બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (12:23 IST)

મોરબીમાં મંજુરી વિના યોજાયેલા હાર્દિક પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયાં

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે મોરબીમાં કોઈ પણ પ્રકારની મંજુરી વિના રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયાં હતાં. હાર્દિક પટેલના આજના મોરબી પ્રવાસની શરૂઆત માળીયાના મોટાભેલા ગામથી થઈ હતી, જેમાં આ ગામના ખેડૂત રમેશભાઈ સરડવાની હત્યા થઈ હોય તેના પરિવારની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મોડપર ગામનો પ્રવાસ કરીને બગથળા અને વાવડી થઈને મોરબી આવી પહોંચ્યો હતો. જ્યાં તેની સાથે કોંગ્રેસી નેતાઓ સાથે રહ્યા હતા.

મોરબી-ટંકારામાં હાર્દિકને સભા કે રોડ શોની મંજૂરી મળી ન હતી છતાં તેણે રોડ શો અને રેલી કરી હતી. મોરબી પહોંચીને હાઉસિંગ બોર્ડમાં રહેતા મૃતક નિખિલ ધામેચાના પરિવારને મળ્યા હતા નિખિલની નિર્મમ હત્યા કેસમાં પોલીસની ઢીલી તપાસ સામે રોષ પ્રગટ કર્યો હતો અને ન્યાય માટે હાર્દિકને વિનંતી કરવામાં આવી હતી. નિખિલ ધામેચા પરિવારની મુલાકાત પતાવીને હાર્દિક પટેલનો કાફલો રવાના થયો હતો. નિખિલના પરિવારને મળીને હાર્દિક નવા બસ સ્ટેન્ડ પહોંચ્યો હતો જ્યાં ધોમ તડકામા મોટી મેદનીએ તેનું અભિવાદન કર્યું હતું. સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા બાદ કારની ઉપર ઉભા રહીને કાર તેમજ બાઈકના કાફલા સાથે રોડ શો કરીને તે રવાના થયા હતા જ્યાંથી ટંકારા પહોંચીને સભાને સંબોધન કર્યું હતું.