ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:03 IST)

પાટીદાર આંદોલન ઉગ્ર બનાવવા હાર્દિક પટેલના સૌરાષ્ટ્રમાં ધામા

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ઉત્તર ગુજરાત બાદ હવે આગામી સપ્તાહથી સૌરાષ્ટ્રમાં ધામા નાખશે અને અનામત આંદોલન ઉગ્ર બનાવવા હાકલ કરવા સાથે સમાજ કડવા અને લેઉઆના બદલે ફક્ત પાટીદાર તરીકે ઓળખાય તે માટે અપીલ પણ કરશે. ધ્રોલમાં માર્ચમાં ‘લેઉવા-કડવા પાટીદાર એકતા’ના દર્શાવવા ખોડિયાર-ઉમિયા માતાજીની મુર્તિઓ સ્થાપન કરી સામૂહિક પૂજાનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે. તે પછી રાજયમાં બે સ્થળે મહાસભાઓ યોજી વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત લાખો લોકોને એકઠા કરીને શક્તિ પ્રદર્શનની તૈયારી કરીને બે મહિના સુધી આંદોલનનો માહોલ ઉભો કરાશે. હાર્દિકને સભા યોજી બતાવવા માટે જેતપુરના માથાભારે શખ્સ દ્વારા પડકાર આપવામાં આવ્યો હતો તે વિસ્તારમાં પણ આગામી સપ્તાહે સભાનું આયોજન છે તે જોતા સૌરાષ્ટ્રનો પ્રવાસ તોફાની બને તેવી પણ શકયતા છે. તે સાથે પાસના અગ્રણીઓ રાજકારણ સાથે સંકળાયેલા હોવાના દાવાને પણ ફગાવ્યો હતો. સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ રાજકોટ કે અમદાવાદ પૈકી બેમાંથી એક સ્થળે પાટીદાર મહાસભા યોજીને 10 લાખ જેટલા પાટીદારોને એકત્રિત કરવાનો પણ તખ્તો તૈયાર થઇ રહયો હોવાનું કહ્યું હતું. ધ્રોલમાં માર્ચ મહિનામાં લેઉવા-પાટીદાર સમાજની ઉપસ્થિતિ વચ્ચે ખોડીયાર અને ઉમિયા માતાજીની મૂર્તિઓની સ્થાપના એકતાનું ઉદાહરણરૂપ બનશે. હાર્દિક શિવસેના સહિત કોઇ પક્ષ સાથે સંકળાયેલો નહીં હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. 19મી ફેબ્રુઆરીએ જામજોધપુર, ર1મીએ જેતપુરના દેવકીગાલોળમાં મહાસભા અને ર4મીએ ભાવનગરના સણોસરા સહિતના પાંચ ગામોમાં સભા પછી માર્ચ મહિના સુધી કાર્યક્રમો યોજાશે.  જોકે ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના વિસ્તાર જેતપુરના એક માથાભારે શખ્સ દ્વારા જેતપુરમાં હાર્દિકને સભા કરી બતાવવા પડકાર ફેંક્યો છે તે જોતા આગામી કાર્યક્રમોમાં ઘર્ષણ થવાની પણ શકયતા છે.