બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:47 IST)

પાટીદાર સમાજ નવરાત્રી નહી ઉજવીને તોફાનોમાં મૃત્યુ પામેલ પાટીદારોને આપશે શ્રદ્ધાંજલિ

સરદાર એકતા સમિતિ દ્વારા વહેતા કરાયેલા સંદેશામાં જણાવાયું છે કે, જીએમડીસી ગ્રાઉન્‍ડ જ નહીં બીજા કોઇ પાર્ટી પ્‍લોટ કે ક્‍લબમાં પણ પાટીદારોએ ગરબા ગાવા માટે જવું નહીં. નવરાત્રીનું આયોજન કરાયું હોય ત્‍યાં સ્‍ટોલ કે પોસ્‍ટર પણ લગાવવા નહીં. ૨૫મીની રેલી બાદ તોફાનોમાં યુવા પાટીદારોના મૃત્‍યુ થયા હતા તેના કારણે પાટીદાર સમાજ નવરાત્રી નહીં ઉજવીને આ રીતે શ્રધ્‍ધાંજલિ પાઠવે તેવી અપીલ કરવામાં આવી છે. ક્‍લબો અને પાર્ટી પ્‍લોટના ગરબાનો બહિષ્‍કાર કરવાથી શેરી ગરબાને પણ પ્રાધાન્‍ય મળશે તેમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએમડીસી ગ્રાઉન્‍ડ પર છેલ્લા કેટલાય વર્ષોથી રાજય સરકાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. મુખ્‍યમંત્રી, મંત્રી મંડળના સભ્‍યો, જાણીતા ઉઘોગપતિઓ વિગેરે પણ તેના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેતા હોય છે અને નવ દિવસ સુધી ભવ્‍ય રીતે યોજાતા ગરબાનો લાખોની સંખ્‍યામાં નાગરિકો લાભ લેતા હોય છે.