શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By દેવાંગ મેવાડા|

ઈંડા કરી

સામગ્રી: ૬ થી ૭ નંગ ઈંડા, ૧૦૦ ગ્રામ તેલ, ૩-૪ ચમચી લાલ મરચું, પાંચ ચમચી ધાણાજીરૂ, એક ચમચી હળદર, ગરમ મસાલો બે ચમચી, પ થી ૬ નંગ આખી એલચી, ૧૦-૧૨ આખા મરી, ૪ નંગ લવિંગ, ૪ નંગ તમાલપત્ર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨પ૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ લસણ, ૨પ ગ્રામ આદું, કોથમરી.

રીત - સૌ પ્રથમ ઈંડા ને બાફી છોતરા કાઢી, ચપ્પુથી એક ઇંડાના બે ભાગ કરી લેવા, આદુ, લસણ, ડુંગળીને મિક્સરમાં વાટી નાખવા. મરચુ, ધાણાજીરૂ અને હળદરને ૧૦ મિનિટ માટે ૧૦૦ મિલિ. પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ કઢાઇમાં તેલ ગરમ કરવું. તેલ તપી જાય ત્‍યારે સૌ પ્રથમ તેમાં આખી એલચી, મરી, તમાલપત્ર, વાટેલા આદુ-મરચા-ડુંગળીની પેસ્ટ નાખવી. આ મસાલાને સારી રીતે સાંતળી લેવો, ગુલાબી રંગનો થાય ત્‍યારે તેમાં મરચું, ઘાણાજીરૂ, હળદરની પેસ્ટને નાખી દો , આ મસાલાને સારી રીતે થવા દો, મસાલામાંથી તેલ છુટું પડે ત્‍યારે તેમા બાફેલા ઈંડા, સ્વાદ પ્રમાણે મીઠું અને જોઈએ તેટલા પ્રમાણમાં ગરમ પાણી નાખી પ-૭ મિનિટ ઉકળવા દો. બાદ તેમાં કોથમરી નાખી ગેસ પરથી ઉતારી લો.