શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (16:26 IST)

પાટીદાર આંદોલન ઈફેક્ટ - અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલને પગલે સર્જાયેલી અશાંતિ બાદ જનજીવન ક્રમશ સામાન્ય

- સુરત, રાજકોટ, મહેસાણા, વડોદરા, પાટણ, પાલનપુર સહિતનાં મોટા ભાગના શહેરોમાં પણ જનજીવન થાળે પડતું જણાઈ રહ્યું છે અને શાંતિપૂર્ણ માહોલ સર્જાય રહ્યો છે. 

- આર્મીની 3 ટીમો પૂર્વ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે આર્મીની બે ટીમો પશ્ચિમ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરશે. 

- રાજ્યમાં 35થી વધુ ટ્રેનો સલામતીને લઈને રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતી મોટા ભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે. 10થી વધુ ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે. શહેરમાં એએમટીએસની 250 બસો રસ્તા પર ફરતી થઈ

-અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલને પગલે સર્જાયેલી અશાંતિ બાદ જનજીવન ક્રમશ સામાન્ય બની રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલથી બંધ કરી દેવાયેલી લાલબસ અને બીઆરટીએસ શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે.

-અમદાવાદના નવ વિસ્તારમાં આજે પણ કરફ્યૂમાં કોઈ છૂટછાટ અપાઈ ન હતી. પાટીદાર અનામત સમિતિના વડા હાર્દિક પટેલની ધરપકડ બાદ ફાટી નીકળેલા તોફાનો પછી અમદાવાદના નિકોલ, ઘાટલોડિયા, બાપુનગર, નરોડા સહિતના નવ વિસ્તારમાં બેમુદતી સંચારબંધ લાગુ કરાઈ હતી





- બોટાદ ગદઢામાં લાંબો ચક્કજામ કરાયો. ચક્કાજામથી લોકો પરેશાન 
- મહેસાણા મોડાસા પાટણ હિમંતનગરમાં અશાંતિ 
- અમદાવાદ - આવતીકાલે કોર્પોરેશનની તમામ શાળાઓમા રજા. શહેરની સ્થિતિને ધ્યાને લઈ કોર્પોરેશન લીધો નિર્ણય 
- સુરત કલેક્ટરે સમાજના અગ્રણીઓ સાથે શાંતિ મીટીંગ બોલાવી 
- સુરતના સરથાણા કાપોદરા વિસ્તારમાં કરફ્યુ ચાલુ રહેશે 
- અમદાવાદ સુરતમાં પેરામિલ્ટ્રી ફોર્સએ ચાર્જ લીધો. ગુજરાતમાં 133 કંપનીને ગોઠવાઈ. સીઆરપીએફની 30 કંપનીઓ બીએસએફની સાત કંપનીઓ તેનાત કરાઈ. 
- અમદાવાદમાં એસઆરપી સીઆરપીએફ બીએસએફની 49 કંપનીઓએ પેટ્રોલીંગ શરૂ કર્યુ. અમદાવાદમાં લશ્કરે ફ્લેગ માર્ચ કર્યુ. 
- અમદાવાદથી ઉપડતી-આવતી 20 ટ્રેનો રદ્દ કરાઈ અમુક ટ્રેનો મોડી ચાલે છે. 
- સીએમ આનંદીબહેને ફરી એકવાર શાંતિની અપીલ કરતા જણાવ્યુ કે પોલીસ મારઝુડ ન કરે. 



- અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ લદાયો  
- સુરતમાં સ્થિતિ વણસતા પેરામિલિટ્રી ફોર્સનું આગમન, રાજ્યની સ્થિતિ વણસતા કર્યો નિર્ણય  
- હાર્દિક પટેલે યોજી પ્રેસ કોન્ફ્રેંસ  
-પોલીસે જાત પૂછીને અમને માર્યા - હાર્દિક પટેલ 
- શહેરમાં પોલીસને ખસેડીને સેના મુકવામાં આવશે 
- અમે લોકો સમાજને તોફાનો ન કરવા વિનંતી કરીએ છીએ. સરકારને પણ અપીલ છેકે લોકોને ઘરમાં જઈને ન મારે - હાર્દિક પટેલ 
-છોટાઉદેપુરમાં એસટીનો રૂટ બંધ 
- મોડાસામાં ટાવર સળગાવી રસ્તો બ્લોક કરવામાં આવ્યો 
-નારણપુરા પોલીસ સ્ટેશન સળગાવાઈ 
- ચેનપુર નજીક રેલવેની કેબિન સળગાવાઈ 
- કચ્છમાં વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંટરનેટ સેવા બંધ કરાઈ 
- ગાંધીનગર - ગુજરાતની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં GPSCના 27 મી અને 28મીએ યોજાનાર ઈન્ટરવ્યુ મોકૂફ રખાયા 
- લાલજી પટેલ કહે તે રીતે કરવુ જરૂરી નથી - હાર્દિક 
- સમય આવતા સરકારને જવાબ આપીશુ - હાર્દિક પટેલ 
- અમદાવાદ - હાર્દિક પટેલે લાલજી પટેલ સાથે છેડો ફાડ્યો 
- પોલીસદમનને કારણે પરિસ્થિતિ વકરી - હાર્દિક 
-પાલનપુરમાં  હાઈવે પર પોલીસવાનને આંગ ચાંપવામાં આવી 
- મોરબીમાં 48 કલાક માટે સોશિયલ સાઈટ પર પ્રતિબંધ 
- અમદાવાદ -  CP એ સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કર્યુ 
- બનાસકાંઠા - ગઢમાં પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત 
-પાલનપુરમાં  હાઈવે પર પોલીસવાનને આંગ ચાંપવામાં આવી 
-  અમદાવાદ-પાલનપુર હાઇવે ઉપર બસ સળગાવાઈ
-  પાટીદારોને સમજાવવાની જવાબદારી વિઠ્ઠલ રાદડિયાને સોપાઇ
-  જીએસટી ફાટક પાસે ટ્રેન રોકવામાં આવી
-  અમદાવાદઃ સાયન્સ સીટી પાસે મામલતદારની ગાડીને આગ ચાંપી
- ઊંઝાઃ ઊઝા પાસે ટોળાએ રેલવેના પાટા ઉખેડ્યા
-  ગુજરાતમાં તંગ વાતાવરણને પગલે રાજ્યની રેલવેની સુરક્ષામાં વધારો, વડોદરા રેલવે થી ટ્રેનોના સમયમાં ફેરફાર
- અશાંત પરિસ્થિતિને જોતા અર્ધલશ્કરી દળને બોલાવવામાં આવ્યુ 
- વિઠ્ઠલભાઈ રાંદડિયા પોરબંદરના સાંસદ છે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા 
- સૌરાષ્ટના પાટીદાર અગ્રણી વિઠ્ઠલભાઈએ મોદી સાથે મંત્રણા કરી. પીએમ મોદીએ પાટીદારોને સમજાવવાની જવાબદારી વિઠ્ઠલભાઈ રાદડિયાને સોંપી 
- સુરતમાં વરાછામાં ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હવામાં બે રાઉન્ડ ગોળીબાર 
- ગઈકાલે થયેલા 2 લોકોના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો 
- આવતીકાલે યોજાનારા કોંગ્રેસના ધરણા રદ્દ કરાયા 
- રાજ્ય સરકારની બિનાઅવડતને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ, સરકારને વિનંતી કે પાટીદાર સમાજને કચડવાનો પ્રયાસ ન કરે - બાપુ 
- પોલીસની નાદાની .. ગુજરાતની પરેશાની 
- કપડગંજ - પરિસ્થિતિ  વણસતા પોલીસે કરફ્યુ લગાવ્યો 
- ઘ્રાંગઘ્રા -  સીતાપુર ચોકી પર ટોળાએ તોડફોડ કરી 
- ગાંધીનગર - કલોકમાં કરફ્યુ લગાડવામાં આવ્યો 
- સાબરકાંઠા - વડાલીમાં મામલતદારની ગાડીના કાચ તોડવામાં આવ્યા  
રાજકોટ શહેરમાં કલમ 144 લાગુ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો. સમગ્ર શહેરમાં સરઘસ અને રેલી પર પ્રતિબંધ, રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં ટોળાને કાબૂમાં લેવા પોલીસ પ્રયત્નસીલ  
- હાર્દિક પટેલની ધરપકડ કોના ઈશારે ગુજરાત સરકાર જવાબ આપે - શક્તિ સિહ 

