સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ઈંડા દાળ શોરબા

PIB
સામગ્રી - 4 ઈંડા બાફેલા, 1 ડુંગળી, અડધો કપ ટામેટાની પ્યુરી, 3-4 લસણની કળીઓ, બે ચમચી છીણેલુ અદરક, અડધો કપ લીલા ધાણા ઝીણા સમારેલા, 2 લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચાનો પાવડર, પા ચમચી હળદર, પા ચમચી ગરમ મસાલો, 3 ચમચી તેલ કે ઘી, અડધો કપ વટાણાં, 250 ગ્રામ પનીર.

બનાવવાની રીત - ઈંડાના છોલટા કાઢી લો. પનીરને કાપી લો અને તેલમાં બ્રાઉન થતા સુધી ફ્રાય કરીને રાખી મુકો. ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાનુ પેસ્ટ તૈયાર કરો. તેલ ગરમ કરો અને તેમા તૈયાર પેસ્ટને ફ્રાય કરો. તેમા મીઠુ, હળદર, લાલ મરચું તેમજ ધાણા પાવડર નાખો અને એક મિનિટ સુધી ફ્રાય કરો.

હવે ટામેટાની પ્યુરી નાખો અને તેલ છૂટતા સુધી ફ્રાય કરો. એક કપ પાણી નાખો અને ઉકળવા દો. પછી પનીરના ટુકડા, મટર અને ઈંડા નાખી દો. હવે તેને ઉકળવા દો અને ઘટ્ટ થયા પછી લીલા ધાણાથી સજાવીને સર્વ કરો.