ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બોટાદ: , સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (16:41 IST)

પાટીદાર આંદોલનનો ફરી ભડકો-બોટાદની એસ.ટી બસો રદ

સુરતમાં એસ.ટી. બસો સળગાવાયા પછી હવે સૌરાષ્ટ્રમાં પણ પાટીદાર આંદોલન ઉગ્ર બન્યું છે. બોટાદ તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં બસ સળગાવવાની બે અને જસદણમાં એક ઘટના સામે આવી છે. જેને કારણે બોટાદ તરફ જતી બસોનો રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.

બનાવની વિગત માહિતી પ્રમાણે, ગત મોડી રાત્રે બોટાદના લાઠીદડ પાસે અજાણ્યા શખ્સોએ એસ .ટી. બસ પર પથ્થરમારો કરી આગ લગાડવામાં આવી હતી. ત્યારે પીપરડી ગામેથી બોટાદ તરફ આવતી બસને તુરખા પાસે અજાણ્યા 6 લોકો બાઈક પર આવી બસને અટકાવી બસમાં બેઠેલા બે ત્રણ મુસાફરોને તેમજ ડ્રાયવર અને કન્ડંકટરને ધમકી આપી બસ પર પથ્થરમારો કરી બસને સળગાવી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા તરત જ એક ટીમ ઘટના સ્થળે પહોચી બસમાં લગાવેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચે તે પહેલા બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બોટાદ એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ આ સંદર્ભે એક તપાસ ટીમ બનાવી બસ સળગાવનાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્રીજી ઘટના જસદણ તાલુકાના આટકોટ ગામના ટી પોઇન્ટ પાસે બની હતી. ભાવનગર ભુજ રૂટની બસમાં તોડફોડ કરી હતી.