- અમદાવાદ - બાપુનગર પર પત્થરમારો પોલીસે ટીયરગેસ છોડ્યા 
- જામનગર રણજીતનગર પાસે ટોળા પર પોલીસનો લાઠીચાર્જ 
- મહેસાણા - ઉદ્યોગ ઓફિસ પર ટોળાએ તોડફોડ કરી, ઓફિસમાં ટોળાએ તોડફોડ કરી 

- ગુજરાતની પરિસ્થિતિથી મોદી ચિંતિત,  શાંતિ જાળવવા મોદીની વિનંતી 
- આપણે વિકાસ દ્વારા જ સતત આગળ વધી રહ્યા છે . મારો સૌ ભાઈઓને વિનંતી છે કે આપણો મંત્ર હોય શાંતિ 
- લોકશાહીની મર્યાદાનું પાલન આપણે સૌએ કરવાનુ છે. હુ ગુજરાતના સૌ ભાઈ બહેનોને શાંતિ રાખવાનો આગ્રહ કરુ છુ. આપણે સૌ વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવીએ 
- ગઈકાલથી ગાંધી અને સરદારના રાજ્યમાં હિંસાનો માર્ગ અપનાવી રહ્યો છે. હિંસાથી કોઈનુ ભલુ નથી થવાનુ. એકતા શાંતિ અને વિકાસ દ્વારા જ આપણે સમાજના છેવાડા સુધીના નાગરિકનો વિકાસ કરી શક્યા છે. 

