શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 26 ઑગસ્ટ 2015 (18:03 IST)

હાર્દિક પટેલની પાછળ કંઈ તાકતો ? આ છે થ્યોરીઝ

સમૃદ્ધિ, વિકાસ અને શિક્ષાના સ્તરથી આખા દેશ સામે વિકાસનુ નવુ માનક અને મૉડલ રૂપમાં ચર્ચામાં રહેનારુ ગુજરાત આ સમયે એક બીજા કારણે ચર્ચામાં છે.  ચર્ચાનુ કારણ છે પટેલોની અનામતની માંગણી. બરાબર અનામતની સાથે જ બરાબરીસિવાય સામાજીક ન્યાય ગરીબી, ખેડૂત આત્મહત્યાની વાતો આજે લાંબા સમય પછી એ ગુજરાતમાં ઉઠી છે જેની ચર્ચા વિકાસના પર્યાયના રૂપમાં થતી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ અવાજ એ જ સમુહ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે જે ગુજરાતના વિકાસ મૉડલ અને સમૃદ્ધિનો ચેહરો રહ્યો છે. 
 
પટેલ સમુહ ગુજરાતની રાજનીતિમાં પોતાનો પ્રભાવ રાખવા ઉપરાંત તેને પલટવાની તાકત પણ ધરાવે છે.  માત્ર 3-4 મહિનામાં ઉભુ થયેલ આ આંદોલન અચાનક આટલુ મોટુ રૂપ લઈ લેવાના કારણોને જાણવાનો પ્રયાસ કર્યો અને શોપિંગ ઓફ મોર્ડન ગુજરાત અને રોયલ સિટી ટૂ મેગા સિટી જેવા જાણીતા પુસ્તકોના લેખક ઉચ્યુત યાગ્નિક, સામાજીક કાર્યકર્તા જિગ્નેશ મોવાની અને સાથે જ સમાજશાસ્ત્રીઓ અને પત્રકારો સાથે વાત કરી તો આ આંદોલન પાછળ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ જુદી જુદી અનેક થ્યોરિઝ સામે આવી. 
 
હાર્દિક પટેલની પાછળ કંઈ તાકતો છે ? આ છે થ્યોરીઝ.. સમૃદ્ધિ વિકાસ અને શિક્ષાના સ્તોત્રથી આખા દેશ સામે વિકાસના નવા માનક અને મોડલના રૂપમાં ચર્ચામાં રહેનારુ ગુજરાત આ સમયે એક બીજા કારણે ચર્ચામાં છે.  
 
થ્યોરી નંબર - 1 આરએસએસનો હાથ ?
 
આ આંદોલન પાછળ એક થ્યોરી એ ચાલી રહી છે કે આંદોલનને આરએસએસનુ સમર્થન છે. સામાજીક કાર્યકર્તા જિગ્નેશ મોવાની કહે છે કે આરએસએસ આની પાછળ હોઈ શકે છે. શક્ય છે કે તે કેન્દ્ર પર આના દ્વારા દબાણ બનાવવા માંગતુ હોય. પણ એ પણ તેઓ માત્ર એક અટકળબાજી જ બતાવે છે. 
 
થ્યોરી નંબર 2 - ભાજપાનો હાથ ? 
 
એક તબકો એવો પણ છે જે આ પુરા આંદોલનને ગુજરાત બીજેપીના અંદર નેતૃત્વ પરિવર્તનના અભ્યાસ સાથે જોડી રહ્યા છે. જો કે લેખત અચ્યુત યાગ્નિક આ થ્યોરીને નકારી દે છે તેઓ કહે છેકે આ એક રીતે બીજેપીનુ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવુ રહેશે.  જીએમડીસી મેદાન પર આ આંદોલનને કવર કરી રહેલ સ્વતંત્ર પત્રકાર કુલદીપ કહે છે કે ભાજપા શક્ય છે આ આંદોલનને બહાને દેશમાં અનામતને લઈને મૂળથી ફેરફારનો રાસ્તો શોધી રહ્યુ હોય. કુલદીપ કહે છેકે તમે હાર્દિકના ભાષણ પણ સાંભળશો તો તેઓ કહી રહ્યા છે. અથવા તો અનામત ખતમ કરો અથવા તો બધાને આપો.  આ રૂપમાં વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટ કહે છે કે આ આંદોલન ખોટુ છે કે સાચુ તેના પર હાલ કશુ કહી શકાતુ નથી.  પણ એ વાત નક્કી છે કે હવે સમય આવી ગયો છે કે જ્યારે સરકારે આ આંદોલનને બહાને રિઝર્વેશન સિસ્ટમ વિશે ફરીથી વિચારવુ જોઈએ. 
 
થ્યોરી નંબર - 3 કોંગ્રેસ કે પછી આપ નો હાથ ?
 
માત્ર 22 વર્ષના હાર્દિક પટેલની વાતો ભાષણો અને રાજનીતિક માંગોમાં શુ ખરેખર આટલો દમ છે કે સમગ્ર ગુજરાતના પટેલ તેની અવાજ પર એક થઈ રહ્યા છે.  કે આ આંદોલન પાછળ કોઈ રાજનીતિક તાકત છે. હાર્દિકના આમ આદમી પાર્ટીથી પ્રભાવિત થવાની વાતો મીડિયામાં છે. મીડિયામાં સમાચાર છે કે હાર્દિકે ટ્વીટ ભાષ શૈલી અને ભાષણમાં કેન્દ્રીય તત્વ એ જ છે જે પહેલા એક સમયે અન્ના આંદોલન દરમિયાન અરવિંદ કેજરીવાલનો રહેતો હતો. કોઈ આ આંદોલનને કોંગ્રેસના સપોર્ટની વાત પણ કરી રહ્યુ છે. પણ માહિતગાર આને અફવા બતાવી રહ્યા છે.  કારણ કે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં એટલી ખરાબ છે કે તેની પાસે નેતા છે જ નહી. પછી એ તો ચૂપચાપ પણ આ પટેલોના આ માંગ પર ટિપ્પણી કરવાની સ્થિતિમાં પણ નથી. 
 
પાટીદાર અનામત આંદોલન સમિતિનો પક્ષ 
 
પાટીદાર અનામત આંદોલન સમિતિના સહ સંયોજક ઘાર્મિક માલવીય આ આંદોલન પાછળ કોઈ પણ થ્યોરીની વાતને બકવાસ ગણાવે છે. તેઓ કહે છે કે ન તો અમને આરએસએસે ઉભા કર્યા છે કે ન તો મોદીએ કે ન તો ભાજપાએ. અમારી પર પહેલ જ કોંગ્રેસી ઓવાનો આરોપ લાગતો રહ્યો અને પછી અમને આમ આદમી પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યા.  આ બધુ અમારી માંગોને અવગણવાના પ્રયાસો છે.