સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ડોય ચિકન

સામગ્રી - 1 કિગ્રા. ચિકન(બોઈલર), 750 ગ્રા.- દહી, 4 મોટી ડુંગળી સમારેલી, દોઢ ઈંચ આદુ ઝીણો સમારેલો, 8-10 કળી લસણ સમારેલો, 4 થી 5 લીલા મરચાં સમારેલા, દોઢ ચમચી લાલ મરચાંનો પાવડર, 4 થી 5 ટી સ્પૂનફૂલ સરસિયાનુ તેલ, 3 ટેબલ સ્પૂન ધાણાજીરું, 1 ટેબલ સ્પૂન હળદર, ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન, 1/2 કપ પાણી, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - ચિકનના ટુકડાઓને સાફ કરી ધોઈ લો. દહીને મથી લો, તેમા મીઠુ, મરચું, ધાણાજીરુ, હળદર, તજનો પાવડર નાખો.
આ મિશ્રણમાં ચિકનના ટુકડાને મિક્સ કરી નાખો, અને આ દહીના મિશ્રણવાળા ચિકનને એક કલાક ફ્રિજમાં મુકી દો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમ સમારેલા ડુંગળી, લસણ, મરચાં અને આદુને સાંતળો. ધીમા તાપે સોનેરી થતા સુધી સાંતળો. હવે તેમા ચિકન નાખો. જ્યાં સુધી તેલ છુટુ ન પડે ત્યાં સુધી ચિકનને ધીમા તાપ પર થવા દો. રસો બનાવવા થોડુ પાણી અને મીઠુ ઉમેરો. હવે ચિકનને ઢાંકી દો અને બફાતા સુધી થવા દો. એકાદ બે વાર વચ્ચે જોઈ લો કે ચિકન બફાય ગયુ કે નહી, બફાયા પછી ગરમ મસાલો ઉમેરી ગરમા ગરમ ભાત સાથે સર્વ કરો.