- ગુજરાતની પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા.. ગુજરાતની પરિસ્થિતિથી નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી.  બોલ્યા હિંસાથી કોઈન ભલુ નહી થાય 
- પાટીદારો પરના લાઠીચાર્જને સિદ્ધાર્થ પટેલે વખોડ્યો.. જવાબદારો સામે પગલા લેવાની માંગ, GMDCની ઘટનાને જલિયાંવાલા બાગ સાથે સરખાવતા સિદ્ધાર્થ પટેલ  
- અમદાવાદ - બોપલ વિસ્તારમાં જનજીવન સામાન્ય ગઈકાલે રાત્રે મહાદેવ મંદિર પાસે લાઠીચાર્જ થયો હતો  આજે સવારથી બોપલ-ઘુમા જડબેસલાક બંધ 
- અરવલ્લી બીજેપીના કાર્યાલય પર તોડફોડ 
- અમદાવાદ - સાયન્સ સીટી પાસે કોર્પોરેશનની ઓફિસ પર હુમલો ટોળાએ ઓફિસમાં તોડફોડ કરીને સળગાવવાનો પ્રયાસ કર્યો 
- પરિસ્થિતિ કાબૂમાં હતી પણ બાઈક પર ટોળાએ નીકળીને બંધ કરાવીને તોડફોડ કરી અને પરિસ્થિતિ તંગ કરી  
- રાજકોટની પરિસ્થિતિ વણસી રહી છે, રાજકોટ મવડી ચોકડી પાસે ફાયરિંગ, 1 ઘાયલ 
- 150 ફૂટ રીંગ રોડ પર રાધે ચોકડી પાસે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો 
- રાજકોટમાં DSP ગગનદીપ ગંભીર કાર પર પત્થરમારો 
- 150 ફૂટ રીંગ રોડ પર પાર્ક કરેલી ગાડી અને બાઈક પર  ટાળાએ કર્યો હુમલો  
- અંબિકા ટાઉનશિપમાં ભાજપ નેતા નરેન્દ્ર સોલંકીના ઘર પર પત્થરમારો  
- મહુડી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 
- ભાજપ નેતા નરેન્દ્ર સોલંકીના ઘર પર પત્થરમારો 
- મહુડી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 
- SPના કાફલા પર હુમલો 
- અમદાવાદ - વર્તમાન પરિસ્થિતિથી ટ્રેન વ્યવ્હાર પર અસર, મોટાભાગની ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે 
- સુરત - ઉધના બસ સ્ટેશન પર આગ ચાંપવામાં આવી  
- ઈડરમાં અજંપાભરી પરિસ્થિતિ રમણભાઈ વોરાનુ કાર્યાલય સળગાવ્યુ 
- રાજકોટના 150 ફૂટ રોડ પર રાધા ચોકડી પાસે ટોળુ એકત્ર થયુ. પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસ છોડ્યા 
- ઉંઝા ધારાસભ્ય નારાયણભાઈ પટેલના કાર્યાલય પર હુમલો 
- વીસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના ઘરે હુમલો, કાર્યાલય સળગાવ્યુ 
- ઈડરમાં મંત્રી રમણલાલ વોરાના કાર્યાલય પર તોડફોડ 
- અમદાવાદ ઠક્કરનગર હીરાવાડીમાં તોડફોડ ટીયરગેસના ત્રણ શેલ છોડાયા બાપુનગરમાં પત્થરમારો 
- મહેસાણામાં 24 કોર્પોરેટરોએ રાજીનામાની તૈયારી બતાવી. મહેસાણા જીલ્લા ભાજપના હોદ્દેદારોએ રાજીનામુ આપવાની તૈયારી કરી. મહેસાનામાં પોલીસ દમનના વિરોધમાં ઠેર ઠેર રાજીનામાની તૈયારી. મહેસાણા પોલીસ સ્ટેશનમાં ટોળા ઘુસ્યા. ચાણસ્મા પાલિકાના 18 કોર્પોરેટરોએ રાજીનામાની ધમકી આપી  
- ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆતમાં જ વિરોધ  કોંગ્રેસ-બીજેપીના પાટીદાર હોદ્દેદારોએ રાજીનામા આપીને વિરોધ દર્શાવ્યો  ગૃહમાં પોસ્ટરો બતાવી વિરોધ કર્યો  
- સૂરતમાં પણ પત્થરમારો અને હિંસાના સમાચાર 
- ઉઘનામાં પ્રદર્શનકારીઓએ બસ સળગાવી 
- અમદાવાદ - ભાજપના નેતા કૌશિક પટેલના ઘરના કાચ તોડ્યા   
અમદાવાદ - વરાછાની સોસાયટીમાં પોલીસ દ્વારા તોડફોડ, મહાલક્ષ્મી સોસાયટીમાં ઘરમાં ઘુસીને પોલીસે તોડફોડ કરી 
-અમદાવાદ - ગોતા વંદેમાતરમ આર્કેડમાં તોડફોડ ,  રોષે ભરાયેલા ટોળાએ કાચ તોડ્યા 
-  પોલીસે ઘરમાં ઘુસીને તોડફોડ કરી  અનેક લોકોના ઘરમાં તોડફોડ કરી 
- શાંતિનિકેતન શાળા પાસે ટોળાએ ગાડી સળગાવી 
- પાટણમાં કરફ્યુ બહારથી ફોર્સ બોલાવ્યો 
- પાટણ હાઈવે પર ટોળાએ પત્થરમારો કર્યો પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ 
- વેબદુનિયા સમગ્ર ગુજરાતની જનતાને શાંતિ જાળવવાની અપીલ કરે છે  
- મેઘાણીનગર રામેશ્વર પોલીસચોકી પર હુમલો 
- અમદાવાદમાં સ્થિતિ નિયંત્રણમાં પોલીસ કમિશ્નરનો દાવો 
- GMDC ગ્રાઉંડની ઘટનાની પોલીસ તપાસ થઈ રહી છે  
- મહેસાણા - વીસનગરમાં ટોળાએ પોલીસ સ્ટેશન ઘેર્યુ  ટોળાએ પોલીસ સ્ટેશન સળગાવવાનો પ્રયત્ન કર્યો 
- ઠક્કરનગર બીઆરટીએસ હીરાવાડી રેલિંગમં તોડફોડ બાદ મામલો બીચક્યો  
- બાપુનગરમાં પોલીસ પર પત્થરમારો કર્યો. પોલીસ દ્વારા 3 થી 4 ટીયરગેસ છોડાયા
- પોલીસે પાટીદારો સાથે આતંકવાદીઓ જેવુ વર્તન કર્યુ  ગુનેગાર પોલીસને સસ્પેંડ કરો - હાર્દિક પટેલ 
- અમે રાજ્યભરમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ વધારીશુ 
- ગતરાત્રે પોલીસ ફયારિંગમાં યુવક ઈજાગ્રસ્ત થયો યુવકને સોલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો  
- મહેરબાનીને શાંતિ જાળવો.. પાટીદાર યુવકોની શહીદી નિષ્ફળ નહી જવા દઈએ - હાર્દિક પટેલ 
- ગુજરાતની પરિસ્થિતિ દયનીય બની છે. અમદાવાદ સુરત અને રાજકોટમાં અજંપાભરી સ્થિતિ 
- શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 9 વિસ્તારોમાં કરફ્યુ લદાયો. લોકોએ સ્વેચ્છાએ શાંતિ જાળવી રાખવી જોઈએ. 
- પાટણ હાઈવે પર ટોળાએ પથ્થરમારો કર્યો 
- મહેસણા મોઢેરામાં લોકો રોષે ભરાયા 
- પોલીસ ફાયરિંગમાં એક યુવક ઘાયલ 
- - સરદાર પટેલની પ્રતિમા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા 
- સુરત - કામરેજ પાસે પાટણથી નાસિક જતી બસ અટકી 45 મુસાફરો અટવાયા 
- કચ્છ ભુજમાં પાટીદાર સમાજે રેલી કાઢી ટોળાએ તમામ દુકાનો બંધ કરાવી 
- અમદાવાદમાં 9 વિસ્તારોમાં કરફ્યુ. ટીયરગેસ છોડાયા પિતા-પુત્રનું મોત 
- કેન્દ્ર સરકાર વધુ પોલીસ ફોર્સ મોકલશે 

- - સરદાર પટેલની પ્રતિમા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા 
- સુરત - કામરેજ પાસે પાટણથી નાસિક જતી બસ અટકી 45 મુસાફરો અટવાયા 
- કચ્છ ભુજમાં પાટીદાર સમાજે રેલી કાઢી ટોળાએ તમામ દુકાનો બંધ કરાવી 
- અખબારનગર વિસ્તારમાં બસ પર પત્થરમારો  
- વાડજ  અમરાઈવાડી વિસ્તારોમાં  ટોળેટોળા બંધના એલાનને સફળ બનાવવાના પ્રયાસોમાં 
- બાપુનગર રબારી કોલોની પાસે ટીયરગેસના સેલા છોડાયા પત્થરમારો થયો




-ગુજરાતમાં પાટીદાર અનામત સમિતિના બંધને પગલે રાજ્યમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જોકે રાજ્યના કેટલાક શહેરોમાં સજ્જડ બંધ જોવા મળે છે. અમુક વિસ્તારોમાં સ્વંયભૂ બંધ પળાયો હતો, 
- દહેગામમાં પણ બંધની સંપૂર્ણ અસર વર્તાતી હતી. લોકોએ સ્વંયભૂ બંધ રાખીને દુકાનો બંધ રાખી હતી. આ કારણે બજારો ભેંકાસ ભાસતા હતાં.
- અમદવાદામાં અમુક વિસ્તારોમાં બંધની અસર જોવા મળે છે. ઘાટલોટિયા અને અન્ય વિસ્તારોમાં લોકોએ કરફ્યુ ભંગ કરતાં પોલીસને બળપ્રયોગની ફરજ પડી હતી.
- અમરેલીમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. શહેરમાં બધા માર્ગો અને બજારો સૂમસામ ભાસે છે
- અમદાવાદમાં નવ વિસ્તારોમા અચોક્કસ કરફ્યુ, સુરત મહેસાના વિસનગર ઉંઝામાં કરફ્યુ 
- અમદાવાદમાં નારોલ નિકોલ નરોડા બાપુનગર 
- 31 પેરામીલટ્રી ફોર્સને કેન્દ્ર સરકારે મોકલી આપ્યો 
- રાજ્યમાં શાળા કોલેજો બંધ 
- ગુજરાતમાં મોબાઈલ પર ઈંટરનેટ સેવા ઠપ્પ 
- અમદાવાદના વસ્ત્રાલ બસ સ્ટેન્ડ સળગાવ્યુ 
- 100થી વધુ બસોને આગ લગાવવામાં આવી ગુજરાત એસટી સેવા બંધ કરવામાં આવી 










