જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા અમદાવાદના જવાનને શ્રદ્ધાંજલિ, સરકારે શહીદના વારસદારને રૂા. ૪ લાખની સહાય આપી

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (12:43 IST)

Widgets Magazine
gujarat sainik


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇ કાલે જમ્મુ કશ્મીરના પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના નરોડા અમદાવાદના વીર શહીદ દિનેશ દીપકભાઇ બોરસેને હ્દયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આ વીર શહીદના વારસદારને રૂા. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવાની જાહેરાત કરી છે. આ વીર શહીદનો પાર્થિવ દેહ આજે બપોરે ૧-૦૦ વાગે બી.એસ.એફ.ના ખાસ વિમાન દ્વારા  અમદાવાદ લાવવામાં આવ્યો. શહીદ સ્વ.દિનેશ દીપક બોરસેના પાર્થિવ દેહને એરપોર્ટ પર આવકારવા માટે કાયદા રાજ્ય મંત્રી   પ્રદિપસિંહ જાડેજા અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. નિર્મલાબહેન વાધવાણી, કલેક્ટર   અવંતિકાસિંઘ, પોલીસ કમિશનર એ. કે. સિંઘ તથા લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદા રાજ્ય મંત્રી   પ્રદિપસિંહ જાડેજાએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુલવા ક્ષેત્રમાં પોલીસ લાઇન પર થયેલા ફિદાઇન હુમલામાં દિનેશ બોરસે શહીદ થયા છે. રાજ્ય સરકારે શહીદ જવાન માટે રૂા. ૪ લાખની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા વધારાની રૂા. ૧ લાખની એસ ગ્રેશિયા સહાયની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કરી હતી.આ ઉપરાંત શહીદની પત્નીને આજીવન રૂા. ૧ હજારની સહાય, શહીદના બે બાળકોને ૨૫ વર્ષના થાય ત્યાં સુધી રૂા. ૫૦૦-૫૦૦ની બાળક દીઠ સહાય અને શહીદના માતા-પિતાને રૂા. ૫૦૦-૫૦૦ની આજીવન સહાયની જાહેરાત મંત્રીશ્રીએ કરી હતી. મંત્રીશ્રીએ આ દુઃખની વેળાએ તેમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી કામના શહીદને શ્રદ્ધાંજલિ પાઠવતા વ્યક્ત કરી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ, વડોદરામાં ગણેશ પંડાલોમાં પાણી ભરાયાં

આજે સવારથી વડોદરા શહેરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો ...

news

Ram Rahim Rape case Live -પંજાબના સંગરુરમાં 23 ડેરા સમર્થક અરેસ્ટ, ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ

સિરસામાં આવેલા ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સીબીઆઈની વિશેષ કોર્ટ આજે બે સાધ્વીઓ ...

news

જમ્મૂ કશ્મીરના પુલવામામાં આતંકી હુમલા 8 જવાન શહીદ

કશ્મીરના પુલવામા આતંકીઓએ જિલ્લા પોલીસ લાઈન પર હુમલો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ ...

news

રાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર

ડેરા સચ્ચા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની સીબીઆઇની એક કોર્ટે રેપના 15 વર્ષ જુના ...

Widgets Magazine