મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (13:25 IST)

પોલીસ દમનમાં મૃતક પાટીદારોના પરિવારોને 20 લાખની સહાય અપાઈ

પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમન થયું હતું. ત્યારે આ દમનમાં ગુરુવારે14 મૃતકના પરિવારોને 20 લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. ધાર્મિક સંસ્થાઓએ કરેલ સહાયમાં અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે ત્રણ પરિવારને , સરદારધામ- વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્રારા વસ્ત્રાલના બે પરિવારને, તેમજ મહેસાણામાં ચાર મૃતક પાટીદારના પરિવારનો સહાય ચૂકવી હતી. ઉમિયા કેરિયર ડેવલેપમેન્ટ કાઉન્સીલના ચેરમેન આર.પી. પટેલે જણાવ્યુ હતું કે આંદોલનને પૂર્ણ કરવા માટે તમામ ધાર્મિક સંસ્થાઓ દ્રારા સરકાર પર દબાણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ જ ત્રણ નિર્ણય સરકારે સ્વીકાર્યા તથા મૃતકોને સહાય કરવાનો નિર્ણય ધાર્મિક સંસ્થાઓ દ્રારા કરવામાં આવ્યો. જેમાં અમે એક કમિટી બનાવીને આર્થિક સહાય કરવામાં આવી છે. સરકાર સાથે અર્ધસરકારી નોકરી અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. જે સરકાર નહી આપાવી શકશે તો ધાર્મિક સંસ્થાઓ પોતાની રીતે નોકરીમાં સહાય કરશે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર, ધાર્મિક સંસ્થાઓ, પાસ અને એસપીજીના આગેવાનોની વચ્ચે મૃત્તકોને આર્થિક સહાય આપવાની બાંયધરી ધાર્મિક સંસ્થાઓએ લીધી હતી. જે વાતની જાહેરાત દરમિયાન આંદોલનકારીઓ વિરોધ કરીને ધાર્મિક સંસ્થાઓ વિરુદ્ધ આંગળી ચીંધી હતી. જેથી અમે ઇન્કમટેક્સની ચિંતા કર્યા વગર સમાજના પરિવારોની મદદ કરી છે.