શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 31 ઑગસ્ટ 2015 (11:59 IST)

અમને એવા પટેલ નેતાઓની જરૂર નથી જે અમારા થઈને 'અમારા' નથી - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હવે ગુજરાતના પટેલ ધારાસભ્યો સાથે મળીને તેમનો સાથ માંગશે.  એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યુ કે તેઓ પટેલ ધારાસભ્યો સાથે અનામતના મુદ્દે પર અથવા તો તેમનો સાથ માંગશે .. કે પછી પાર્ટી છોડવાનુ કહેશે.  આ સાથે જ હાર્દિક પટેલે એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ અનામતનુ સમર્થન કરે છે. હાર્દિક પટેલનુ કહેવુ ક હ્હે કે જેમને જરૂર છે તેમને અનામત આપવુ જોઈએ. 
 
હાર્દિક પટેલને જ્યારે પૂછવામાં આવ્યુ ઇકે તેઓ ખેતી, બેરોજગારી અને મોંઘવારીની સમસ્યાનો સામનો કરવા માટે એક મોટુ આંદોલન કરી શકે છે. જ્યા તેમને હજુ વધુ લોકોનું સમર્થન મળશે.  આવા સમયે તેમને અનામતનો મુદ્દો જ કેમ ઉઠાવ્યો. જવાબમાં હાર્દિકે કહ્યુ કે 'તમે છેલ્લા 10 દિવસનો સરકારી રેકોર્ડ કાઢીને જોઈ લો તેમના કેટલા પટેસ સમુહના બાળકોને નોકરી મળી છે. તમને જોઈતો હોય તો આ આંકડો હુ તમને લાવી આપીશ. 
 
આવા પોતીકાઓની જરૂર નથી 
 
આ પૂછતા કે ગુજરાતના 40થી વધુ પટેલ ધારાસભ્યોએ કશુ કર્યુ કેમ નહી.. જેના પર હાર્દિકનો જવાબ હતો કે તેઓ લોકો અમારા થઈને પણ અમારા નથી અને અમને આવા અમારાની જરૂર પણ નથી. 
 
હાર્દિકના મુજબ તેઓ આગામી બે દિવસમાં બધા પટેલ ધારાસભ્યોના ઘરે જશે અને તેમને પૂછશે કે તેઓ સ્પષ્ટ કરે કે તેઓ લોકો પાર્ટીની સાથે છે અને પટેલ સમુહની સાથે અને આ મુદ્દા પર આંદોલન પુરૂ ચલાવશે. 
 
તેમણે કહ્યુ કે તેમને આ વાતનો પુર્ણ વિશ્વાસ છે કે તેમની સમસ્યાનુ નિદાન રિઝર્વેશનની માંગ પુર્ણ થવા સાથે જ થશે અને આ જ તેમના આંદોલનનો મૂળ મુદ્દો છે.         
 
હાર્દિક પટેલ આજે મધ્યપ્રદેશમાં પાટીદાર સમાજની રેલી કરવા જઈ રહ્યા છે. આવતીકાલે દિલ્હીમાં તેમને ગુર્જર અને કુર્મી સમાજના નેતાઓ સાથે મુલાકાત કરી અને તેમને પોતાના સમાજનો ભાગ બતાવ્યા.. તેમણે નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ પર કહ્યુ કે... ગુજરાતમાં 8900 પટેલ ખેડૂતોએ આત્મહત્યા કરી છે... આવા રાજ્યમાં ક્યાય કોઈ મોડલ દેખાતુ નથી.