શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 31 ઑગસ્ટ 2015 (14:23 IST)

લોલીપોપ ખાવા તમાચો ખાધો!

રક્ષાબંધનના બે દિવસ બાકી હતા ને ગુજરાત ખખડ્યું. હવે રક્ષાબંધન ઉજવશે!
 
બે પ્રકારના માણસ હોય છે. એક જેના મગજ ઉપર પોતાનો કાબુ હોય, શાંત રહી શકતો હોય, સાચો હોય અને તેથી પોતાનું ધાર્યું કરી શકે છે. બીજો આનાથી વિરુદ્ધ તરત ઉગ્ર બની જાય અને તેથી બીજાનું ધાર્યું એ કરતો હોય છે!
 
આ બધામાં સૌથી હાસ્યાસ્પદ વાત તો એ લાગી કે લોકો કહેતા, ‘ફલાણા દિવસ સુધી ગાંધીમાર્ગે આંદોલન કરશું ને પછી સરકાર ન માને તો ભગતસિંહના માર્ગે.’!!! મૂળે ધીરજ જ ન હતી. લોકો ને એકેય માર્ગ પર ભરસો ન હતો!!
 
બાકીની વાતો આ કાવ્ય રૂપે કહી જાવ છું. (છતાં કેટલીક બાકી રાખું છું.)
 
હા, ચાલ માન્યું તું સાચો,
પણ એમાં સમાજને આવો તમાચો!
 
તને જે જોઈએ છે જરા વિચારજે
આમ આસપાસથી જ ઝુંટવી ખુશ થશે?
આગ સળગાવી તું જ રહી ગયો કાચો
ને એમાં સમાજને આવો તમાચો!
 
ગાંધીમાર્ગ તો માંગે ધીરજનો સંગ્રહ
નહિ કે આજ હાર્યા ને કાલે વિગ્રહ
તને જ વાગી ગઈ છે તારી આ ચાંચો
ને એમાં સમાજને આવો તમાચો!
 
જ્યારથી તને લાગી છે આ લત
આ દેશ કહે મને જ આપી દો અનામત
જેનો વિરોધ એ જ માંગવા હવે નાચો
ને એમાં સમાજને આવો તમાચો!
 
હું-તું, મેં-તે પણ ન આવ્યું આપણે
આંખમાં ગઈ ધૂળ, જે બેઠી’તી પાપણે
રાજકારણ રમાયું ને તારો જ કાળો કર્યો ડાચો
ને એમાં સમાજને આવો તમાચો!
 
પ્રશ્નો છે તો હલ નીકળશે
તારે સંઘર્ષ પણ કરવો પડશે
પણ શું આ રસ્તો હતો સાચો?
ને એમાં સમાજને આવો તમાચો!
 
જૈવિક વિચાર :  “એણે મને પૂછ્યું, ‘શું તને અનામત મળે છે?’ મે ના કહ્યું ને અમારી relationship તૂટી ગઈ. એને એના બાળકો ની ચિંતા હતી!”


સૌજન્ય - વિવેક પંડ્યા