-


 
















 










- રાજ્ય સરકારના પ્રવક્તા નીતીન પટેલનુ નિવેદન 
- તોફાની તત્વો દ્વારા માહોલ બગાડવાના પ્રયાસની ટીકા કરી 
- પાટીદાર અનામતનો યોગ્ય સમયે નિકાલ આવશે 
- નીતિન પટેલે ગુજરાતની પ્રજા અને રેલીમાં ભાગ લેનારનો આભાર માન્યો છે 
- મુખ્યમંત્રી GMDC ગ્રાઉન્ડ પર જશે નહી,  હાર્દિક પટેલે આપેલા અલ્ટીમેટમ અંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના નિવાસસ્થાને તાકીદે એક બેઠક બોલાવી હતી જેમાં નિતિન પટેલ સહિતના મંત્રીઓને બોલાવ્યાં હતાં. સરકારના ટોચના વર્તુળોના જણાવ્યાં મુજબ કલેક્ટર સામે ચાલીને જ્યારે આવેદન પત્ર આપવા આવે અને છતાં હાર્દિક પટેલે એવો આગ્રહ રાખ્યો કે મુખ્યમંત્રી જ આવેદનપત્ર લેવા આવે તો હવે સરકાર પણ પોતાનો પાવર બતાવવામાં ક્યાંય કચાસ રાખશે નહીં
- આ ગાંધી અને ભગતસિંહની ભૂમિ છે. જ્યા સુધી ગાંધી બનીને થશે ત્યા સુધી કરીશુ નહી તો ભગતસિંહ બનીશુ - હાર્દિક પટેલ 
- 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે. જો સરકાર સ્વીકારવા નહી આવે તો આગળ કાર્યક્રમ કરીશુ 
- જ્યા સુધી અહી આવીને આવેદનપત્ર નહી લેવાય ત્યા સુધી ઉપવાસ ચાલુ રહેશે. જ્યા સુધી માંગો પુરી નહી થાય ત્યા સુધી અહીથી ઉઠીએ નહી 
- GMDC ગ્રાઉંડ પર ચોરીની અનેક ફરિયાદો મળી મોબાઈલ અને કિમતી વસ્તુઓ ચોરાઈ હોવાની ફરિયાદ 
- કેમેરામેનને ધમકી આપી શૂટિંગ અટકાવ્યુ 
- એક્સપ્રેસ હાઈવે પર વિરોધ પ્રદર્શન - જ્યા સુધી મેસેજ નહી આવે ત્યા સુધી એક્સપ્રેસ હાઈવે પરથી હટે નહી. જેને કારણે એક્સપ્રેસ હાઈવે પર લોકો માટે મુશ્કેલભરી પરિસ્થિતિ.  
- GSTVની ત્રણ ગાડીઓ પર કરી તોડફોડ 
-આગામી કલાકોમાં સ્થિતિ અનુસાર રણનીતિ 
-અમદાવાદમાં પોલીસે કરેલ લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન કર્યુ 
- રેલીમાંથી પરત ફરી રહેલ પાટીદારોએ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કર્યો ચક્કાજામ 
- અમદાવાદ પાટીદાર રેલી - હાર્કિક પટેલની હાજરીમાં મીડિયા સાથે તોડફોડ 
- હાઈવે ખુલ્લો કરાવવા માટે પોલીસે આંદોલનકારીઓ પર કર્યો લાઠીચાર્જ  
- પોલીસની સમજાવટ છતા પણ પાટીદારો ન માન્યા 
- મહેસાણ શિવાલા સર્કલ પાસે પાટીદારોએ હાઈવે બ્લોક કર્યો 
- નરોડામાં અમુક દુકાનોમાં થઈ તોડફોડ  
 
 
- બાઇકો ઉપર અને હાથમાં લાકડીઓ લઇને નીકળેલા અસામાજિક તત્વો શહેરમાં કેટલાક વિસ્તારમાં ખુલેલી દુકાનોને બંધ કરવા પહોંચી ગયા હતા. માહિતી પ્રમાણે શહેરનાં પશ્વિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, પ્રહલાદનગર ગાર્ડન, શિવરંજની ચાર રસ્તા પાસે કેટલાક બાઇકસવારોએ ધાકધમકીથી દુકાનો બંધ કરાવી હતી.

- જૂના વાડજ અને નિકોલ વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. જૂના વાડજમાં બે જૂથો વચ્ચે સામ સામે પથ્થરમારો કર્યો હતો. જેના પગલે સ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે વધુ કાર્યવાહીમાં જૂના વાડજ ખાતે ટીયરગેસના ત્રણ સેલ છોડવામાં આવ્યા હતા. જેના પગલે સ્થિતિ થોડી કાબૂમાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે
- એવુ કયુ પરિબળ છે જે અમારી અવાજ દબાવે છે - હાર્દિક પટેલ 
- મુખ્યમંત્રીની ઈમરજેંસી બેઠક પુર્ણ અમદાવાદની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ 
- વાજ નિકોલ વસ્ત્રાપુર અને આશ્રમ રોડ પર તોડફોડ 
- પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી  શહેરના કેટલાક વિસ્તારોમાં પાટીદારો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ 
- એવુ કયુ પરિબળ છે જે અમારી અવાજ દબાવે છે - હાર્દિક પટેલ 
- મુખ્યમંત્રીની ઈમરજેંસી બેઠક પુર્ણ અમદાવાદની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ 
- વાજ નિકોલ વસ્ત્રાપુર અને આશ્રમ રોડ પર તોડફોડ 
- પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી  શહેરના કેટલાક વિસ્તારોમાં પાટીદારો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ 





- પોલીસે કર્યો લાઠીચાર્જ ટીયરગેસ છોડાયા 
- BRTS પર પત્થરમારો કરવામાં આવ્યો 
 વાડજ પાસે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો
- સ્થાનિકોએ લકઝરીમાં કરી તોડફોડ 
- અમદાવાદ નરોડા મનોહર વિલા પાસે અથડામણ 
- અનામત આંદોલનમાં ભૂદેવોએ પણ ઝંપલાવ્યુ 
- તોડફોડ કરનારા 4 પાટીદારની અટકાયત 
- પોલીસે કર્યો લાઠીચાર્જ ટીયરગેસ છોડાયા 
- BRTS પર પત્થરમારો કરવામાં આવ્યો 
- SPG આવનારા દિવસોમાં અણ્ણાના માર્ગે આંદોલન કરશે - લાલજી પટેલ 
- પાટીદાર સમાજ અમારી સાથે જ છે - હાર્દિક પટેલ 
- જીએમડીસી ગ્રાઉંડ પર જવુ કે નહી તેનો નિર્ણય લેવાશે 
- સીએમની ગરિમા જાળવવી જોઈએ 
- આનંદીબેન પટેલ જીએમડીસી ગ્રાઉન્ડ પર આવે અને આવેદનપત્ર સ્વીકારે જો આવુ નહી થાય તો પાટીદાર પરચો બતાવશે 
-  અનામત રેલીમાં જોડાયેલ ટોળાએ  આશ્રમ રોડ પર તોડફોડ કરી 
- અનામત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ 
-વાડજ ચાર રસ્તા પાસેથી ફરીથી થયો પત્થરમારો 

