શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2016 (13:52 IST)

પટેલ Vs પાટીદાર :સન્માન સમારંભમાં હોબાળો

પાટીદાર અભિવાદન સમારોહ ભારે વિવાદો વચ્ચે આયોજીત કરવામાં આવ્યો હતો. પાટીદારો તથા ભાજપનાં ગઢ મનાતા વરાછા વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. સમારંભ સ્થળ પર અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વધાણી સહિતનાં નેતાઓ પહોંચ્યા છે. જો કે સમારંભનાં સ્થળે હાર્દિકનાં નારા લાગતો ઉહાપોહ મચી ગયો હતો. પોલીસે 13 જેટલા પાટીદારોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.અબ્રામાં કાર્યક્રમ સ્થળ તરફ જઇ રહેલા લોકો પર વિરોધ કરી રહેલા પાટીદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસનો કાફલાએ ઘટનાં સ્થળે પહોંચીને પરિસ્થિતી પર કાબુમેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટોળાએ પોલીસની ગાડીનાં પણ કાચ તોડી નાખ્યા હતા. અંતે પોલીસે ટીયર ગેસનો શેલ છોડીને લોકોનું ટોળુ વિખેર્યું હતું.ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં ત્રણ કાર્યક્રમો આપ્યા હતા. પાટીદાર અભિવાદન સમારોહ ઉપરાંત, સુરત ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન અને વ્યારા ખાતે ભાજપનાં બૂથ કાર્યકરોનું સંમેલનમાં હાજરી આપી હતી. વ્યારા ખાતે અમિત શાહે જણાવ્યું કે 2019 માટે 2017માં પાયો નાખીશું. સાથે જ શાહે કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ 2017માં સરકાર બનશે તેવા વહેમમાં ફરે છે.અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસનં 1995થી ખાતુ ખુલ્યું નથી. ત્યારે કોંગ્રેસ 2017ની ચુંટણી માટે શેખચલ્લીનાં સપનાઓ જોઇ રહ્યું છે. કોંગ્રેસને હાલ આખા દેશમાંથી જાકારો મળી રહ્યો છે ત્યારે તે ગુજરાતમાં સરકાર આવવાનાં સપનાં જુએ તે જ મુર્ખામી છે. શાહે કહ્યું કે 2 વર્ષ જુની મોદી સરકાર પાસે હિસાબ માંગતા પહેલા કોંગ્રેસ અને રાહુલ બાબાએ 60 વર્ષનો હિસાબ આપવો જોઇએ. જે અબજો રૂપિયાનાં ભ્રષ્ટાચાર થયા તે નાણા ક્યાં ગયા. રાહુલ બાબાની આંખે ઇટાલિયન ચશ્મા લાગ્યા છે.અમિત શાહે કહ્યું કે યુપીએ સરકારમાં ભારતીય સેના ચુપ બેસી રહેતી હતી. પરંતુ હવે પાકિસ્તાનની એક ગોળીનો જવાબ એક ગોળા દ્વારા મળે છે. શાહે કહ્યું કે 2012માં ગુજરાત વિજય બાદ કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી. ત્યારે 2017માં ભાજપ જંગી બહુમતી સાથે જીતીને કેન્દ્રમાં ભાજપની સરકાર નાખવાનો પાયો મજબુત બનાવીને કેન્દ્રમાં ફરીથી મોદીની સરકાર લાવશે.