શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (15:52 IST)

ઈંડિયા ટુડે ઓપિનિયન પોલ - નોટબંધીની આંધી પાર કરી યૂપી પર રાજ કરશે BJP

નોટબંધી પર પ્રધાનમંત્રીની ઓચિંતી જાહેરાતથી લોકોને થયેલ અસુવિદ્યા છતા ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની નિર્ણાયક રણભૂમિ ફતેહ કરતી દેખાય રહી છે. ઈંડિયા ટુડે ગ્રુપ માટે એક્સિસ-માય ઈંડિયાની તરફથી તાજા ઓપિનિયન પોલમાં પાર્ટીઓની સ્થિતિના હિસાબથી BJP ની યૂપીમાં સત્તાથી 14 વર્ષનો વનવાસ ખતમ થતો દેખાય રહ્યો છે. 
 
ચૂંટણી પંચની તરફથી 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોનુ એલાનના દિવસે જ આ ઓપિનિયન પોલ રજુ કરવામાં આવ્યો. યૂપીના સિંહાસનના સંઘર્શને લઈને આ ઓપિનિયન પોલના મોટા અને મહત્વના પરિણામ આ પ્રકારના છે. 
 
1. BJPને યૂપીમાં 206 થી 216 સીટો મળવાની સાથે બહુમત મળવાનુ અનુમાન છે. એક્સિસ-માય ઈંડિયાએ યૂપી પર જે પ્રથમ ઓપિનિયન પોલ કર્યુ હતુ તેનાથી BJPને તાજા ઓપિનિયન પોલમાં 30થી સીટો વધુ મળી છે. 
 
 
2. સમાજવાદી પાર્ટી પોતાના વર્તમાન અવતારમાં 92 માંથી 97 સીટોનુ અનુમાન સાથે બીજા નંબર પર રહી છે. આ સ્થિતિ પાર્ટીના આંતરિક યુદ્ધ હોવા છતા રહી છે. છેલ્લા ત્રણ મહિનમાં સમાજવાદી પાર્ટીનો ગ્રાફ ઉંચો થયો છે. જ્યારે કે બહુજન સમાજ પાર્ટી (BSP)બીજાથી ત્રીજા સ્થાન પર ખસી ગઈ છે. 
 
3. BSPને 79થી 85 સીટો મળવાનુ અનુમાન છે. અગાઉના ઓપિનિયન પોલમાં BSPને 115થી 124 સીટો મળતી દેખાય રહી હતી.  બીએસપીનો ઉતારનુ કારણ છે કે તે પોતાના પારંપારિક દલિત વોટ બેંકથી હટીને બીજા વર્ગોના મતદાતાઓને પોતાની સાથે જોડવામાં નિષ્ફળ ગઈ છે. 2007માં બીએસપીએ પારંપારિક દલિત વોટ બેંક સાથે સુવર્ણ બ્રાહ્મણોનુ સમર્થન મેળવવાથી જીત મેળવી હતી. પણ 2017માં BSPની બિન-દલિતોમાં અપીલ સીમિત જોવા મળી રહી છે. 
 
4. રાહુલ ગાંધીને હાઈ વોલ્ટેજ કૈપેન અને પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતિથી કોંગ્રેસની ચૂંટણી તકદીર પર કોઈ અસર પડતી દેખાય રહી નથી.  ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને 5 થી 9 સીટો મળવાનુ અનુમાન છે. 2012માં યૂપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 28 સીટો પર સફળતા મળી હતી. 
 
5. BJPને 33% વોટ શેયર મળવાનુ અનુમાન છે. ઓક્ટોબરમાં એક્સિસ-માય ઈંડિયાના ઓપિનિયન પોલમાં BJPને 31% જ વોટ મળતા દેખાય રહ્યા હતા. 
 
6. SP અને BSP,  બંનેને યદ્યપિ 26% વોટ શેયર મળતા દેખાય રહ્યા છે પણ SP ને વધુ સીટો મળશે.  આ એ કારણે કે SPના વોટ શેયર પ્રભાવવાળા ક્ષેત્રોમાં કેદ્રિત છે. બીજી બાજુ BSPના વોટ રાજ્યભરમાં ફેલાયેલા છે. 
 
7. સર્વેમાં 76% મતલબ મોટી સંખ્યામાં પ્રતિભાગીઓએ નોટબંધીનુ સમર્થન કર્યુ. પણ લોકો આ વાત પર વહેંચાતા દેખાયા કે શુ આમ આદમીને નોટબંધીથી અસુવિદ્યા થઈ છે.  58% એ માન્યુ કે તેમને નોટબંધીથી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ 42% એ કહ્યુ કે તેમને અસુવિદ્યા થઈ નથી.  બીજેપીના વોટ શેયરમાં વધારો થવો એ વાતનો સંકેત છે કે નોટબંધીથી અસુવિદ્યા છતા લોકો માને છે કે પીએમ મોદીના આ પગલાથી  દેશને અંતમા લાભ થશે. 
 
