Tripale Talaq LIVE UPDATES: ત્રણ તલાકના નિર્ણય પર છ મહિનાની રોક, સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો કર્યો ઈંકાર

મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (11:14 IST)

Widgets Magazine


 
સુપ્રીમ કોર્ટે આજે ત્રણ તલાકના મુદ્દે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા તેને આજથી ખતમ કરી દીધો છે. નિર્ણયમાં ત્રણ જજોની ત્રણ તલાકને અસંવૈદ્યાનિક બતાવ્યુ છે. આ ત્રણ જજ જસ્ટિસ નરીમન જસ્ટિસ લલિત અને જસ્ટિસ કુરિયન છે. બીજી બાજુ ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ નજીરે સંવૈધાનિક બતાવ્યુ છે. 
 
લાઈવ અપડેટ્સ 
 
- સુપ્રીમ કોર્ટે રાજનીતિક દળોને પોતાના મતભેદોને બાજુ પર મુકવા અને સંબંધમાં કાયદો બનાવવામા કેન્દ્રની મદદ કરવાને કહ્યુ 
- સુપ્રીમ કોર્ટે આશા બતાવી કે કેન્દ્ર જે કાયદો બનાવશે તેમા મુસ્લિમ સંગઠનો અને શરિયા કાયદા સંબંધી ચિંતાઓને ખ્યાલ રાખવામાં આવશે. 
- સુપ્રીમ કોર્ટે ઈસ્લામિક દેશોમાં ત્રણ તલાક ખતમ કરવાનો હવાલો આપ્યો. પુછ્યુ કે સ્વતંત્ર ભારત તેનાથી મુક્તિ કેમ નથી મેળવી શકતો 

ત્રણ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવૈદ્યાનિક બેંચ મંગળવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો... કોર્ટ ત્રણ તલાકને કાયમ રાખી છે. પણ હાલ તેના પર 6 મહિનની રોક લગાવી છે સાથે  જ એ પણ કહ્યુ કે તેને રોકવા માટે સરકાર કાયદો બનાવે. કોર્ટે એ નક્કી કરવાનુ  હતુ કે ત્રણ તલાક મહિલાઓના સંવૈધાનિક અધિકારોનુ હનન કરે છે કે નહી.  આ કાયદાકીય યોગ્ય છે કે નહી અને ત્રણ તલાક ઈસ્લામનો મૂળ ભાગ છે  નહી આ મામ્લે કોર્ટે મેમાં 6 દિવસની સુનાવણી પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો  હતો.  કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યુ હતુ કે તેઓ ત્રણ તલાકને યોગ્ય નથી માનતી અને તેને ચાલુ રાખવાના પક્ષમાં નથી. ઓલ ઈંડિયા પર્સનલ લૉ બોર્ડે માન્યુ હતુ કે તેઓ બધા કાજીયોને એડવાયજરી રજુ કરશે કે તેઓ ત્રણ તલાક મહિલાઓના વિચાર જાણવા ઉપરાંત તેમને નિકાહનામેમાં સામેલ પણ કરે.  
 
સુપ્રીમ કોર્ટ આજે ત્રણ તલાકના મુદ્દે ઐતિહાસિક નિર્ણય સંભળાવશે. કોર્ટ તેના પર નિર્ણય આપશે કે મુસ્લિમ સમુહમાં ત્રણ તલાકની પરંપરા ધર્મની મૌલિકતામાં સામેલ છે કે નહી. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ જે એસ ખેહરની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચની સંવિધાન પીઠે ગરમીની રજાઓ દરમિયાન છ દિવસ સુનાવણી પછી 18 મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
 
સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં તમામ ધર્મોના જજ સામેલ છે જેમાં ચીફ જસ્ટિસ જેએસ ખેહર (સિખ), જસ્ટિસ કુરિયન જોસેફ (ક્રિશ્ચિયન), જસ્ટિન રોહિંગ્ટન એફ નરીમન (પારસી), જસ્ટિસ યૂયૂ લલિત (હિન્દૂ) અને જસ્ટિસ અબ્દુલ નજીર (મુસ્લિમ) સામેલ છે. આ અંગેની સુનાવણી દરમિયાન પાંચ જજોની બંધારણીય બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રીપલ તલાકને અયોગ્ય માને છે તો એ માટે પોતે જ કાયદો કેમ બનાવતી નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને લગ્ન જીવનના વિચ્છેદ માટેની અત્યંત નિમ્ન કક્ષાની પ્રથા ગણાવેલી છે.
 
 ચીફ જસ્ટિસ જેએસ ખેહરની બનેલી પાંચ જજોની અધ્યક્ષતામાં ૧૮મી મેના રોજ સુપ્રીમ કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમોમાં બહુપત્નીત્વની પ્રથાને તલાક સાથે જોડવા અંગેનો ઈનકાર કર્યો હતો. ખેહર ઉપરાંત આ કેસની સુનાવણીમાં જસ્ટિસ કુરિયન જોસેફ, આર એફ નરીમાન, યુયુ લલિત અને એસ અબ્દુલ નાઝર છે. સુપ્રીમ પાંચ મુસ્લિમ મહિલાઓ દ્વારા ટ્રીપલ તલાકના મામલે દાખલ કરેલી પિટિશનને જોડીને લાંબી સુનાવણી બાદ આ ચુકાદો જાહેર કરનાર છે. અરજકર્તાઓએ તેમની પિટિશનમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ટ્રીપલ તલાકની પ્રથા ‘ગેરબંધારણીય’ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મુંબઈના કૂતરા એક રાતમાં જ વાદળી થઈ ગયા, કેવી રીતે જુઓ VIDEO

મુંબઈના રસ્તા પર વાદળી રંગના કૂતરા જોવા મળ્યા.. સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પણ આ સત્ય ...

news

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં જાહેર થવાની શક્યતાઓ

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને ...

news

અમિત શાહના 75 વર્ષના નિવેદનથી હવે ભાજપના નેતાઓમાં તહેવાર જેવો માહોલ

ગુજરાતમાં ભાજપમાં જાણે હવે દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપના ...

news

અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણીપંચને હાઈકોર્ટનું સમન્સ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે મત રદ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી ...

Widgets Magazine