શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 28 નવેમ્બર 2015 (11:46 IST)

આંદોલન સમેટવા પાટીદારો દ્વારા સરકાર પાસે ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરી હોવાનો એક વીડિયો

પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્‍ડ પર બનેલી ઘટનાનો રિપોર્ટ  તૈયાર કરી રહેલા ડીસીપી ક્રાઈમ દિપન ભદ્રનને પાસના કન્‍વીનરો સહિત અનેક લોકોનાં નિવેદનો નોંધ્‍યાં છે. તાજેતરમાં જ હાર્દિકની કોરકમિટીના એક સભ્‍યએ નોંધાવેલા પોતાના નિવેદનમાં પાટીદાર અનામત આંદોલન સમેટવા માટે કેટલાક પાટીદારો દ્વારા સરકાર પાસે ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરી હોવાનો એક વીડિયો પથિક પટેલ નામના વકીલ પાસે પડ્‍યો હોવાનું નિવેદન આપ્‍યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે. આ નિવેદનના આધારે ક્રાઈમ બ્રાંચ ખરેખર આવો કોઈ વીડિયો છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
 
   હાર્દિકની કોરકમિટીના સભ્‍યએ નોંધાવેલા નિવેદન પ્રમાણે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરત ખાતેની રેલીના આગલા દિવસે ધાંગ્રધાના એપીએમસીના પ્રમુખ મહેશભાઈ પટેલના સોલા સિવિલ ખાતેના ઘરે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં કેતન પટેલ, ઘનશ્‍યામ પટેલ તેમજ વિપુલ પટેલ હાજર હતા. આ મીટિંગમાં મહેશ પટેલ અને વિપુલ પટેલ દ્વારા રિવર્સ દાંડીયાત્રાનો વિરોધ કરવામાં આવ્‍યો હતો.
 
   જોકે નિવેદનમાં જણાવ્‍યા અનુસાર, આ મીટિંગમાં કેતન પટેલે સુરત ખાતેથી રિવર્સ દાંડીયાત્રા માટે ૨૫ લાખનું ફંડ મળી ગયું હોવાથી, જો આ યાત્રા ન કરવામાં આવી તો સુરતના પાટીદાર તેમજ અલ્‍પેશ કથીરિયાના નેતૃત્‍વ હેઠળના માણસો નારાજ થઈ જશે. ઉપરાંત ભવિષ્‍યમાં સુરત તેમજ  સૌરાષ્ટ્ર તરફથી નાણાકીય સપોર્ટ પણ છીનવાઈ જશે. દરમિયાન ઘનશ્‍યામ પટેલે આંદોલન નીપટાવી લેવા માટે રૂ.૧૦૦ કરોડની માગણી કરાઈ હોવાનો વીડિયો રેકોર્ડિંગ વકીલ પથિક પટેલ પાસે હોવાની વાત જણાવી હતી.
 
   આ મીટિંગ બાદ બીજા દિવસે સુરત ખાતે દાંડીયાત્રા પહેલાં પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવતા કેતન પટેલ, ઘનશ્‍યામ પટેલ તેમજ મહેસાણામાં રહેતો અપ્‍પુ નામનો છોકરો સુરત જવા રવાના થયા હતા. ગાડીમાં જ કેતન પટેલે હાર્દિકને છોડાવવા માટે સરકાર પર પ્રેસર લાવવું પડશે તેમ જણાવી ગુજરાતના મોડાસા, બાયડ, મોરબી, અમરેલી, મહેસાણા, રાજકોટ, સુરત, હિંમતનગર સહિતના શહેરોમાં પાસ સમિતિના કન્‍વીનરોને રસ્‍તા રોકો જેવી વાત ઘનશ્‍યામભાઈના ફોનથી કરી હતી. પોલીસે હાર્દિકને ન છોડતા કેતન પટેલે જ સુરતના કન્‍વીનરોને ફોન પર સંપર્ક કરી તોફાનો ચાલુ કરવા સુચના આપી હતી.