8. સર્વેના હરિફોમાંથી અડધાથી વધુ (51%) એ કહ્યુ કે તેઓ માને છે કે નોટબંધીથી કાળા નાણા અને નકલી નોટોનુ સંકટ મટાડવામાં મદદ મળશે. 
 
9.  BJP ની SP ના યાદવ વોટ બેંકમાં ખાતર પાડવાની કોશિશો વધુ પરવાન નથી ચઢી શકી. 72% યાદવ હરીફોનુ કહેવુ છે કે તે અવિભાજીત SPને વોટ આપશે. 
 
10. BSPનો ગ્રાફ નીચે પડવાનુ એક કારણ એ પણ છે કે પહેલા યૂપીના મુસ્લિમ SP અને BSPમાં વેહેચાતા દેખાયા હતા. પણ હવે મુસ્લિમ મતદાતા SP તરફ કેન્દ્રિત થતા દેખાય રહ્યા છે.  ડિસેમ્બરમાં ઓપિનિયન પોલમાં ભાગ લેનારા 71 ટકા મુસલમાનોએ કહુ કે તેઓ SPના પક્ષમાં વોટ કરશે. ઓક્ટોબરમાં SPને વોટ કરવાના ઈચ્છુક મુસ્લિમ 58 ટકા જ હતા. આ સમય દરમિયાન BSPના મુસ્લિમોમાં સમર્થન 21 ટકાથી ઘટીને 14 ટકા રહી ગયુ. 
 
11. બધા આયુ-વર્ગોમાં SPનુ સમર્થન સૌથી વધુ યુવાઓમાં છે. આ રાજ્યમાં યુવાઓમાં એ છબિને કારણે જે અખિલેશ પોતાને માટે બનાવવામાં સફળ રહ્યા છે. 
 
12. બીજેપીની લોકપ્રિયતા યૂપીમાં 60+ મતદાતાઓમાં સૌથી વધુ છે. આ આયુવર્ગમાં 37 ટકાનુ સમર્થન બીજેપીની છે જે પાર્ટેના ઓવરઓલ વોટ શેયરથી 4 ટકા વધારે છે. 
 
13. યુવા અખિલેશ યાદવ યૂપીના આગામી મુખ્યમંત્રી બનવા માટે પ્રથમ પસંદગી છે. 33 ટકા હરીફોએ તેમને પહેલી પસંદ બતાવી. બીજા નંબર પર માયાવતી રહી જેણે 25 ટકાએ પ્રથમ પસંદગી બતાવી. જો કે રાજનાથ સિંહ સંકેત આપી ચુક્યા છે કે તે મુખ્યમંત્રીની દોડમાં નથી. પણ હજુ પણ તે BJP માટે સૌથી સારો દાવ છે.  20 ટકા હરીફોએ તેમને આગામી મુખ્યમંત્રી માટે પ્રથમ પસંદગી બતાવી. 
 
14. જેમ કે અગાઉના ઓપિનિયન પોલ્સમાં પણ સામે આવ્યુ હતુ કે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હેંડલ કરવામાં સૌથી સક્ષમ નેતા માયાવતીને માનવામાં આવ્યા હતા. તાજુ ઓપિનિયન પોલમાં પણ 48% પ્રતિભાગીઓએ આ મામલે માયાવતીને પ્રથમ પસંદ બતાવી. બીજી બાજુ 28% એ અખિલેશ યાદવને કાયદા-વ્યવસ્થાને નિપટાવવા મામલે સૌથી સારા બતાવ્યા. 
 
આ સર્વે 12 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવ્યો છે.  આ નોટબંધીની વચ્ચેનો સમય હતો. જ્યારે લોકોને કેશ માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સર્વેમાં ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટોમાં 35 સીટોને રૈડમલી સેલેક્ટ કરવામાં આવી. જેમા 8480 લોકો સાથે વાતચીતન સૈપલના આધાર પર અમે આ ઓપિનિયન પોલ તૈયાર કર્યો છે.  આ ઓપિનિયન પોલમાં સમાજવાદી પાર્ટીમાં કોઈ સંભવિત તૂટના પ્રભાવ પર વિચાર નથી કરવામાં આવ્યો.  કે ન તો SP, Congress અને RLDના ગઠબંધનની શક્યતાના પ્રભાવને આંકવામાં આવી. બહુ કોણીય હરીફાઈમાં નાના અંતર, ધર્મનિરપેક્ષ તાકતોનુ એકજુટ થવુ વર્તમાન બધા સમીકરણોને બદલી શકે છે.