Widgets Magazine
Widgets Magazine

500 કિલોની ઈમાન, 25 વર્ષથી ઘરેથી બહાર નથી નીકળી, આજે સારવાર માટે મુંબઈ પહોંચી

મુંબઈ., શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (13:12 IST)

Widgets Magazine

 દુનિયાની સૌથી વધુ વજનવાળી મહિલાઓમાંથી એક મિસ્રની 36 વર્ષીય એમન અહેમદ વજન ઘટાડવના સારવાર માટે આજે અહી પહોંચી ગઈ. મિસ્રના એક વિમાનથી ભારત આવનારી એમન લગભગ ચાર વાગ્યે મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરી. તેમની સારવાર કરાવનારા ચિકિત્સકોએ કહ્યુ કે સર્જરી પહેલા એમન લગભગ એક મહિના સુધી દેખરેખમાં રહેશે. તે 25 વર્ષથી પોતાના ઘરમાંથી બહાર નથી નીકળી. 
 
દુનિયાની સૌથી જાડી મહિલાઓમીથી એક એમન હાલ મુંબઈના બેરિએટ્રિક સર્જન મુફ્ફાજલ લકડાવાલા અને તેમની ટીમની દેખરેખમાં છે. લકડાવાલાના એક સહાયકે જણાવ્યુ કે એમનની લગભગ ત્રણ મહિનાથી સારવાર ચાલી રહી છે અને તેમણે મિસ્રના અલ્કેજેંડ્રિયિઆ શહેરથી ઘરના પથારી પર જ પડ્યા રહેવા માટે મજબૂર એમનને લાવવા માટે બધા જરૂરી પગલા ઉઠાવ્યા. 
 
ડોક્ટરોએ કહ્યુ, "એમનના સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓને જોતા તેણે મુંબઈ લાવવી એક પડકારરૂપ કાર્ય હતુ. મુંબઈના સૈફી હોસ્પિટલના બેરિએટ્રિક સર્જરી વિભાગની પ્રમુખ અને અર્પણા ગોવિલ ભાસ્કર અને ગંભીર અને ઊંડી ચિકિત્સા વિભાગના સીનિયર ઈનટેંસિવિસ્ટ કમલેશ બોહરા, એમન સાથે હતા.  
 
કોણ છે ડોક્ટર લકડાવાલા 
 
ડોક્ટર લકડાવાલા દેશના સૌથી મોટા ઑબેસિટી વિશેષજ્ઞના રૂપમાં ગણાય છે. મુંબઈમાં તેઓ સેંટર ફોર ઓબેસિટી અને ડાયજિસ્ટિવ સર્જરી નામની હોસ્પિટલના સંસ્થાપક છે. તેમણે દેશના અનેક જાણીતા લોકોની સર્જરી કરી છે. તેમા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો પણ સમાવેશ છે. લકડાવાલાએ આ પહેલા 285 કિલોગ્રામ વજનના એક માણસનું ઓપરેશન કર્યુ હતુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

BSF જવાન તેજ બહાદુરના ફેસબુક પર 6000 ફ્રેંડ્સમાં 17% પાકિસ્તાની

સુરક્ષા કર્મચારીઓને ખરાબ જમવાનુ ખવડાવવાનો આરોપ લગાવનારા બીએસએફ જવાન તેજ બહાદુરના અનેક ...

news

ગુજરાતી વિષયને બચાવવા સાહિત્યકારો-શિક્ષણવિદોની શિક્ષણમંત્રીને રજૂઆત

હાલમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની ચિંતન શિબિર મળી હતી. જેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ...

news

નલિયા ૬.૪ ડિગ્રીમાં ઠુંઠવાયું: અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી તાપમાન

શિયાળાની મોસમે અંતિમ તબક્કામાં પ્રવેશ કરી લીધો હોવા છતાં રાજ્યના મોટાભાગના શહેરમાં તેનું ...

news

નલિયા કાંડમાં કોંગ્રેસનું મૌન, એનજીઓ મેદાનમાં -મહિલા કોંગ્રેસ વિરોધ કરવા તૈયાર નથી

નલિયા સેક્સકાંડએ હવે તૂલ પકડયું છે જેના લીધે દેશભરમાં આ મુદ્દો ગાજ્યો છે. આ સેક્સકાંડમાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine