શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated :નવી દિલ્‍હી , શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:45 IST)

નવરાત્રીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને પાટીદારોના કાર્યક્રમોને લઈને સરકાર ચિંતામાં

જાજરમાન અને વિશ્વવિખ્‍યાત નવરાત્રી મહોત્‍સવની ઉજવણીની આખરી તૈયારીઓમાં ગુજરાતીઓ ગળાડૂબ બન્‍યાં છે. આ સમયે પોલીસની ચિંતા કંઈક અલગ જ પ્રકારની છે. પોલીસને નવરાત્રીમાં પાટીદારો અને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા સંભવિત કાર્યક્રમોની ચિંતા સતાવી રહી છે. પાટીદારોનું અનામત આંદોલન સરકાર અને પોલીસને જંપવા દેતું નથી. ત્‍યાં જ વિશ્વ હિન્‍દુ પરિષદે વિધર્મીઓના મામલે વિવાદી નિવેદનો કરી માહોલ ગરમ કરી દીધો છે. આવા કારણોસર સમાજમાં પ્રવર્તતો અંડર કરન્‍ટ જાણવા ગુપ્તચર તંત્રને કામે લગાવવામાં આવ્‍યું છે. આઇબીના ઓફીસર્સ ઉપરાંત સ્‍થાનિક પોલીસને નવરાત્રી-દશેરાના તહેવારો દરમિયાન ‘જોખમી પરિબળો'ની વિગતો જાણવા આદેશ કરવામાં આવ્‍યો છે.
 
   ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની નવરાત્રી લોકોત્‍સવની ઉજવણી જગપ્રસિદ્ધ છે. આ વર્ષે પાટીદાર અનામત આંદોલન ઉપરાંત વિશ્વ હિન્‍દુ પરિષદે તાજેતરમાં જાહેર કરેલા કાર્યક્રમો મુજબના કાર્યક્રમોથી નવરાત્રી દરમિયાન એકપણ અજૂગતી ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને ઈન્‍ટેલિજન્‍સ બ્‍યૂરોને આંતરિક ગતિવિધિ જાણવા સક્રિય બનવા તાકીદ કરવામાં આવી છે. આઈ.બી. ઓફીસર્સ ઉપરાંત સ્‍થાનિક પોલીસને પણ ટાર્ગેટેડ કામગીરી સોંપી દેવામાં આવી છે.
 
   ગાંધીનગરથી ‘નવરાત્રી એલર્ટ'ના આદેશ કરાયાં છે. આ આદેશો મુજબ, નવરાત્રી દરમિયાન ‘લવજેહાદ'ના નામે વિધર્મી યુવકો યુવતીઓને ફસાવતાં હોવાનું માની વિવિધ હિન્‍દુ સંગઠનો પત્રિકા, સોશિયલ મીડિયા મારફતે ચળવળ ચલાવે છે. મુસ્‍લિમ યુવકોને ગરબામાં પ્રવેશવા દેવા નથી અને આવા ઈસમો ઉપર વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો વોચ રાખશે તેવી જાહેરાતો કરવામાં આવી છે. તો, નવરાત્રીના આયોજનોમાં ગૌમુત્ર છંટકાવ કરવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્‍યો છે.
 
   નવરાત્રી દરમિયાન વિહીપના કાર્યકરો વિધર્મીઓને ગરબામાં પ્રવેશવા નહીં દે તેવી જાહેરાત કરાઈ છે. આવા કાર્યક્રમોની અસરરૂપે ઘર્ષણના બનાવો બને તો ઘેરા પ્રત્‍યાઘાતો પડવાની શક્‍યતાઓ રહેલી છે. આવી સંભાવના હોય તેવા વિસ્‍તારો અને ગરબા આયોજનો અંગેની વિગતો મેળવવા અને પરિસ્‍થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરવામાં આવી છે. પાટીદાર આંદોલન દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી. નવરાત્રી દરમિયાન અમુક આયોજનોમાં પાટીદાર અનામત આંદોલનની અસર વરતાવાની સંભાવના પણ પોલીસ સૂત્રો જોઈ રહ્યાં છે. અનામત આંદોલનના મામલે વર્ગવિગ્રહની સંભાવના જોવાતી રહી છે.
 
   મોટી સંખ્‍યામાં લોકો ઉજવણી માટે એકત્ર થવાના હોય ત્‍યારે ગરબાના આયોજનમાં કોઈ કાર્યક્રમની શ્નહ્વકદ્વઙ્ખ કરવામાં આવે અને મામલો બિચકે તેવી સંભાવનાએ માહોલ બગડવાની ભીતિ પણ વ્‍યક્‍ત થઈ રહી છે. આવી સ્‍થિતિ નિવારવા માટે આંતરિક સ્‍થિતિની જાણકારી મેળવવા ત્‍ગ્‍ અને પોલીસને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને નવરાત્રી મહોત્‍સવ આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત છે. પાટીદાર આંદોલન કે સ્‍ણ્‍ભ્‍દ્ગક્ર કોઈ કાર્યક્રમના કારણે સામાન્‍ય ઘટનાથી સ્‍થિતિ વણસે અને ગુજરાતનું ગૌરવ એવા ગરબાની ગરીમાને ઝાંખપ લાગે તેવી સંભાવના પોલીસ સૂત્રોને ચિંતિત કરી રહી છે.
 
   ટોળાંશાહીથી સામાજીક સોહાર્દ બગડે તેવી શક્‍યતા ક્ષીણ કરવા પોલીસ બંદોબસ્‍ત ગોઠવવો આવશ્‍યક છે. પરંતુ, આ માટે આંતરિક સ્‍થિતિ જાણવા માટે ત્‍ગ્‍ અને પોલીસ સ્‍ટેશનોમાં કાર્યરત સ્‍પેશિયલ બ્રાન્‍ચના પોલીસ કર્મચારીઓને સક્રિય બનાવવામાં આવ્‍યાં છે.