શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:25 IST)

અમદાવાદમાં 26 ઓગષ્ટથી 24 ઓક્ટો. સુધી 144 કલમ લાગુ, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ પોલીસનો તખ્તો અગાઉથી તૈયાર કરી દેવાયો છે. શહેરમાં કલમ 144 લાગુ કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે. તારીખ 26 ઓગષ્ટથી 24 ઓક્ટોબર સુધી 144 કલમ લાગુ કરાશે. અસામાજીક તત્વોને ધ્યાને રાખી પો.કમિશરનું આ જાહેરનામું બહાર પડાયું છે. 60 દિવસ સુધી શહેરમાં કલમ 144 લાગુ રહેશે. શહેરમાં 4થી વધુ લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. મહત્વનું છે કે 25 ઓગષ્ટનાં રોજ હાર્દિક આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહેલ છે. ત્યારે હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ શહેરમાં પોલીસનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. ત્યારે 26 ઓગષ્ટથી 24 ઓક્ટોબર સુધી 144 કલમ લાગુ રહેશે. જેમાં શહેરમાં ક્યાંય પણ જો અસામાજીક તત્વો દેખાશે તો તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી થઇ શકે છે.
જેમાં શહેરમાં ક્યાંય પણ 4થી વધુ લોકો એકઠાં થશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અગત્યની બાબત એ પણ છે કે જે પણ આ કલમનો ભંગ કરશે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કલમ-188 અંતર્ગત આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનનાં યુવા નેતા હાર્દિક પટેલે પણ એક રણશિંગું ફૂંકી દીધું છે. પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે આગામી 25 ઓગષ્ટનાં રોજ પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફી સાથે આમરણાંત ઉપવાસ પર બેસવા માટેની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ ઉપવાસ અગાઉ જ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી દીધું છે અને શહેરભરમાં પોલીસનો તખ્તો તૈયાર કરી દીધો છે. જેથી અસામાજીક તત્વોને ધ્યાને લઇ આ જાહેરનામું બહાર પડાયું છે. કલમ 144નો જો કોઇનાં દ્વારા ભંગ કરાશે તો તેની ઉપર કલમ-188 અંતર્ગત કડક કાર્યવાહી કરાશે.