- પોલીસ અમને સહકાર આપે નહી તો શહેરમાં જે પરિસ્થિતિ સર્જાશે એ માટે અમે જવાબદાર નહી હાર્દિક પટેલ 
- પાટીદાર અગ્રણી લાલજી પટેલનું નિવેદન -  રેલી ન યોજાય તો લોકોનો ગુસ્સો વધી જાય. અમને તો પાછળથી ખબર પડી કે હાર્દિક પટેલે સ્ટેજ પર જઈને પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે કે રેલી ન કાઢવી અને આમરણ ઉપવાસ કરવા. તેમની કોર કમિટી જે નક્કી કરશે તે પ્રમાણે જ આગળ કામગીરી થશે. તેમની અને હાર્દિક પટેલની સંસ્થા અલગ છે. તેમની લડાઈ જ્યાં સુધી પાટીદારોને ઓબીસીમાં સામેલ નહીં કરવામાં આવે ત્યાં સુધી રહેશે
- આ છેલ્લી રેલી હતી.. હવે રેલી નહી યોજાય, હવે બીજા કાર્યક્રમો યોજાશે - હાર્દિક પટેલ 
- પાટીદાર લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ 
- વાડજમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી 
- કલેક્ટર ઓફિસમાં ટોળાની ગરમાગરમી 
- બાઈક અને હોટલમાં તોડફોડ 
- પાલડીમાં તોડફોડ કરતા પોલીસનો હળવો લાઠીચાર્જ 
- વસ્ત્રાપુરના એક મોલમાં ટોળાએ તોડફોડ કરી 
- હાર્દિક પટેલ કોઈપણ ચર્ચા વગર નીકળી પડ્યા 
- હોટલ-રેસ્ટોરંટ બળજબરીથી બંધ કરાવવા માટે ધાંધલ 
- મહારેલીમાં હાર્દિકના સંબોધન પછી કલેક્ટર કચેરી સુધીની કૂચ અને રેલી હિંસક બન્યા છે. અમદાવાદ ઘણા બધા વિસ્તારોમાં લોકોએ તોડફોડ મચાવી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, પ્રહલાદનગર ગાર્ડન, શિવરંજની ચાર રસ્તા પાસે કેટલાક બાઇકસવારોએ ધાકધમકીથી દુકાનો બંધ કરાવી હતી અને તોડફોડ માચવી છે. શહેરનાં પૂર્વ વિસ્તાર નરોડા અને નિકોલમાં પણ લોકોએ તોડફોડ મચાવી છે. આ આખી ઘટનામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં તેઓ આ તત્વોને શાંત પાડવામાં નિષ્ક્રિય રહી છે. પોલીસ આ આખી ઘટનામાં કડક પગલાં લેવામાં ઢીલી પડી રહી છે. એલિસબ્રિજ અને નવા વાડજ ખાતે પણ પથ્થરમારો અને તોડફોડની ઘટના બની છે



- મીડિયા આ હિંસક ઘટના કવરેજ કરવા આવી હતી તો મીડિયા સાથે પણ ગાળાગાળી 
-જે ઓફિસો ચાલુ હતી તે બળજબરીથી આવીને બંધ કરાવી 
 -  અહિંસક આંદોલન ગણાવતા પાટીદારો માટે આ શરમજનક ઘટના કહેવાય છે 
- માનસી સર્કલ પાસે તોડફોડ.. હિંસક બની રહ્યુ છે પાટીદાર આંદોલન 
- બંને જૂથ સામ સામે અથડાયા અમદાવાદ વાડજ સર્કલ પાસે જૂથ અથડામણ 

-  આનંદીબેનના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ રહી છે. જેમાં અનામતની આગના મુદ્દાને ડામવા માટે જે કમિટી રચાઈ છે, તેના અધ્યક્ષ નીતિન પટેલ પણ સામેલ છે. નીતિન પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે શાંતિ અને એકતા તથા સદભાવ જળવાય તે સરકારની પ્રાથમિકતા છે. નાના મોટા પ્રશ્નો સરકાર જે રીતે ઉકેલે છે તે જ રીતે આ પ્રશ્નનો પણ ઉકેલ લાવવામાં આવશે. 
- સમગ્ર ઘટનાક્રમની વડાપ્રધાન કાર્યાલયને પણ જાણ કરવામાં આવી છે. નીતિન પટેલ ઉપરાંત ચીફ સેક્રેટરી ગંગારામ આલોરિયા પણ આ બેઠકમાં સામેલ છે. આ મામલે હવે આગળ શું વલણ અપનાવવું તે બેઠકમાં નક્કી થશે. 
- અનામતની માંગણી સાથે પટેલ રેલી કરી રહેલ હાર્દિક પટેલે અમદાવાદથી હુંકારો ભર્યો કે જ્યા સુધી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નથી પહોંચતી ત્યા સુધી તે મંચ પરથી નહી હટે.  જો સીએમ નહી આવે તો તેઓ ભૂખ હડતાળ પર બેસશે. 
- જીએમડીસી પર આજે ઐતિહાસિક નજારો જોવા મળી રહ્યો છે.  હાર્દિક પટેલે કહ્યુ કે રેલી તો અમે કાઢીશુ જ . જ્યા સુધી સીએમ પોતે આવેદનપત્ર નહી સ્વીકારે ત્યા સુધી અમે અહીથી હટીએ નહી 
- હાર્દિક પટેલે રેલીને પ્રસ્થાન કરવાની સહમતિ આપી .. જેટલા લોકો છે તેટલા રેલીમાં જોડાય શકે છે  

 

