મિનરલ વોટર પીવાશે

ગુજરાતના કેટલાંય ગામડાઓ એવા છેકે, જયાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી લેવા કિમી સુધી ચાલીને ...

news

જામનગરમાં આકાશમાંથી ચીજવસ્તુઓ પડતાં લોકોમાં ફફડાટ ફેલાયો

જામનગર નજીકના સરમત ગામના વાડી વિસ્તારમાં સોમવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુ પડતાં ...

news

ગ્રામ પંચાયતોની ચૂંટણી, મતદાન શરૂ.... 29મી એ આવશે પરિણામ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન રાજ્યની 8954 ગ્રામ પંચાયતોની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine