શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 12 ઑક્ટોબર 2015 (14:52 IST)

તેલુગુ સમાજનાં લોકો નવરાત્રીને ''બતુકમ્મા પંડુઆ'' તરીકે ઉજવે છે

ગુજરાતભરમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવવાની શરૃઆત થઇ ચૂકી છે. સુરત શહેરમાં પણ દરેક વિસ્તારમાં ગરબાઓ રમાય છે. સુરતમાં અલગ અલગ પ્રતિના અલગ અલગ જાતિના વિવિધ લોકો વસે છે. જેમાં તેલુગુ લોકોની જનસંખ્યા લગભગ બે લાખથી પણ વધું છે. પરપ્રાંતથી ધંધાર્થે ચુસ્ત શહેરમાં સ્થાયી થયેલા તેલુગું વાસીઓ નવરાત્રિના પર્વને ખૂબ જ ભક્તિભાવ ઉજવે છે. આ તહેવારને તેલુગુવાસીઓ ''બતુકમ્મા પંડુઆ'' તરીકે ઉજવે છે.

''બતુકમ્મા પંડુગા'ની ઉજવણી પાછળ એક દંતકથા જાણીતી છે જે મુજબ સદીઓ પહેલા ''ચોલુડું'' નામનો એક રાજા હતો યજ્ઞાો, વ્રતો તેમજ ઉપવાસ જેવી ધાર્મિક ક્રિયાઓ ક્યાં બાદ તેના ત્યાં એક બાળકીનો જન્મથયો તે રાજાએ પોતાની બાળકીના ભવિષ્યમાં કોઇ આફત કે દુઃખ ન આવે તે માટે દેવીને પ્રાર્થના કરી અને દેવીના આગ્રહથી પોતાની પુત્રીનું નામ બતુકમ્મા રાખ્યું. બતુકમ્માનો અર્થ જીવ આપનારી માતા એવો થાય છે. તેનો વિશેષ અર્થ થાય છે. આપણા જીવનની તકલીફો કે દુઃખો દૂર કરનારી.

લિંબાયત તેલુગુ સમાજના પ્રમુખ નાગેશભાઇ એલગેટી કહે છે કે બતુકમ્મા પર્વની શરૃઆત આસો સુદ પડવાથી નવમી સુધી ઉજવાય છે. આ તહેવારમાં બે તબક્કામાં ગરબા રમવામાં આવે છે. પ્રથમ દિવસથી આઠમાં દિવસ સુધી સગીરવયની કુમારીકાઓ ભાગ લે છે. જેને બોડડેમ્મા કહેવામાં આવે છે. આ દિવસોમાં કુંવારી છોકરીઓ માટીથી વર્તુળાકારમાં ઘટતી સંખ્યામાં પગથીયાની માફક પર્વતઆકારની એક ઢીંગલી બનાવે છે. અને તેને મધ્યમાં મૂકી તેની આજુબાજુ ગોળ ફરશે ગરબા રમવામાં આવે છે. આ તહેવારનો બીજો તબક્કો અંતિમ એટલે કે નવમાં દિવસે કુંવારિકાઓ ઉપરાંત બધી જ મહિલાઓ ભાગ લે છે. આ અતંમ દિવસ ચદુલા બતુકમ્મા તરીકે ઉજવવામાં આવે છે. દરેક સ્ત્રી એક થાળીમાં પાંદડા મૂકી તેના પર વિવિધ પ્રકારના ફૂલો વડે પર્વત જેવુ બનાવે છે અને તેના ઉપર હળદર અને કઠુંના પૂતળાને ''ગૌરમ્મા'' કહેવામાં આવે છે. આ ફૂલોનાં પર્વતમાં અગરબત્તી, ધૂપસળી અને દીવો મૂકવામાં આવે છે. આ રીતે બનાવેલા થાળીને ''બલુકમ્મા' કહેવામાં આવે છે. આ તહેવારમાં દરેક સ્ત્રી એક એક ''બતુકમ્મા'' બનાવે છે. સ્ત્રીઓમાં એક જાતની હરીફાઇ પણ ચાલે છે કે સૌથી મોટું અને રગરંગીલું સુશોભન ''બબુકમ્મા'' કોણ બનાવે.
તેલુગુ સમાજના રાખોલુ બુચ્ચિરામુલુ કહે છે કે ''સુરતના અનેક વિસ્તારોમાં જેવા કે માનદરવાજા, પ્રતાપનગર લિંબાયત, ડુંભાલ ટેનામેન્ટ, આજંણા, પ્રભુનગર, રામપુરા, પાંડેસરા, સચીનમાં ખૂબ મોટી સંખ્યામાં તેલુગુ સમાજના લોકો બતુકમ્મા પર્વ ઉજવે છે. સાંજે નાના મોટા, બાળકો, સ્ત્રીઓ નવા વસ્ત્રો અને આભૂષણે ધારણ કરી હાથમાં બતુકમ્માની થાળી લઇને તળાવ પાસે, નહેર નદી કિનારે અથવા કોઇ મંદિરમાં જઇએ થાળીની આજુબાજુ ગરબો રમે છે. છેલ્લે બતુકમ્માને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આ પર્વ કુવારી છોકરીઓને મનપસંદ જીવનસાથી મળે તે માટે અને સ્ત્રીઓનું સંસાર જીવન સુખમય બને તે માટે ઉજવાય છે