હાર્દિક પટેલનું ભાષણ 


- બહારગામથી આવેલા લોકોને પરત ફરવા માટે હાર્દિકની વિનંતી  
- કલેક્ટર સભા સ્થળ છોડીને પાછા ફર્યા 
- સ્ટેજ પર જ આવેદનપત્ર સ્વીકારવુ હોય તો CM પોતે આવે  
- જ્યા સુધી આવેદન પત્ર સીએમ દ્વારા નહી સ્વીકારાય ત્યા સુધી ભૂખ હડતાળ 
- અમદાવાદ પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલની ચીમકી - સીએમ પોતે સ્ટેજ પર આવીને આવેદનપત્ર સ્વીકારે 
- અગાઉ આ રેલી પાટીદારોની રેલી કલેક્ટર ઓફિસ જવાની હતી.  કચેરીમાં જઈને આવેદન આપવાનુ હતુ પણ રેલીમાં આવેલા લોકોની સંખ્યાને જોતા શાંતિ અને વ્યવસ્થા જાળવવા કલેક્ટર પોતે જ જીએમડીસી ગ્રાઉંડ પહોંચ્યા છે 
-સૌને શાંતિ જાળવવા કલેક્ટર રાજકુમાર બેનિવાલની અપીલ 
- કાયદો વ્યવસ્થા જળવાય એ માટે ગ્રાઉંડ પર પહોચ્યા 
- રેલીમાં 18 લાખ પાટીદરો જોડાયા છે 
- અનામત અંગે આટલુ જાણી લો.. કોઈ પણ રાજ્યમાં અનામત 50 ટકાથી વધુ આપી શકાય નહી 
- અમદાવાદ કલેક્ટર જીએમડીસી ગ્રાઉંડ પર પહોંચ્યા
- અમદાવાદ  સભા સ્થળે કલેક્ટર પહોંચશે  કલેક્ટર સભા સ્થળે જ આવેદનપત્ર આપવામાં આવશે 
- કેજરીવાલે જે કર્યુ એવુ જ કંઈક અમે કરીશુ 
- રાવણની લંકા નહી બચે હુ કોઈ નેતા નથી હુ કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો  
- અનામત મુદ્દે કોળિયો માટે રજડી રહ્યા છે અમારા 5 એજંડા અમને આપો એક પટેલે આખા દેશને એક કર્યા 
પટેલો પર રાજનીતિ થઈ પણ અધિકાર ન મળ્યા મોદી સાહેબ અમે સૌનો સાથ સૌનો અધિકાર ઈચ્છીએ છીએ  અમે પણ રીત રિવાજ રાજનીતિ જાણીએ છીએ  
- હુ પાટીદાર છુ પાટીદારો પાસે પ્રતિજ્ઞા લેવડાવી હુ પાણીદાર પાટીદાર છુ. સરદારના સંસ્કાર હજુ પણ અમારા લોહીમાં છે હવે કોઈ રાવણ લંકામા નહી બચે . જય જવાન જય કિસાન 
- સરદારના સંસ્કાર આપણા હ્રદયમાં છે 
- દેશના 27 કરોડ પાટીદાર છે 
- અમને વિદેશમાં રહેતા પાટીદારોનો પણ સાથ મળ્યો છે 
- હાર્દિક પટેલ મેદાનમાં સંયમ જાળવી રાખવા માટે વારેઘડીએ એક વાત કહી રહ્યા હતા કે તમે સરદારના વંશજો છો તો તમે બેસીને શાંતિ જાળવો. 
- આ દેશમાં સમાનતા લાવવાની છે અને હિન્દુસ્તાનને પ્રગતિશીલ દેશ બનાવવાનો છે. 
- અમે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે અમે કદી હિંસાંનો માર્ગ નહી અપનાવીએ 
- અમે સમાજના કોઈ વર્ગ કે વ્યક્તિનો વિરોધ નથી કર્યો કે કરીશુ નહી 
- હાર્દિક પટેલે કહ્યુ હતુ કે જો ગુજરાત સરકાર પાટીદારોની સમસ્યાઓનો ઉકેલ નહી આપે તો સમગ્ર આંદોલનને રાષ્ટ્રીય સ્તર પર લઈ જવામાં આવશે.  
- સમગ્ર ભારતમાં 27 કરોડ પાટીદારો છે. ઉત્તર ભારતમાં 542 ધારાસભ્યોમંથી 147 પાટીદાર છે. 
 
- ગુજરાતના પાટીદાર આંદોલનકારોને ટેકો આપતા ગુર્જર નેતા દિનેશે ગુર્જરે કહ્યુ કે પાટીદાર આંદોલન કારો જ્યારે કહેશે ત્યારે અમે રેલવે અને હાઈવે ચક્કાજામ કરી સમર્થન આપવા તૈયાર છીએ. 

- મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે પાટીદારોનો આભાર
અમે કોઈ પાર્ટીથી નહીં પરંતુ પાટીદારથી પ્રેરિત છીએ.
આતંકવાદ માટે રાત્રે સુપ્રીમકોર્ટ ચાલી શકે તો દેશના યુવાનો માટે કેમ નહીં.
પાટીદારોના હક માટે લડાઈ
પટેલ સમાજને અધિકાર મળે, ન્યાય મળે
14 વર્ષનો વનવાસ હોય તો પણ અમે આંદોલન પાર પાડી શકીએ.
પટેલ સમાજનો અધિકાર છે અનામત
દર વર્ષે 25મી ઓગસ્ટનો દિવસ પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે ઉજવાઈ શકે છે.
અમે સરદારના વંશજો છીએ
અનામત માટે અમે ભીખ નથી માંગતા, અમારી આવનારી પેઢી માટે માંગીએ છીએ.
-  અમે લોકોને ચૂંટીને મોકલ્યા છે, અમારા હકની વાત આવે ત્યારે મોઢું ફેરવી શકે નહીં. 
સમગ્ર હિન્દુસ્તાનમાં 27 કરોડ પાટીદારો છે.સમગ્ર ભારતમાં પાટીદારોના 117 સાંસદો છે.
અમને અમારો હક જોઈએ છીએ, ભીખ નથી જોઈતી.
અમારી લડાઈ સિસ્ટમ વિરોધી છે.
અનામત નહીં તો સરકાર નહીં.
હવે બીજી વખત કમળ નહીં ખીલે 
હવે ખેડૂતોની આત્મહત્યા સહન નહીં કરીએ. 
અનામત પ્રેમથી નહીં આપવામાં આવે તો છીનવી લઈશું.
- સરકાર અમારાથી છે અમે સરકારથી નહી અમારાથી ઉપર કોઈ સરકાર નથી.
આરક્ષણમાં સામેલ થઈને સૌનો સાથ સૌનો વિકાસ કરીશું.
અમે સરદારની છબી નાની નહીં પરંતુ મોટી કરી છે. 
ગુજરાતમાં 6000 ખેડૂતોએ આત્મહત્યા કરી પરંતુ હવે કરશે તો દેશ ભોગવશે.
સરકારી નોકરીઓના ભાવ નક્કી જ હોય છે.
અમારા સંગઠનને તોડવાની કોશિશ થઈ રહી છે. 
અમે જ્યાંથી નીકળીએ છીએ, ત્યાંથી ક્રાંતિની શરૂઆત થાય છે. 
આ દોડ 100 મીટરની નહીં પરંતુ મેરેથોન દોડ છે. 
દરેક સમાજ આજે પટેલ સમાજની સાથે છે.
તમે સરદારની પ્રતિમા બનાવો છો પરંતુ હ્રદયમાં સરદાર નથી.
લેઉવા અને કડવા પટેલો હવે એકજૂટ છે. 
અમે કોઈનો હક મારવા નથી નીકળ્યાં, અમારે અમારો હક જોઈએ.
અનામત મળ્યા બાદ જ આંદોલન પૂરુ થશે. 

