'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે' ની હાર્દિક પટેલની સિંહગર્જના

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (13:01 IST)

Widgets Magazine
hardik patel


નરેન્દ્ર મોદી અને અમીત શાહની ભાજપ સરકારે ૨૫ વર્ષથી પાટીદાર સમાજના વોટ અને નોટનો દુરુપયોગ કર્યો છે એ હવે નહીં થવા દઇએ. હવે સમય પાકી ગયો છે અને આવનારી ચૂંટણીમાં આપણે જડબાતોડ જવાબ આપવાનો છે. એવો આક્રોશ આજે બાબરામાં યોજાયેલી ક્રાંતિસભામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલે ઠાલવીને જોરદાર શાબ્દિક ચાબખા માર્યા હતા. 'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે' ની સિંહગર્જના સાથે વિશાળ જનમેદનીને સંબોધતા વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર જે વિકાસની વાતો કરીને જશ ખારવાનો પ્રયાસ કરે છે એ તો આપણી જ પરસેવો પાડીને કરેલી મહેનતનું પરિણામ છે.
hardik patel

ભાજપ સરકારે તો નોટબંધી લાદીને માનવવધ જેવું અને જીએસટી ઠોકી બેસાડીને માનવદંડ જેવું કૃત્ય કર્યુ છે. ગુજરાત સરકારનું દેણું ૩૦ હજાર કરોડમાંથી અત્યારે ૩ લાખ કરોડે પહોંચ્યું છે. અને વિકાસની વાતો કરે છે. અવનવા તાયફા સાથે ૩૬ પ્રકારના રેલી રથ કાઢવા છતાં સફળ નહીં થતા હવે ગૌરવયાત્રા કાઢી છે. પાસના અન્ય આગેવાનોએ જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન તો સમુદ્ર મંથન સમાન છે. સારા-નરસાનો ભેદ બહાર આવી ગયો છે. નઠારા ઠરેલા પાટીદાર સમાજના ૪૪ ધારાસભ્યોના અહંકારનો વધ હવે આગામી ચૂંટણીમાં કરીને બતાવશું. બાબરા તાલુકા પાટીદાર સમાજ અને પાસ યોજીત ક્રાંતિસભાના પ્રસંગ પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સરદાર લડે થે ગોરો સે હમ લડેંગે ચોરો સે હાર્દિક પટેલ સિંહગર્જના ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દ્વારકામાં દેશની પ્રથમ મરીન ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની મોદીની જાહેરાત

વડાપ્રધાન મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેમણે ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર ...

news

હે ભગવાન આ છોકરી મોદી સાથે લગ્ન કરવા માટે જંતર મંતર પર પર બેસી છે

એમ મોદી ગુજરાત પ્રવાસ પર છે અને આ દરમિયાન દિલ્હીમાં કંઈક એવુ થઈ છે જે ઈ રહ્યા છે જે તમને ...

news

Video LIVE : દ્વારકામાં આ પુલને કારણે અર્થવ્યવસ્થા સારી થશે - દ્વારકામાં મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ માટે પીએમ સવારે જામ નગર ...

news

ધ વિકેટ ગેટ’ બારણાંની અંદરનું એક બારણું જે અંદર ખૂલે છે.

આજનો યુવાન દુનિયામાં અનેક સવાલો લઈને ઉભો છે. તેની સામે અનેક પ્રકારના પડકારો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine