Widgets Magazine

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

શનિવાર, 31 ડિસેમ્બર 2016 (11:44 IST)

Widgets Magazine

અખિલેશના આગલા દાવ પર સૌની નજર, 200 MLAs CM નિવાસ પર પહોંચ્યા 
 
મુલાયમ સિંહ શનિવારે સત્તાવાર રૂપે જાહેર કરવામાં આવેલ 393 કૈંડિડેટ્સની મીટિગ્ન બોલાવી છે. તેમાથી અનેક ઉમેદવાર એ પણ છે જે અખિલેશની રજુ કરવામાં આવેલ લિસ્ટમાં પણ સામેલ છે. તેમા એ જોવાનુ રહેશે કે મુલાયમની મીટિંગમાં ક્યા ક્યા કૈડિડેટ્સ આવે છે. બીજી બાજુ અખિલેશ યાદવના 200થી વધુ ધારાસભ્યો સાથે મીડિંગ શરૂ થઈ ગઈ છે. અમર સિંહે કહ્યુ કે રામચંદ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા.. બેટા કરેગા રાજ, બેચારા બાપ જંગલ કો જાયેગા. ઉલ્લેખનીય છે કે શુક્રવારે મુલાયમે અખિલેશ અને રામગોપાલ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા હતા. 
 
વડોદરા હાઈ સોસાયટી લગ્નની પાર્ટીમાં લેવામાં આવેલ બ્લડ સેમ્પલ પોઝીટીવ નીકળ્યા 
 
થોડા દિવસ આગાઉ વડોદરામાં યોજાયેલી એક હાઈપ્રોફાઈલ પાર્ટીમાં 150થી વધુ લોકોને દારૂની મહેફિલ માંડતા રંગેહાથ પકડવામાં આવ્યા હતા. અખંડ ફાર્મહાઉસમાં પ્રી-વેડિંગ પાર્ટીમાં દારૂની મહેફિલ યોજાઈ હતી અને પોલીસે દરોડા પાડીને અબજોપતિ ઉદ્યોગપતિ અને માલેતુજારોની કોઇની પણ શેહશરમ વગર ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે 273 લોકોના બલ્ડ સેમ્પલ લીધા હતા. તેમાં ચિરાયુ અમીનના ચાર સભ્યો સહિત 143 લોકોના બ્લડ સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જે ખૂબ જ મોટો આંકડો કહી શકાય. 
 
ગુજરાતમાં શહીદ સૈનિકોના સંતાનને અભ્યાસમાં તમામ પ્રકારની સુવિદ્યાઓની જાહેરાત 
 
ગુજરાત સરકારે ભારતીય સેનામાં અથવા અન્‍ય અર્ધલશ્‍કરી દળોમાં ફરજ બજાવતા શહીદ થયેલા ગુજરાતના જવાનોના સંતાનો માટે ડિપ્‍લોમા અને ડિગ્રી કક્ષાના તમામ અભ્‍યાસક્રમોમાં ટયૂશન ફી, પુસ્‍તક ફી અને છાત્રાલયોમાં રહેવા-જમવામાં ખાસ સહાય જાહેર કરી છે. શહીદોના સંતાનોને આ યોજના હેઠળ દર વર્ષે મેડિકલ અને ડેન્‍ટલ કોલેજમાં સ્‍વનિર્ભર અભ્‍યાસક્રમોમાં વાર્ષિક ફીના 50 ટકા રકમ સહાય, ધોરણ-12 પછી ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રિકલ્‍ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીંગ, ફિઝીયોથેરાપી, પેરા-મેડિકલ, વેટરનરી જેવા સરકારમાન્‍ય સંસ્‍થાના સ્‍વનિર્ભર અભ્‍યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટયૂશન ફીની 50 ટકા રકમની સહાય, શિક્ષણના સ્‍નાતક કક્ષાના કોર્સીંસ જેવા કે, બીએસસી બીકોમ બીએ, બીબીએ, બીસીએ જેવા સરકારમાન્‍ય સંસ્‍થાના સ્‍વનિર્ભર અભ્‍યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટયૂશન ફીની 50 ટકા સહાય તેમજ ધોરણ-10  પછીના સરકાર માન્‍ય સંસ્‍થાના ડિપ્‍લોમા સ્‍વનિર્ભર અભ્‍યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટયૂશન ફીની 50 ટકા રકમ સહાય મળવાપાત્ર થશે.
 
1 જાન્યુઆરીથી તમે એટીએમમાંથી 4500 રૂપિયા કાઢી શકો છો 
 
નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ 500 અને 1000ની નોટબંધી પછી લોકોને એટીએમમાંથી પૈસા કાઢવાની સમસ્યા થઈ રહી હતી. અત્યાર સુધી 2500ની લિમિટ હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટબંધી પછી નવા વર્ષમાં દેશની પ્રજાને ભેટ આપી છે. હવે આપ નવા વર્ષ 2017ની પહેલી જાન્યુઆરીથી એટીએમમાંથી રોજના 4500 રૂપિયાની રોકડ રકમ ઉપાડી શકશો. આ પહેલા આ લીમીટ 2500 રૂપિયાની હતી. જો કે એક સપ્તાહમાં ઉપાડવાની રકમની લીમીટમાં કોઈ ફેરફાર કરાયો નથી, તે 24,000 રૂપિયા જ રહેશે.

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ રેડિટના કો-ફાઉંડરે એલેક્સિસ સાથે લગ્ન કરશે 
 
ન્યૂયોર્ક - અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે સોશિયલ નેટવર્કિંગ સાઈટ રેડિટના સહ-સંસ્થાપક એલેક્સિસ ઓહેનિયનના વિવાહનો પ્રસ્તાવ સ્વીકારી લીધ છે. સેરેનાએ રેડિટ પર જ કવિતા દ્વારા આનો ખુલાસો કર્યો. બીબીસી રિપોર્ટ મુજબ સેરેનાએ રેડિટ પર ખૂબ જ રચનાત્મક અંદાજમાં ઓહેનિયન સાથે પોતાના સંબંધોનો ખુલાસો કર્યો છે. તેમણે એક કવિતા પોસ્ટ કરી છે. સેરેનાએ પોતાની કવિતામાં લખ્યુ છે હુ ઘર પરત ફરી મારી રાહ જોતુ ઉભુ હતુ એક વાહ. કોઈ બીજુ પણ હતુ તૈયાર પોતાના બાંધેલા હાથ સાથે.  મને મળ્યો હતો એ મારો વ્હાલો પહેલીવાર અચાનક.... 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

સોશિયલ મીડિયા પર યુપી "દંગલ"ની ચર્ચા - "બાપૂ સેહત કે લિયે તુ તો હાનિકારક હૈ"

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રામગોપાલને ...

news

UP દંગલ - ખૂબ જ મહત્વનો છે સપા માટે આજનો દિવસ

સમાજવાદી પાર્ટીમાંથી બહાર કાઢ્યા પછી મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે સવારે જ્યા પાર્ટીના ...

news

UP Live - સત્તા માટે પિતા-પુત્ર વચ્ચે યુદ્ધ, અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીમાથી 6 વર્ષ માટે બહાર કરાયા

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવને કારણ બતાવો નોટીસ ...

news

આલોચના કરતા રહો, જનતા મારી સાથે - મોદી

ભારતીય અર્થવ્યવસ્થા માટે 500 અને 1000 રૂપિયાના નોટ બંધ કરવા ગેમચેંજર હતુ. તેના પર ...