શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (14:49 IST)

હાર્દિકની વોર મશીનને સપોર્ટ કોણ કરી રહ્યુ છે ?

ઓબીસી અનામતની માંગ કરી રહેલા પટેલોની ક્રાંતિ રેલી ખરેખર ક્રાંતિકારી રહી. રેલીના આગેવાન હારિદ્ક પટેલની ધરપકડ પછી શરૂ થયેલી હિંસાએ નવ લોકોના જીવ લીધા અને 13 વર્ષ પછી અમદાવાદમાં કરફ્યુ લાગ્યો. આ અનામત આંદોલનની સફળતાથી દરેક હેરાન છે.  વિશ્વાસ કરવુ મુશ્કેલ્છેકે એક 22 વર્ષના યુવકે એકલા પાંચ લાખ લોકોને કેવી રીતે ઉપસાવ્યા. હજારો વાહનોની પાર્કિંગની વ્યવસ્થા કરવાથી લઈને ભીડ અને ફંડ એકત્ર કરવુ કોઈ એકલાના ગજાની વાત નથી. 
 
હાર્દિકના ઉદયે દરેકને ચોકાવ્યા. હાર્દિક પાટીદાર સમુહની સંસ્થા સરદાર પટેલ ગ્રુપ(એસપીજી)ના સભ્ય અને તેમની વીરમગામ એકમના અધ્યક્ષ હતા. એસપીજી નેતા  લાલજી પટેલ હાર્દિકને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)માં આગળ વધારવા નહોતા માંગતા. તેથી હાર્દિકને અપદસ્થ કરવામાં આવ્યો હતો. જુલાઈમાં રચાયેલ  PASS પટેલો માટે સમર્થન એકત્ર કરવાનુ કેન્દ્ર રહ્યુ. જેને ગુજરાતની સ્થિરતાને હલાવી નાખી. 
 
અનેક લોકો એવુ પણ માને છે કે આ આંદોલન પાછળ કોઈ મોટો હાથ છે. અમદાવાદના સહજાનંદ કોલેજથી 50 ટકાથી ઓછા અંકોથી ગ્રેજ્યુએટ થયેલ હાર્દિક વીરમગામના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવ્યો છે.  નીચલા સ્તર પર બીજેપી નેતા રહેલ હાર્દિકના પિતાનો સબમર્સિબલ પંપનો બિઝનેસ છે.  જેમા હાર્દિક પોતાના પિતાની મદદ કરતો હતો. એક બીજેપી નેતા કહે છેકે તેના પિતા ભરત ભાઈનો સીએમ આનંદીબેન સાથે ત્યારે પરિચય થયો જ્યારે મંડળ વીરમગામ તેમનુ ચૂંટણી ક્ષેત્ર હતુ. 
 
હાર્દિકના આ તોફાની આંદોલન પાછળ કોણ છે ?  આ પ્રશ્નનો જવાબ હજુ પણ મળ્યો નથી. અમદાવાદની રેલી પહેલા લોકોમાં વહેચાયેલ ઓડિયો ક્લિપ  આ તરફ ઈશારો કરે છે કે આ ઓડિયો ક્લિપમાં સીએમ આનંદીબેનનો બચાવ કરવામાં આવ્યો હતો અને પટેલોને એ સમજાવવાનો આગ્રહ કરવામાં આવ્યો કે રાજ્ય સરકારને કમજોર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. 
પીએમ મોદી અને આનંદીબેનની સાથે તણાવપુર્ણ સંબંધો રાખનારા વીએચપી પ્રવિણ તોગડિયા સાથે હાર્દિકની તસ્વીર ઈંટરનેટ પર ખૂબ ચાલી રહી છે.  અફવા એ પણ છેકે અરવિંદ કેજરીવાલ અને નીતીશ કુમર હાર્દિકની મદદ કરી રહ્યા છે. નીતીશ કુમારે સાર્વજનિક રૂપે પટેલ આંદોલનનું સમર્થન પણ કર્યુ છે. પાટીદારોએ કેટલાક એવા ધર્મ સંગઠનોનો પણ સાથ મળ્યો છે જેમણે મોટી સંખ્યામાં સમારંભને અનુશાસિત ઢંગથી સંચાલિત કરવા માટે ઓળખવામાં આવે છે. આપના સમર્થનમાં હાર્દિકનુ જુનુ ટ્વીટ પણ લોકો સામે આવ્યુ છે. જો કે આ ટ્વિટર એકાઉંટ હાર્દિકનુ છે કે નહી તેની હજુ ચોખવટ થઈ શકી નથી. 

આવામાં લાગી રહ્યુ છે કે કેટલાક વિશેષજ્ઞ સંગઠન પાટીદારોની દરેક રેલીમાં કામ કરી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે કેટલાક શ્રીમ6ત પાટીદારોએ મંગળવારની રેલીને હોસ્ટ કરી. પણ રેલીની સંખ્યા એ તરફ ઈશારો કરે છે કે આ રેલી પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.  


(ફોટો સાભાર - ટ્વિટર)