શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં નવરાત્રિની રંગેચંગે શરૂઆત...

P.R

અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે નવરાત્રિના તાલ સાથે ઝૂમવા યુવાધન દ્વારા છેલ્લા કેટલાય સમયથી તૈયારીતો ચાલતી હતી. જો કે આ વખતે નવરાત્રિમાં પણ મોંઘવારીને અસ્ર જોવા મળી છે આ વર્ષે નવરાત્રિમાં આઠ દિવસ હોવાથી માન્યતા મુજબ આખુ વર્ષ મંદી રહેવાની શક્યતા છે. પ્રથમ દિવસે યુવાધનમાં આજથે એઅમદાવાદ અશિત ગુજરાતભરમાં નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે શેરી ગરબા ઉપરાંત કલબ, પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબાના મોટા પાયે આયોજન કરવામાં આવ્યા છે.

આજે પ્રથમ દિવસે જ એસ.જી. હાઈવે પર સામાન્ય દિવસ કરતા ટ્રાફિક ચક્કાજામ જોવા મળ્યો હતો. જો કે પ્રથમ દિવસ હોવાથી જાહેર કાર્યક્રમોમાં ભીડ ઓછી જોવા મળી હતી. બીજી બાજુ ચાલુ વર્ષે નવરાત્રિ માટે ટ્રેડીશનલ ડ્રેસથી લઈ શણગારની પ્રત્યેક વસ્તુમાં વધેલ ભાવથી ખરીદીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોહી શેરી ગરબામાં વધારો થતા વાલીઓની ચિંતા ઘટી છે. નવરાત્રિના નવ દિવસોમાં ભાક્તો માતાજીની આરાધના અન ઉપાસન અકરી શક્તિ ઉપાસના કરે છે. આ દિવસો દરમિયાન અંબાજી ખાતે પણ ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત પ્રત્યેક શક્તિપીઠ સ્થાને ભક્તોની ભીડ રહે છે.