શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ઉદયપુર , શુક્રવાર, 29 જુલાઈ 2016 (12:25 IST)

પાસમાં તીરાડ પડી - કેતન પટેલે હાર્દિક પટેલને અપરિપક્વ ગણાવતા મામલો ગરમાયો

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)માં હવે સ્પષ્ટ તિરાડ પડેલી સામે આવી છે.પાસના આગેવાન કેતન પટેલે હાર્દિક પટેલને અપરિપક્વ ગણાવતા મામલો ગરમાયો હતો. 

બીજી તરફ ઉત્તર ગુજરાતના બહુચરાજીથી ઊંઝા સુધીની 13 ઓગષ્ટે નીકળનારી પાટીદાર એકતા યાત્રાનો વિવાદ ઊઠ્યો છે. એકતા યાત્રાની જાહેરાત અગાઉ હાર્દિક પટેલની સંમતિ લેવાઇ ન હતી તેમ 'પાસ'ના કન્વીનરે કબૂલાત કરી હોઇ નવો વિવાદ ઊઠ્યો છે.

એકતા યાત્રાના સંદર્ભમાં હાર્દિક પટેલની સંમતિ અંગે વરુણ પટેલ કહે છે કે, 'એકતા યાત્રા માટે હાર્દિક પટેલની સંમતિ લેવી જરૂરી નથી. 'પાસ'નો કોઇ પણ કાર્યક્રમ હોય તો હાર્દિકને પૂછવું પડે, જયારે આ તો પાટીદાર સમાજનો કાર્યક્રમ છે. પાટીદારોએ કોઇને પૂછવાની જરૂર નથી.

પાસમાં આ તડાં પડવાનું કારણ કન્વીર્સની નિમણુંકો માનવામાં આવે છે. જેમ કે ઉત્તર ગુજરાતના કન્વીનરપદે સુરેશ ઠાકરેની નિમણૂક સામે જ હાર્દિક પટેલે પોતાના છેલ્લા વીડિયો મેસેજમાં સંબંધિતોને આડકતરી ચીમકી આપી હતી.

આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલે વિડીયો મેસેજ મોકલીને કેટલીક સ્પષ્ટતા કરવી પડી છે. જેમા હાર્દિક પટેલે તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન સમિતીમાં કરવામાં આવેલા ફેરફારને લઈને સ્પષ્ટતા કરી છે. આ વિડીયોમાં હાર્દિકે પાટીદારોને વિનંતી કરી છે કે સંગઠનમાં થયેલા ફેરફારોને લઈને કોઈએ ખોટુ અર્થઘટન કરવુ નહી. હું નવ મહીના સુધી જેલમાં રહ્યો છું અને હજી છ મહીના ગુજરાત બહાર રહેવાનુ છું. ત્યારે એવુ સમજવાની જરૂર નથી કે પાટીદાર સમાજ નિરાધાર થઈ ગયો છે. પાટીદાર સમાજના હક માટે સૌ કોઈ લડી રહ્યા છીએ. કોઈ જાતિ કે હોદ્દો મોટો નથી. જેથી તમામ લોકોએ કોઈપણ પ્રકારના હોદ્દાનો લોભ રાખ્યા વિના સમાજના ભલા માટે લડવુ જોઈએ. તમારો ભાઈ ગુજરાત બહાર છે ત્યારે ભાઈનુ જરા માન રાખીને આગળ વધજો.