શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: વિસનગરઃ , મંગળવાર, 5 જુલાઈ 2016 (15:31 IST)

તલાટી કૌભાંડમાં હાર્દીક પટેલ બોલ્યા

પાટીદાર આંદોલનકારી હાર્દિક પટલને ગઈ કાલે વિસનગરમાં નીકળેલી રેલી બાદ થયેલ તોફાન કેસમાં કોર્ટમાં હાજર કરાયો હતો. દરમિયાન તેણે તલાટી કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે ચંપાવતે કરેલ ખુલાસા 25 ટકા સાચા અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે જણાવ્યું હતું કે મારા માટે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યારે ચંપાવતે કરેલા ખુલાસામાં હાર્દિક પટેલે તેના ખુલાસા 25 ટકા સાચા છે અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું.

ગઈ કાલે હાર્દિકને લાવવામાં આવ્યો ત્યારે કોર્ટમાં લાલજી પટેલ પણ ઉપસ્થિત હતા. તેમણે પોતાના પર લાગેલા આક્ષેપો વિશે જણાવ્યું હતું કે સમાજનું કામ કરતા હોય ત્યારે આક્ષેપો થવાના અમે એવા આક્ષેપોથી ડરતા નથી. સમાજનું જે રીતે કામ ઉપાડેલુ છે, જેમાં સફળતા મળે ત્યાં સુધી ચાલુ રાખીશું. આ કેસમાં 18મી જુલાઇના મુદત પડી છે.