- સમગ્ર હિન્દુસ્તાન જોઈ રહ્યુ છે. અમે વફાદાર પાટીદાર છીએ. 
- સરકાર આંદોલન તોડવા પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે તમે તો આપણા વિરુદ્ધ જ લડાઈ લડવા ઉભા થઈ ગયા. પણ અમે કહીએ છીએ કે અમે તો અમારા છે એવુ સમજીને જ અમારો હક માંગવા તેમના વિરુદ્ધ મેદાનમાં આવ્યા છીએ 
- તમે કહો છો કે અમે સરદાર પટેલની પ્રતિમાનો સહારો લઈને તેમનુ માન ઘટાડ્યુ છે અમે તો સરદાર પટેલનુ માન વધારી રહ્યા છે.  
- અમે અમારો હક લઈને જ જંપીશુ 
- તમે કહો છો કે સબકા સાથ સબકા વિકાસ તો અમે અનામતમાં ઘુસીને સૌનો સાથ અને સૌનો વિકાસ કરીશુ  
- જો સરદાર વલ્લભભાઈ પ્રથમ પ્રધાનમંત્રી હોતા તો આજે અમારી સ્થિતિ કંઈ ઓર જ હોતી 
- પાટીદારોના જે હિતમાં વાત કરશે એ જ સત્તા પર રહેશે
- કેટલાક તો માંગતા પહેલા જ બોલે છે અમે તો નહી આપીએ પણ ભાઈ હજુ અમે માંગ્યુ છે જ શુ.. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુ હાઈકોર્ટ જઈશુ. અમે ભીખ નથી માંગતા અમારા આવનારા પેઢીના હકની વાત છીએ.  જો આવુ જ ચાલતુ રહેશે તો આમાથી જ કોઈ શિક્ષિત આતંકવાદ પેદા થશે કે નક્સલવાદ પેદા થશે. 
- અમે ગુજરાતમાં લીડર બનાવ્યા છે અમે જ ભારતમાં લીડર બનાવ્યા છે તો તેમણે પણ અમારુ કહેવુ માંડવુ પડશે 
- આ પટેલ સમાજના હક અને ન્યાયની લડાઈ છે અમે અમારો હક લઈને જ જંપીશુ 
- અમારી પર એ જ રાજ કરી શકશે જે અમારા હકની વાત કરશે 
- કોઈ કહે છે કે અમારુ આંદોલન બીજેપી છે કોઈ કહે છે તમે કોંગ્રેસથી પ્રેરિત છો. કોઈ કહે છે અમે આપ પાર્ટીના છીએ. નહી ભાઈ અમે તો પાટીદારમાંથી જ છીએ 
- અમે સરદારના વંશજ છીએ અમે કોઈ લોહી સાથે ગદ્દારી નથી કરતા. 
- લેઉવા અને કડવા પાટીદારો એક થયા 
- જો અમને અમારો અધિકાર નહી મળે તો છીનવી લેતા અમને પણ આવડે છે 
- આજ સમગ્ર ગુજરાતમાં પાટીદારોનુ આંદોલન પોકારી રહ્યુ છે
અમદાવાદમાં આજે વિજય ચાર રસ્તા પાસે આવેલા જીએમડીસી ગ્રાઉંડ પર અનામતની ઉગ્ર માંગણી સાથે લાખો પાટીદારો વહેલી સવારથી એકઠ થયા હતા. જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ લાખો પાટીદારો મેદાન તરફ કૂચ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યના જુદા જુદા શહેરોમાંથી હજારો પાટીદારો અમદાવાદ આવી પહોંચ્યા હતા. અનામતની માંગણી સાથે લાખો પાટીદારો જય સરદારના નારા સાથે અમદાવાદના રસ્તાઓ ગુંજવી કાઢ્યા. 
 
અમદાવાદના 25થી વધ પાર્ટે પ્લોટ અને સ્કૂલ કેમ્પસમાં મંગળવારે વહેલી સવારથી બહારગામથી આવી રહેલ લાખો પાટીદારો માટે ખુલ્લા મુકી દેવાયા હતા. અહી પાટીદારની અનામત રેલીની લઈને અમે તમામ અપડેટ આપી રહ્યા છીએ. 
 
- જીએમદીસી ગ્રાઉંડ પર લાખ જેટલા પાટીદારોનો જમાવડો રસ્તાઓ પર જય સરદાર જય પાટીદારના નારાઓ સાથે મેદાન પર લોકોનો ઘસારો ચાલુ 
 
- રાતથી જ જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોએ ભેગા થવુ શરૂ કર્યુ 
 
- સભામાં સફેદ ટોપી - સફેદ વસ્ત્રોમાં સજ્જ પાટીદારોએ વિરોધ પ્રદર્શિત કરતા બેનરો દર્શાવ્યા હતા. અન્ય શહેરોમાંથી આવેલા ગ્રુપોએ જાંબલી પીળા કે સફેદ ટી-શર્ટ જીંસ જેવા એક્સ સરખા ડ્રેસ પહેરી સભામાં આવ્યા. 
 
- સોલા રોડ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પુતળાનું દહન કરાયુ. સીએમના નામની હાય હાય બોલાવવામાં આવી. 
 
- જીએમડીસીની આજુબાજુના તમામ વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડ ન કરાયો. મેદાનની આસપાસના રસ્તાઓ પર વ્હીકલ પ્રવેશની મનાઈ અનેક માર્ગ ડાયવર્ટ કરાયા. જીએમડીસીની આસપાસના રસ્તાઓને નો વ્હીકલ જોન જાહેર કરી વાહન વ્યવ્હાર ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. આથી આ વિસ્તારોમાં રહેતા આવતા-જતા લોકોને ઈમરજન્સી સિવાય ત્યાંથી ન જવા પોલીસ કમિશ્નરે અપીલ કરી. 
 
- જીએમડીસી મેદાન અને આજુબાજુના રસ્તાઓ પર 300થી વધુ લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા. 
 
- અમદાવાદની સ્કુલો કોલેજોએ બંધ પાળ્યો. બંધના એલાનને પગલે અમદાવાદીઓના જીવ પડીકે બંધ્યા. અનેક વિસ્તારોમાં દુકાનો શટર ના ખુલ્યા 
- અમદાવાદના પ્રવેશના 20 પોઈંટ પર ભારે ચેકિંગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો 
- સીએમ આનંદીબહેન પટેલે આજના દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા દિલ્હી ખાતે મળનારી નીતિ આયોગની બેઠકમાં પણ ભાગ નહી લે. 
 
