બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2017 (15:55 IST)

રાષ્ટ્રપતિ ઉમેદવાર - Ram Nath Kovind વિશે શુ શુ જાણો છો ?

ભારત જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક પ્રેસ કોન્ફરીંસમાં કોવિંદને એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવર બનાવવાની જાહેરાત કરી છે.  
 
રામનાથ કોવિંદ વર્તમન સમયમાં બિહારના રાજ્યપાલ છે. પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની હોડમાં તેમનુ નામ ખૂબ વધુ ચર્ચામાં નહોતુ.  રામનાથ કોવિંદનો જન્મ એક ઓક્ટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. કોવિંદે કાનપુર યૂનિવર્સિટીથી બીકોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. 
 
ગવર્નર ઑફ બિહારની વેબસાઈટ મુજબ કોવિંદ દિલ્હી હાકીકોર્ટમાં 1977થી 1979 સુધી કેન્દ્દ્ર સરકારના વકીલ રહ્યા હતા. 1980થી 1993 સુધી કેન્દ્ર સરકારના સ્ટૈડિંગ કાઉંસિલમાં હતા. 
 
 
દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેમણે 16 વર્ષ સુધી પ્રૈકટિસ કરી. 1971માં દિલ્હી બાર કાઉંસિલ માટે તેઓ નામાંકિત થયા હતા.  1993માં કોવિંદ ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે સાંસદ તરીકે પસંદગી પામ્યા. તેઓ 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યા. કોવિદ અનેક સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યા છે. 
 
આ સમિતિઓ છે - આદિવાસી, હોમ અફેય, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ, સામાજીક ન્યાય, કાયદો ન્યાય વ્યવસ્થા અને રાજ્યસભા હાઉસ કમિટીના પણ ચેયરમેન રહ્યા. 
 
સક્રિય સાંસદ રહ્યા - કોવિંદ ગવર્નસ ઓફ ઈંડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટના પણ સભ્ય રહ્યા છે. 2002માં કોવિંદે સંયુક્ત રાષ્ટ્રના મહાસભાને સંબોધિત કર્યા.  કોવિંદે અનેક દેશોની યાત્રા કરી છે. 
 
કોવિંદની ઓળખ દલિત ચેહરાના રૂપમાં મહત્વની રહી છે. વિદ્યાર્થી જીવનમાં કોવિંદે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલાઓ માટે કામ કર્યુ.  12 વર્ષની સાંસદીમાં કોવિંદે શિક્ષા સાથે સંકળાયેલા મુદ્દા ઉઠાવ્યા. એવુ કહેવાય છેકે વકીલ રહેવા દરમિયાન કોવિંદે ગરીબ દલિતો માટે મફતમાં કાયદાકીય લડાઈ લડી. 
 
કોવિંદના લગ્ન 30 મે 1974ના રોજ સવિતા કોવિંદ સાથે થયા હતા. તેમના એક પુત્ર પ્રશાંત છે અને એક પુત્રી સ્વાતિ છે.