ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

લીલી ચટણી ભરેલી પાપલેટ

W.D
સામગ્રી - એક મધ્યમ પાપલેટ, એક વાડકી લીલુ નારિયળનુ છીણ, એક વાડકી સમારેલી કોથમીર, એક નાનકડો આદુનો ટુકડો, 5-6 લીલા મરચાં, 7-8 લસણની કળી, લીંબૂ, હળદર, મીઠુ, ચોખાનો ઝીણો રવો,મીઠુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ પાપલેટ કાંટા પાસેથી બંને બાજુથી મસાલો ભરવા માટે કાપી લેવી, પછી ધોઈને તેને અંદર-બહારથી મીઠુ લગાવી મુકો, કોપરુ, આદુ, લસણ, મરચું, લીલા ધાણા વાટીને મીઠુ, લીંબુ નાખીને ચટણી બનાવવી.

પાપલેટની અંદર બહાર હળદર, મરચુ ચોપડી દેવુ પછી પાપલેટની અંદર બંને બાજુથી ચટણી દાબીને ભરી દેવી, આને ચોખાના બારીક રવા સાથે રગદોળી લેવી અને ગરમ તવા પર તેલ નાખીને તેના પર પાપલેટ મુકી બંને બાજુથી ધીમા તાપ પર તળી લેવી.