ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બુધવાર, 26 ઑગસ્ટ 2015 (08:23 IST)

હાર્દિકની ધરપકડ પછી સમગ્ર ગુજરાત ભડકે બળ્યું લાઠીચાર્જ અને ગોળીબાર પછી પરિસ્થિતિ બગડી

25 ઓગસ્ટે અમદાવાદમાં અનામતની માંગણી સાથે નીકળેલી પાટીદારોની રેલી પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. 13 વર્ષ પછી ગુજરાતમાં પહેલીવર કરફ્યુના આદેશો અપાયા હતા. મંગળવારની રાત્રે ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોની ચોકીઓને લોકોના ટોળાએ આગ ચાંપી હતી. તોફાની ટોળાઓએ 100થી વધુ બસોને આગ ચાંપી અનેક બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી આગ ચાંપી દેવાઈ હતી. બુધવારે ગુજરાત બંધનુ એલાન આપતા શહેરોના રસ્તા સુમસામ થઈ ગયા હતા. અમદાવાદની દરેક શાળા-કોલેજ બંધ રહી હતી. 
 
મંગળવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉંડ પર સાંજના સમયે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અન્ય પાંચ નેતાની પોલીસે અટકાયત કરાતા મોદી સાંજે હજારો લોકોના ટોળાએ રાજ્યમાં ઠેર ઠેર તોફાનો શરૂ કર્યા હતા. જીએમડીસી ગ્રાઉંડ પર ઉપવાસ આંદોલન કરી રહેલા પાટીદારો પર પોલીસે લાઠીચાર્જ કરતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને સમગ્ર રાજ્યમાં તોફાનો શરૂ થઈ ગયા હતા. અમદાવાદની સડકો પર હજારોના ટોળા રસ્તા પર આવી ગયા હતા. 
 
લોકોમાં સરકાર વિરુદ્ધ એટલો આક્રોશ હતો કે રાજ્યના ગૃહમંત્રી રજની પટેલના ઘર પર હુમલો કરી તેને સળગાવવા પ્રયત્નો કર્યો હતો. મહેસાણામાં મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટની પાછળ રાધે એક્ઝોટિકામાં આવેલા ગૃહમંત્રી રજની પટેલના નિવાસ સ્થાન પર સાંજે આક્રોશિત પાટીદારોનું ટોળુ ઘસી ગયુ હતુ. જ્યા તોડફોડ કરીને મકાનને આગ ચાંપવામાં આવી  હતી. મહેસાણામાં આરોગ્યમંત્રી નીતિન પટેલના ઘરે પણ લોકોએ પત્થરમારો કર્યો હતો. 
 
મોડીરાત્રે વડોદરામાં પણ તંગદીલી ફેલતા તોફાની ટોળા દ્વારા ચાર સ્થળોએ 7 એસટી બસોના કાચની તોડફોડ કરાઈ  હતી. મોડીરાત્રે વડોદરામાં તંગદિલીનુ વાતાવરણ સર્જાતા વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવયો હતો.  ચાર સ્થળોએ 7 એસટી બસોના કાચની તોડફોડ કરાઈ હતી. મોડીરાત્રે વડોદરામાં તંગદિલીનુ વાતાવરણ સર્જાતા વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. 
 
અમદાવાદ મહેસાન અને સુરતમાં મોડી રાત્રે અનેક પોલીસ ચોકીઓ બાળવામાં આવી હતી. પોલીસે હજારો લોકોના ટોળા સામ સામે આવી જતા સમગ્ર રાત ભારેલો અગ્નિ રહ્યો હતો.