બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્‍હી , શુક્રવાર, 6 નવેમ્બર 2015 (18:01 IST)

હાઈકોર્ટે જામીન ન આપતા હાર્દિક પટેલની દિવાળી બગડી

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્‍વીનર હાર્દિક પટેલને દેશદ્રોહના મામલામાં હાલ કોઇ રાહત નથી મળી. આજે હાર્દિકની અરજી પર સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટની બેન્‍ચે ગુજરાત પોલીસને દોઢ મહિનામાં તપાસ પુરી કરવાનો આદેશ આપ્‍યો છે. સાથોસાથ સુપ્રિમ કોર્ટે પોલીસને આ મામલામાં ચાર્જશીટ પણ દાખલ નહિ કરવા નિર્દેશ આપ્‍યા છે. આ મામલાની હવે પછીની સુનાવણી પમી જાન્‍યુઆરીના રોજ થશે. આજની સુનાવણી બાદ હાલ તુર્ત હાર્દિકને વધુ સમય જેલમાં રહેવુ પડશે એટલે કે તેની દિવાળી બગડી છે અને તેણે ચૂંટણી સુધી જેલમાં જ રહેવુ પડશે.

   અત્રે એ નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટની એક બેન્‍ચે દેશદ્રોહના મામલા વિરૂધ્‍ધ હાર્દિકની અરજીની સુનાવણી કરવાનો ઇન્‍કાર કર્યો હતો અને મામલો બીજી બેન્‍ચ પાસે મોકલી દીધી હતો. હાર્દિકે પોતાની વિરૂધ્‍ધ લાગેલા દેશદ્રોહના કેસને પડકાર્યો હતો અને જામીનની માંગણી કરી હતી.

   આજે સુપ્રિમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઇ હતી અને આજની સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે હાર્દિકને કોઇ રાહત આપી ન હતી. તેમની સામેનો રાજદ્રોહનો ગુન્‍હો યથાવત રહે છે. સુપ્રિમ કોર્ટે આજે રાજદ્રોહના મામલે દોઢ મહિનામાં તપાસ પુરી કરવા અને એ દરમિયાન ચાર્જશીટ દાખલ નહી કરવાનો આદેશ આપ્‍યો હતો.

   આજે હાર્દિક પટેલ તરફથી કપિલ સિબ્‍બલ અને માંગુકીયા હાજર રહ્યા હતા જયારે સરકાર તરફથી એટર્ની જનરલે દલીલો કરી હતી. આજની સુનાવણી બાદ હવે પાંચમી જાન્‍યુઆરી ઉપર મામલો જતા હાર્દિકને ત્‍યાં સુધી જેલમાં જ રહેવુ પડશે. હાર્દિક પટેલે કરેલા આક્ષેપોની વધુ સુનાવણી માત્ર ગુજરાત હાઇકોર્ટમાં જ થશે તેવો આદેશ આપતા સુપ્રિમ કોર્ટે વધુ સુનાવણી પાંચમી જાન્‍યુઆરી ઉપર મુકરર કરી છે. હાર્દિક પટેલ હાલ સુરત જેલમાં બંધ છે. અત્રે એ પણ નોંધનીય છે કે, હાઇકોર્ટે ગયા મહિને રાજદ્રોહના આરોપને પડકારતી હાર્દિકની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટના કહેવા મુજબ હાર્દિક સામે પ્રથમ દ્રષ્‍ટિએ રાજદ્રોહનો કેસ બને છે. સુપ્રિમ કોર્ટે આજે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાષ્‍ટ્રદ્રોહના મામલે તપાસ પુરી થાય તે પછી તે આગળ વિચારણા કરશે.
   આજની સુનાવણી બાદ હવે હાર્દિક પટેલને હજુ બે મહિના સુધી જેલમાં રહેવુ પડશે એટલે કે, તેને દિવાળી જેલમાં જ કાઢવી પડશે અને આગામી ચૂંટણી સુધી જ પણ તે જેલમાં રહેશે.