- જીએમ ડીસી ગ્રાઉંડની આસપાસ 500 કરતા વધુ પોલીસ કર્મચારી ગોઠવાયા. વિજય ચાર રસ્તા ટ્રાફિક કમિશ્નાર હરિકૃષ્ણ પટેલે પોતે બંદોબસ્ત ગોઠવ્યો. 
 
- બીઆરટીએસના 8 રૂટ બંધ કરાયા એએમટીએસની 100 બસોના પૈડા થંભ્યા.  




-હાર્દિક પટેલે આપ્યુ 25મીએ અમદાવાદ બંધનુ એલાન, કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે આવતીકાલે અમદાવાદ બંધનું એલાન 
- પાટીદાર અનામત સમિતિ દ્વારા 25 ઓગસ્ટે અમદાવાદ બંધનુ એલાન અપાયુ. વેપારીઓ, શાળા-કોલેજો બંધ પાળવા અપીલ કરાઈ
- સભા સ્થળ જીએમડીસી ગ્રાઉન્ડની આજુબાજુ ચુસ્ત સુરક્ષા, માઉન્ટેન (ઘોડા) પોલીસે પેટ્રોલીંગ શરૂ કર્યુ. રેલીના સ્થળ પર હજારો પોલીસ ગોઠવાયા. 
- ત્રણેક લાખ વ્યક્તિઓની ક્ષમતાવાળા જીએમડીસી ગ્રાઉંડ પર વધુ લોકોને આવતા રોકાશે. ક્ષમતા કરતા વધુ લોકો આવશે તો રેલીના સ્વંયસેવકો તેમને મેદાન બહાર ઉભા રહેવા માટે અપીલ કરશે.
- અમદાવાદની બીઆરટીએસના 8 રૂટો બદલવામાં આવ્યા. એમટીએસના રૂટો બદલાયા. અનેક રૂટો પરની બસના પૈડા થંભી જશે 
- જીએમડીસીથી નીકળેલી રેલી હેલમેટ સર્કલ થઈ વિજય ચાર રસ્તા, કોમર્સ છ રસ્તા, સરદાર પટેલના બાવલાને ફૂલહાર કરી જૂના વાડજથી કલેક્ટર કચેરી પહોંચશે. 
- બે લાખ જેટલા રત્ન કલાકારોને અમદાવાદની મહારેલીમાં જોડવા અપીલ કરાઈ. સુરત, ભાવનગર, અમરેલી, જામનગરના ડાયમંડ એસોસિએશન બંધ પાળશે. 
- રેલીમાં આવતા લોકોએ પોતાનો ફોટો અને ઓળખપત્ર સાથે રાખવા જણાવાયુ
- અમદાવાદમાં દાખલ થવાના દરેક રસ્તા પર ચેક પોઈંટ ઉભા કરાયા શહેરના 10000 પોલીસ કર્મચારીઓએ બંદોબસ્તમાં મુકાયા 
- મહારેલીમાં જોડાતા પાટીદારોએ સફેદ ટોપી સાથે સફેદ વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરાઈ. 
- જીએમડીસી ગ્રાઉન્ડ પર 30 ફૂટ ઉંચુ સ્ટેજ બનાવવામાં આવ્યુ છે. તેની સામે મીડિયા માટે 20-20 ફૂટના સ્ટેજ બનાવાયા છે. સભા સ્થળે 20 ફૂટની સરદારની પ્રતિમા પણ મુકવામાં આવી. 
- અમદાવાદમાં આવતીકાલે પાટીદારોની મહારેલી 
- રેલીના પગલે BRTSના 8 રૂટ બંધ રખાશે 
- ખેડાના મેહમદાવાદ વલસાડ ધરમપુરમાં પાટીદારની રેલી નીકળી 
- રાજ્યભરમાં અનામતની આંધી 
- આવતીકાલની રેલીમાં અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ રજુ કરી  
-CM આનંદીબેન પટેલે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી 
- પાટીદાર આંદોલનને લઈને સીએમની લોકોને અપીલ 
- નાગરિકો જ્ઞાતિવાદ આધારિત આંદોલનમાં ન જોડાય 
- પાટીદાર આંદોલનના સમર્થનમાં 
- અમારી લડાઈ હકની છે અધિકારની નહી 
- 40 હજાર કાર્યકરો સ્વંયસેવક તરીકે જોડાઈને પોલીસને મદદ કરશે  
- 15થી 20 વધુ SRPની માંગણી કરાશે 
- CCTV વેન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે 
- ફુડ પેકેટ અને પાણીના પાઉચની વ્યવસ્થા 
- ગંદકી કે કચરો ન થાય તે માટે 200 કાર્યકર્તાઓ કામ કરશે 
-  સવારે 6 થી રેલી પૂર્ણ ન થાય ત્યા સુધી મુખ્ય રસ્તાઓ બંધ, નેહરુનગરથી દર્પણ છ રસ્તાઓનો વિસ્તાર બંધ રહેશે, સરખેજ વિસ્તાર પર કેમેરાની નજર, એક્સપ્રેસ હાઈવે પર ચક્કાજામ થવાની શક્યતા, વેષ્ણોદેવીથી અડાલજનો વિસ્તારમાં ભારે ભીડ રહેશે, વાહનોની લાંબી કતારો રહેશે. ઝુંડાલ સર્કલ મહત્વનો એંટ્રી પોઈંટ છે.  આ રૂટ આરટીઓને ટચ થતો હોવાથી આ રૂટ મહત્વનો સાબિત થશે. 
- 10 એસપી બહારના જીલ્લામાંથી બોલાવાશે 
- 100થી વધુ વીડિયોગ્રાફરો 
- 1 હજાર જેટલા અસામાજીક તત્વોને રાઉંડ અપ કરાશે 
- ડ્રોન કેમેરાથી સભા અને રેલી પર નજર 
- કુલ 16હજાર પોલીસનો બંદોબસ્ત 
- ગાંધીનગર પાટીદાર મહારેલી મામલે સરકારની તકેદારી 
- જીએમડીસીનુ ભાડુ આયોજકો પાસે નહી વસુલવાની અપીલ 
- 12 વર્ષથી ગુજરાત રાજ્યમાં એક પણ આંદોલન યોજાયુ નથી.. ગુજરાતમાં ફક્ત વિકાસનું જ આંદોલન ચાલ્યુ છે.  સરદાર વલ્લભભાઈના નામે આંદોલન કરવુ કેટલુ યોગ્ય -CM 
- પાટીદાર આંદોલનની પત્રકાર પરિષદ મળી 
- ટોલટેસ્ક મુક્ત આપવા સંપૂર્ણ વ્યવસ્થા કરાવાશે 
- ફુટપેકેટ અને પાણીના પાઉચની પુર્ણ વ્યવસ્થા 
- 200 ફૂટના વિસ્તારમાં મીડિયાની વ્યવસ્થા 


ફોટો સાભાર - ફેસબુક