Widgets Magazine
Widgets Magazine

PAK પર ભારત હવે સખત કાર્યવાહી કરી રહ્યુ છે - US, ટ્રમ્પે રોકી 1200Crની મદદ

બુધવાર, 24 મે 2017 (10:52 IST)

Widgets Magazine

ચીફે કહ્યુ છે કે પાકિસ્તાનને ડિપ્લોમૈટિક રીતે જુદુ કરવામાં લાગ્યુ છે જ સાથે જ તે સીમાપાર આતંકવાદને સપોર્ટ કરવા માટે હવે પાક વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યુ છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશને પાકને અપાનારી 190 મિલિયન ડૉલર (લગભગ 1200 કરોડ રૂપિયા)ની મદદમાં કપાત કરી છે. ભારત પોતાની મિલિટ્રીને ઝડપથી મોર્ડર્નાઈઝ કરી રહ્યુ છે... 
 
- ન્યૂઝ એજંસીના સમાચાર મુજબ અમેરિકાની ડિફેંસ ઈંટેલિજેસ એજંસીના ડાયરેક્ટર લે. જનરલ વિન્સેટ સ્ટીવર્ટે કહ્યુ, "ભારત પાકને ડિપ્લોમૈટિકલી જુદુ કરવાની સતત કોશિશમાં લાગ્યુ છે.  હવે તે ઈસ્લામાબાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જઈ રહ્યુ છે. સ્ટીવર્ટની આ વતો સીનેટની આર્મ્ડ સર્વિસ કમિટી સામે કહી 
- સ્ટીવર્ટનું આ નિવેદન મહત્વનુ એ માટે છે કારણ કે મંગળવારે ભારતે પાકિસ્તાની ચોકીને બરબાદ કરનારો એક વીડિયો રજુ કર્યો હતો. 
- સ્ટીવર્ટ મુજબ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ભારત પોતાની મિલિટ્રીને મોડર્નાઈઝ કરવામાં લાગ્યુ છે. સાથે જ તે એશિયામાં પોતાની ડિપ્લોમૈટિક અને ઈકોનોમિક હૈસિયત વધારી રહ્યુ છે. 
- ગયા મહિને ભારતમાં થયેલ આતંકી હુમલાને કારણે ભારત પાક વચ્ચે સંબંધો ખરાબ થયા છે. 
- સ્ટીવર્ટે કહ્યુ, ભારતમાં આતંકી હુમલાનો ખતરો સતત બનેલો છે. કાશ્મીરમાં ચાલી રહેલ હિંસાને કારણે ભારત-પાકના બાઈલેટરલ રિલેશનમાં તનાવ વધશે 


સુત્રોના જણાવ્યા પ્રમાણે એલઓસી પર કાર્યવાહી ત્રાસવાદનો મુકાબલો કરવાની ભારતની એક રણનીતિના ભાગરૂપે હતી. આ હુમલો પાકિસ્તાનને સંદેશ હતો કે સીમાપારથી થતા ઘુસણખોરીના કોઇપણ પ્રયાસ વિરૂધ્ધ સૈન્ય આકરી કાર્યવાહી કરશે અને તેની તીવ્રતા વધી જશે.    સૈન્યના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના આવતા દિવસોમાં આવા વધુ હુમલા કરી શકે છે અને સાથોસાથ પોતાના અભિયાનની વિડીયો પણ જારી કરી શકે છે. સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ સૈન્યની કાર્યવાહીને સરકારનુ સમર્થન હોવાનુ જણાવ્યુ હતુ.
 
દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધા બાદ નિયંત્રણ રેખા પર પહેલાથી વધુ ટેન્શન જોવા મળી છે. પરિસ્થિતિ જંગ જેવી જોવા મળી રહી છે. પાક. સેના દ્વારા હવે બદલો લેવાની આશંકાને કારણે ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર હાઇએલર્ટ જાહેર કરેલ છે. નિયંત્રણ રેખા સાથે જોડાયેલી તમામ સરકારી શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાય છે. નૌશેરા સેકટરના અનેક ગામોના પરિવારોને હટાવી રાહત શિબિરોમાં મોકલી દેવાયા છે. હવે જિલ્લાના મંજાકોટ ગામ ઉપરાંત ઢુંગી બ્લોકના ગામોને એલર્ટ કરી દેવાયા છે જયાં પાક સેના બદલો લેવાનો પ્રયાસ કરશે.
 
ભારતીય સેનાના સુત્રોએ જણાવ્યુ છે કે, એલઓસી ઉપર સેના અગાઉ કરતા વધુ એલર્ટ ઉપર છે. પાક. સેના વળતો કાકરીચાળો કરી શકે છે. જે સામે જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સૈન્ય તૈયાર છે. એલઓસી ઉપર આધુનિક હથિયારો અને તોપો તૈયાર રાખવામાં આવી છે હવે ફકત પાક. સેના તરફથી શરૂઆત થાય તેની રાહ જોવાઇ રહી છે.
 
સૈન્ય સુત્રો કહે છે કે, નૌશેરાના કલસીયા, પુખરની, લામ, જંગડ, કલાલ, શેરમકડી, કેરી, મંજાકોટ, ગંભીર, કુંડી, નક્કડ, ચીટી બકરી, રેતીમીટી, સુલીતડા, રથાલી, બસાલી વગેરે ગામમાં દહેશતનો માહોલ છે. આવતા દિવસોમાં સ્થિતિ વણસવાની સંભાવના છે. નિયંત્રણ રેખા પર સ્વાસ્થ્ય વિભાગને એલર્ટ રાખવામાં આવેલ છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આગામી વર્ષ સુધીમાં ભારતનું એક પણ ગામ વીજળી વિનાનું નહીં હોય : મોદી

મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બાવનમી એન્યુઅલ જનરલ ...

news

કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં બે દિવસમાં 90 વૃક્ષો ઉથલી પડયા

અમદાવાદમાં એક તરફ માનવ આરોગ્ય માટે જરૃરી ગ્રીનકવર્ડ ઘટતું જાય છે ત્યારે રવિવાર અને ...

news

કંડલા પોર્ટનું નામ દિન દયાલ ઉપાધ્યાય પોર્ટ કરવા વડાપ્રધાનનું સુચન

ભારત સાથે ઈરાનના ચાહબાર બંદર સાથે કરાર થયો છે. આ ઈરાનના આ બંદરાથી કંડલા પોર્ટનો સીધો ...

news

ગુજરાતીઓનો આફ્રિકા પ્રેમ જાણીતો - AFDBની બેઠકમાં મોદી બોલ્યા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી સામાન્ય સભાનું 22થી 26 મે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine