ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:57 IST)

ગુજરાતમાં 9 પટેલ યુવાનોની ફરિયાદ, હાર્દિકે અમારી મદદ નથી કરી

ગુજરાતના યુવકોએ પટેલ અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર આરોપ લગાવ્યો કે ગયા મહિને સૂરતમાં જ્યારે તેમણે હાર્દિકના ધરપકડના વિરોધમાં પ્રદર્શન કરતી સમયે ધરપકડ કરવામાં આવી તો આ યુવા નેતાએ તેમની કોઈ મદદ ન કરી. 
 
સિટી પોલીસ દ્વારા ધરપકડ પામેલ નવ યુવાનોમાંથી એક ઉર્વિશ પટેલે કહ્યુકે તેમણે 19 સપ્ટેમ્બરના રોજ સૂરતમાં હાર્દિકની ધરપકડના વિરોધમાં અમદાવાદમાં પ્રદર્શન કર્યુ હતુ. તેમણે કહ્યુ, 'બીજા જ દિવસે નવરંગપુરા પોલીસે અમને જણાવ્યુ કે અમારા પર રમખાણો કરવા સહિત બીજા અનેક અપરાધ લગાવવામાં આવ્યા છે.' 
 
શહેરના એક કોલેક્જમં એમ.કોમનો અભ્યાસ કરનારા ઉર્વિશે કહ્યુ, 'જ્યારે પોલીસે અમને સૂચના આપી તો અમે હાર્દિકની મદદ મેળવવા માટે તેનો સંપર્ક કર્યો. કારણ કે અમારુ માનવુ હતુ કે તે પટેલ સમુદાયના સાચા નેતા છે. તેણે શરૂઆતમાં તો અમારી મદદ કરવાનુ આશ્વાસન આપ્યુ પણ ત્યારબાદ તો તેણે અમારો ફોન પણ ઉઠાવ્યો નહી.